ફક્ત ૧ રુ. માં ઈડલી વેચે છે આ દાદી – મહિન્દ્રા કંપનીના માલિકે જયારે કહ્યું કે મારે આ દાદીની કંપનીમાં…..
દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે પોતાની મહેનતથી કમાય છે ઓછું પણ બીજાની ભલાઈ વધુ ઈચ્છે છે. આજના સમયમાં લોકો પૈસા કમાવવા માટે કોઈપણ હદ સુધી પહોંચી જાય છે પછી ભલે એમાં બીજાને નુક્શાન થતું હોય, એ લોકો બીજાનું ધ્યાન નથી રાખતા. પણ ભારતના એક ગામડામાં એક એવી મહિલા પણ છે જે મહેનત કરીને પોતાનું પેટ ભરે છે અને સાથોસાથ ગરીબ લોકોનો પણ ખ્યાલ રાખે છે. 80 વર્ષની આ મહિલાને બધા દાદી કહે છે અને તેણી આજે પણ પોતાના બધા કામ જાતે કરે છે. આખરે ! કોણ છે આ દાદી કે જે એક રૂપિયામાં ઈડલી વેચે છ? જેનાથી ભારતના આ બિઝનેસમેન પણ પ્રભાવિત થયા છે.
આખરે, કોણ છે આ દાદી કે જે એક રૂપિયામાં ઈડલી વેચે છે?

આનંદ મહિન્દ્રા બિઝનેસની દુનિયાનો એક ખ્યાતનામ ચહેરો છે અને તેઓ પોતાના ટ્વિટસ્ ને કારણે પણ ખૂબ ફેમસ છે. આ વખતે એમણે એક અલગ જ ટ્વિટ કર્યું, જેમાં તમિલનાડુની એક બુઝુર્ગ મહિલાનો ઉલ્લેખ થયો છે. એટલું જ નહીં કોયમ્બતુરમાં રહેનાર 80 વર્ષની કમલાથલના આ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. કમલાથલ લોકોને ફક્ત એક રૂપિયામાં ઈડલી, સાંભર અને ચટણી ખવડાવે છે. એક વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ એમના આ કાર્ય માટે ખૂબ વખાણ કર્યા છે.

મહિન્દ્રાએ પોતાના ટ્વિટમાં લખ્યું, “કેટલીક કહાની ખૂબ સામાન્ય હોય છે, પરંતુ જો તમે પણ કમલાથલ જેવું કંઈક પ્રભાવશાળી કામ કરવાની શરૂઆત કરો તો ખરેખર દુનિયા ચકિત થઈ જશે. મને લાગે છે કે તેણી હજુ લાકડાનો ચૂલો વાપરે છે. જો કોઈ એમને ઓળખતા હોય તો મારે એમને એક LPG ગેસનો ચૂલો આપવો છે અને એમના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું મને ખુબ ગમશે.”
તમિલનાડુના કોયમ્બતુર શહેરની નજીક 20 કિલોમીટર દૂર પેરુરની પાસે વાડીવેલમ્પાલયમ (Vadivelampalayam) નામનું એક ગામ છે ત્યાં જ કમલાથલ દાદી રહે છે. એને બધા દાદી કહે છે અને તેઓ છેલ્લા 30 વર્ષથી ઈડલીનું જ કામ કરી રહ્યા છે. એમણે આ કામ નફો કમાવવા માટે નહીં પણ પોતાનું પેટ ભરવા અને લોકોની મદદ કરવા માટે શરૂ કર્યું હતું. દાદી દરરોજ 1000 ઈડલી બનાવે છે અને 80 વર્ષની આ મહિલાએ મદદ માટે કોઈને સાથે રાખ્યા નથી. તેઓ સસ્તી ઈડલી એટલે વેચે છે કે જેથી ગરીબ મઝદૂર અથવા એના બીવી-બચ્ચા પેટ ભરીને ખાય શકે. આ વિશે દાદીનું કહેવું છે કે પહેલા તેઓ 50 પૈસામાં ઈડલી વેચતા હતા પણ હવે એક રૂપિયો લે છે. લોકો એમને ઘણી વખત સામેથી કહે છે કે ઈડલીના ભાવ વધારી દો, તો એમણે ના પાડી દીધી અને કહ્યું કે, એમના ગ્રાહક ખૂબ જ ગરીબ છે.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.