લાઇસેન્સ અને RC બુક ડિજિટલ ફોરમેટ મા આ રીતે ડાઉનલોડ કરો – ગુજરાતી વિડીયો થયો વાઈરલ

ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ માં સુધારો કર્યો છે જેના અનુસંધાને થોડા દંડ માં ફેરફાર સાથે ગુજરાત માં પણ આ કાયદો અમલ માં આવી ગયો છે. આથી દરેક વાહન ચાલકે વાહન સાથે તેના જરૂરી ડોકયુમેન્ટ જેવા કે ડ્રાંઈવિંગ લાઇસેંસ ,પીયુસી ,વાહન ની રજીસ્ટ્રેશન બુક (RC બુક ) અને વીમા ની પોલીસ સાથે રાખવી ફરજીયાત છે.

પણ મોટા ભાગે બધા લોકો ને એકજ ડર હોઈ છે કે આ બધા ડોકયુમેન્ટ કયારેક ખોવાઈ જાય તો ?? અને ખાસ કરી ને વાહન ની રજીસ્ટ્રેશન બુક (RC બુક ) જો ખોવાઈ જાય તો એ ડુપ્લીકેટ કાઢવા માટે થી પોલીસ સર્ટિફિકેટ ને RTO ના ઘણા ધક્કા ખાવા પડે છે. માટે લોકો ઓરિજિનલ ડોકયુમેન્ટ સાથે રાખવા માં ડરે છે.

હવે જો આ બધા  ઓરિજિનલ ડોકયુમેન્ટ સાથે ના રાખવા હોઈ તો તમે નવા નિયમ મુજબ  એ ડિજિટલ ફોરમેટ માં પણ રાખી શકો છો. આ ડોકયુમેન્ટ કોઈ પણ તપાસ સમયે બતાવશો તો માન્ય ગણાશે .  ડિજિટલ ફોરમેટ માં ડોકયુમેન્ટ રાખવા માટે ડિજિલોકોર નામ ની એપ્લિકેશન છે જેમાં રાખી શકો છો . પરંતુ હાલ માં ઘણા લોકો ને આ એપ્લિકેશન માં થોડી તકલીફ આવે છે .  તો વાહન ની રજીસ્ટ્રેશન બુક (RC બુક ) ને ડ્રાંઈવિંગ લાઇસેંસ ને ડિજિટલ ફૉર્મેન્ટ માં જે RTO ની વેબસાઈટ માંથી બારકોડ સાથે ડાઉનલોડ કરવા માટે એક એપ્લિકેશન છે જેનું નામ છે mparivahan .

 

આ mparivahan એપ્લિકેશન  માં તમે તમારા વાહન ની રજીસ્ટ્રેશન બુક (RC બુક ) ને ડ્રાંઈવિંગ લાઇસેંસ  ને રાખી શકો તેમજ તમારું વાહન કોઈ સગા સબંધી તમારી પાસે થઇ લઇ જાય તો એ લોકો સાથે પણ તમે આ ડિજિટલ ફોર્મેન્ટ   RC બુક તેમની સાથે શેર કરી શકો છે ને એ લોકો ને જરૂર પડે ત્યારે આ લોકો પણ પ્રવાસ દરમિયાન બતાવી શકો છો.

 

આ ઉપરાંત આ એપ્લિકેશન માંથી તમે કોઈ પણ સમય કોઈ પણ વાહન ની માહિત તેના નંબર પ્લેટ પર થી જાણી શકો છો . રોડ પર અકસ્માત થિયેલ અથવા તમારી બાજુ માં બિનવારસી વાહન પડ્યું હોઈ તો એ વાહન ના માલિક ને કિયા નું છે એ પણ તમે જાણી શકો છો . સાથે સાથે જો તમે જૂનું વાહન ખરીદો ત્યારે પણ ખરીદતા પહેલા વાહન નું પુરેપુરી માહિતી મેળવી શકો છે કે વાહન કિયા વર્ષ માં બન્યું છે કોના નામે રજીસ્ટર છે જે તમે તેની ઓરિજિનલ  RC બુક સાથે મેળવી ખરાઈ કરી શકો છો.

 

જો તમારે આ એપ્લિકેશન નો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણવું હોઈ તો નીચે આપેલ વિડિઓ જોઈ ને તમે સ્ટેપ ને અનુસરી તમારા મોબાઈલ માં mparivahan એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો .

આ માહિતી સરળ ગુજરાતી ભાષામાં મોરબી થી અશ્વિન ભાઈ પટેલ દ્વારા મળેલ છે. વિડીયો નીચે આપેલો છે.દરેક ગુજરાતી મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો.

