જ્યારે મમ્મીએ ફ્લેશ ચાલુ રાખીને માસુમ બાળકનો ફોટો લીધો – ઝૂમ કર્યું ત્યારે સામે આવી આ હકીકત

આજના સમયમાં મોબાઈલ ફોન ખૂબ જ મહત્વની વસ્તુ અને દૈનિક જરૂરિયાત બની ગયો છે. હવે તો દરેક ગરીબથી લઈને અમીર સુધી બધા પાસે પોતાનો સ્માર્ટફોન છે. સોશિયલ મીડિયા અને સેલ્ફીના આ જમાનામાં લોકો પોતાના ફોટો ક્લિક કરીને દોસ્તો સાથે શેર કરવાનું પસંદ કરે છે. જોકે આ બધું આપણા એન્ટરટેઇનમેન્ટનું એક માધ્યમ બની ચૂક્યું છે પણ ઘણીવાર એનાથી થતું નુક્શાન અને એના પરિણામો ખૂબ જ ભયાનક હોય છે. આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણીને કદાચ તમે પણ વિચારમાં પડી જશો. હકીકતમાં, આ આખી ઘટના ન્યુયોર્કના ટેક્સાસની છે. જ્યાં એક મોબાઈલ ફોને એક મહિલાની જીંદગીને નવો વળાંક આપ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આ મહિલાએ હાલમાં જ એક નવો સ્માર્ટફોન ખરીદ્યો હતો. જેનાથી તેણી પોતાના દિકરાનો ફોટો ક્લિક કરવાની કોશિશ કરી રહી હતી. પરંતુ જેવો એના દિકરાને કેમેરાએ કેપ્ચર કર્યો કે કેમેરાની ફ્લેશથી ચોંકાવનારી હકીકત બહાર આવી. મહિલાએ જોયું કે એના દિકરાની એક આંખમાં ફ્લેશની અસર કંઈક વધુ જ નજર આવી રહી હતી. માતા ટીનાએ એ ફોટોને જ્યારે પોતાની બહેન સાથે શેર કરી તો એને પણ બાળકની આંખમાં કંઈક અજીબ જોવા મળ્યું. તેણી ખૂબ ગભરાઈ ગઈ હતી એટલે પોતાનો ભ્રમ દૂર કરવા માટે તેણી દિકરાને લઈને ડોક્ટર પાસે ગઈ. જ્યારે ડોક્ટરે બાળકની આંખનું ચેકઅપ કર્યું તો એમને કેન્સરના લક્ષણો જોવા મળ્યા.

ત્યારબાદ રિપોર્ટ્સ કરાવ્યા ત્યારે એમની શંકા સાચી પડી. વાસ્તવમાં બાળકની આંખ જે કેમેરાની ફ્લેશ કરવાથી જાનવરની આંખ લાગી રહી હતી, તે હકીકતમાં એની આંખનું કેન્સર હતું. ડૉક્ટર્સ અનુસાર આંખનું આ કેન્સર સામાન્ય રીતે નાના બાળકોમાં જોવા મળે છે, જેના કેસ ખૂબ જ રેયર જોવા મળે છે. ટીનાની સમજદારીને કારણે એના દિકરાનું કેન્સર જલ્દી પકડમાં આવી ગયું. ડોકટર્સના જણાવ્યા મુજબ, હજુ એના છોકરાની આંખનું કેન્સર શરૂઆતના સ્ટેજમાં હતું એટલે એને યોગ્ય ઈલાજ અને દવાઓથી ઠીક કરી શકાશે. જોકે આ ટ્રીટમેન્ટથી ઘણા બાળકોની એક આંખ ખરાબ પણ થઈ છે પણ આ ટ્રીટમેન્ટ કરાવવી એ પીડિત બાળકની પહેલી જરૂરિયાત છે.

અમેરિકન શોધકર્તાઓ મુજબ, આંખના કેન્સર પર એક સંશોધન કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે રેટીનોબ્લાસ્ટોમા નામનું આ કેન્સર સરળતાથી ડિટેક્ટ કરી શકાય છે. ખાસ કરીને મોબાઈલનાં કેમેરા અથવા ફ્લેશ લાઈટ દ્વારા એને જોઈ શકાય છે. એવામાં જો કોઈની આંખ સામાન્ય કરતા અજીબ રીતે ચમકતી હોય તો એને નજરઅંદાજ ન કરવું જોઈએ કારણ કે બની શકે કે તે આંખના કેન્સરની શરૂઆત હોય શકે. એવામાં પોતાના ફેમેલી ડૉક્ટર પાસે ચેકઅપ ચોક્કસ કરાવી લો. કારણ કે કોઈપણ બીમારીનું સમય રહેતા નિદાન થઈ જાય તો એનો ઈલાજ કરવો સરળ રહે છે, અન્યથા દર્દીએ ઘણી શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!