ભારતના આ ૩ વૈજ્ઞાનિકો ની સંઘર્ષ ગાથા – એક એ તો ઉપવાસ કરીને કોલેજમાં એડમીશન લીધેલું

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દુનિયાની પ્રખ્યાત અંતરિક્ષ એજન્સીઓમાંની એક છે. ઈસરોએ હાલમાં જ ઘણા મહત્વના પ્રોજેક્ટ્સને સફળ બનાવ્યા છે અને આખી દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ચંદ્રયાન-2 ઈસરોનું સૌથી વધુ મહત્વકાંક્ષી પ્રોજેકટ છે અને આ મિશનમાં ઈસરોને 99% સફળતા પ્રાપ્ત થઈ છે. આ મિશન પાછળ ત્રણ લોકોની ભૂમિકા મહત્વની રહી છે. જેમાં ઈસરો પ્રમુખ કે. સિવન, મિશન ડાયરેક્ટર ઋતુ કારીધાલ અને પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર, રેડિયો ફ્રિકવન્સી ચંદ્રકાન્તના નામ મુખ્ય છે. આજે અમે તમને આ ત્રણેયની જીવન સંઘર્ષ કહાની જણાવવા જઈ રહ્યા છીએ.

 

(1) કે. સિવનએ સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો:

ઈસરોના પ્રમુખ કે.સિવન એક ગરીબ પરિવારમાંથી આવે છે અને વૈજ્ઞાનિક બનવા માટે એમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. કે. સિવનનો જન્મ તમિલનાડુના કન્યાકુમારી જીલ્લાના નાગરકોઈલમાં થયો હતો અને એમણે એક સરકારી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. એમના પિતાજી એક ખેડૂત હતા અને તેઓ પણ પોતાના પિતાને ખેતીકામમાં મદદ કરતા. કે. સિવન ખૂબ જ ગરીબ હતા અને તેઓ ચપ્પલ વગર સ્કૂલે જતા. કે. સિવન ગણિતમાં ખૂબ જ હોશિયાર હતા અને એમણે 12માં ધોરણમાં ગણિત વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા.

કે. સિવન એન્જિનિયર બનવા માંગતા હતા અને દેશની સૌથી મોટી એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા ઇચ્છતા હતા. પરંતુ કે. સિવનના પિતાજીએ એમને નજીકની કોલેજમાં એડમિશન લેવાનું કહ્યું, જેથી તે અભ્યાસની સાથોસાથ ખેતીકામ પણ કરી શકે. પરંતુ સિવને પોતાના પિતાની વાતનો સ્વીકાર ન કર્યો અને અનશન પર બેઠી ગયા. પોતાના દિકરાને અનશન પર બેઠો જોઈને પિતાને ખ્યાલ આવી ગયો કે, કે. સિવન પોતાના જીવનમાં કંઈક મોટું કરવાના સપના જોઈ રહ્યો છે અને એના પિતાજીએ એમને એન્જીનીયરીંગ કરવા માટે ચેન્નાઈ મોકલી દીધા. કહેવાય છે કે કે. સિવને 7 દિવસ સુધી અનશન કર્યું હતું. ત્યારબાદ એમના પિતાજીએ એમને મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં એડમિશન લેવાની પરવાનગી આપી હતી.

 

(2) ઋતુ કારીધાલ

ઋતુ કારીધાલ લખનૌની રહેવાસી છે અને તેણી પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ચન્દ્રયાન-2 મિશનની ડાયરેક્ટર ઋતુ કારીધાલે પોતાની સ્કૂલના ફિઝિક્સ ટીચરથી પ્રભાવિત થઈને ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું. ગ્રેજ્યુએશન કર્યા બાદ તેણીએ આગળનો અભ્યાસ એરો સ્પેસ એન્જીનીયરીંગમાં કર્યો હતો. ઋતુ કારીધાલે ચંદ્રયાન-2 માટે ઓટોનોમી સોફ્ટવેર તૈયાર કર્યા અને તેણીએ મંગળ મિશનમાં પણ ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

(3) ચંદ્રકાન્ત :

ચંદ્રકાન્તનો જન્મ પશ્ચિમ બંગાળના હુબલી જીલ્લામાં થયો અને તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. જન્મ વખતે એમનું નામ સૂર્યકાન્ત રાખવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે એમણે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે એમના શિક્ષકે એનું નામ ચંદ્રકાન્ત રાખી દીધું. ચંદ્રયાન-2 મિશનમાં ચંદ્રકાન્તને કમ્યુનિકેશનની જવાબદારી સોંપવામાં આવી હતી અને એમણે જ ચંદ્રયાન-2 સાથે સંપર્ક કરનાર ગ્રાઉન્ડ સ્ટેશનના એન્ટિના સિસ્ટમની ડિઝાઈન કરી હતી. ચંદ્રકાન્ત દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ સિગ્નલ સિસ્ટમને કારણે જ જમીન પરથી 3 લાખ 84 હજાર કિલોમીટર દૂર ઓર્બીટરના સિગ્નલ ઈસરોને મળી રહ્યા છે.

 

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!