 

અને આ ડોક્યુમેન્ટ ડાઉનલોડ થઇ જાય પછી એ જ ડોક્યુમેન્ટ ને મોબાઈલ માં ડીજીટલ લોકરમાં રાખી શકો છો. જેની માહિતી નીચે મુજબ છે.

ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને તાજેતરમાં જ નવા દંડના નિયમો જાહેર કર્યા છે. હવેથી વાહનચાલકે લાઇસન્સ, રજિસ્ટ્રેશન બુક, ઇન્શ્યોરન્સ, પી.યુ.સી. સર્ટિફિકેટ ઓરિજનલ સાથે રાખવા પડશે અથવા તો ડીજીલોકર નામક કેન્દ્ર સરકારની એપ્સમાં રાખી શકાશે અને તે માન્ય પણ ગણાશે. DigiLocker નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી સરળતાથી ડાઉનલોડ થઈ જાય છે.

જો તમને ડ્રાઇવીંગ લાયસન્સ અને ગાડીની આર.સી. બુક સાથે રાખવી ઝંઝટ લાગતી હોય અથવા તમે હંમેશા તેને ઘરે જ ભૂલી જતા હો તો હવે ગભરાવવાની જરૂર નથી કેમ કે હવે પોલીસ તમારું ચલણ નહી કાપે. તમને જણાવી દઈએ કે, સરકારે હવે પોતાની સાથે રાખેલ ઓરીજીનલ સર્ટિફિકેટની સોફ્ટ કોપી પણ માન્ય રાખી છે. પરંતુ આ સોફ્ટ કોપી તમારા ડીજીટલ લોકરમાં હોવી જોઈએ. ત્યાંથી ટ્રાફિક પોલીસ તમારા ડ્રાઇવીંગ લાયસન્સને વેરીફાઈ કરી લેશે.

કેવી રીતે બનાવવું આપણું ડીઝીટલ લોકર ?


સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી DigiLocker નામની એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. હવે તેમાં ખાતું (એકાઉન્ટ) ખોલાવવા માટે SIGN UP નામના વિકલ્પ પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર પૂછશે હવે એમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.

મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમારા મોબાઈલમાં OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. એ પાસવર્ડ એન્ટર કરી તમારો મોબાઈલ નંબર વેરીફાય કરો. ત્યારબાદ યુઝર નેમમાં તમારો મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈ. ડી. નાખો અને પાસવર્ડ સેટ કરો અને SIGN UP ઉપર ક્લિક કરો એટલે તમારું ડિજિટલ લોકર તૈયાર.

હવે આગળ તમને 4 ડિજિટનો મોબાઈલ પિન સેટ કરવાનું કહેશે, જે તમારી પ્રાઇવસી માટે છે તમારે સેટ કરવો હોય તો કરી શકો. (ઓપ્શનલ છે.)

ત્યારબાદ DigiLocker એકાઉન્ટને તમારા આધાર નંબર સાથે લિંક કરો. આધાર નંબર લિંક કરવાની સાથે જ તમારા જે સર્ટિફિકેટ આધાર સાથે લિંક હશે એ બધા સર્ટિફિકેટનું લિસ્ટ ISSUED નામના વિકલ્પમાં તમને જોવા મળશે. જેમાં જરૂરી વિગત ભરીને તમે એ સર્ટિફિકેટ ડાઉનલોડ પણ કરી શકો. જે હંમેશા તમારા ડિજિટલ લોકરમાં રહેશે અને જરૂર પડે તો જે-તે સરકારી ડિપાર્ટમેન્ટમાં એ માન્ય ગણાશે.

આ એપ્લિકેશનમાં તમે તમારા સર્ટિફિકેટનો ફોટો પાડીને એને અપલોડ પણ કરી શકો છો. જે pdf, jpg, jpeg, png, bmp અને gif ફોરમેટની ફાઈલો સેવ કરી શકાય છે.

સર્ટિફિકેટની સોફ્ટ કોપી શેર કરી શકો:


DigiLocker એપની મદદથી તમે કોઈપણ સર્ટિફિકેટ સરકારી વિભાગો અને એજન્સીઓ સાથે શેર કરી શકો.

ડીજી લોકરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, પાનકાર્ડ, આધાર કાર્ડ, આર.સી. બુક, જાતિના સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ વગેરે ડિજીટલ સ્વરૂપે સાચવી શકાય છે. ગમે ત્યાં, ગમે ત્યારે એપ્સમાંથી ડોક્યુમેન્ટ મેળવી શકાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!