માં બન્યાના ૨ વર્ષ પછી કરીના કપૂર ની લાગણી ઉભરાઈ – તૈમુર ની આ વાત થી રહે છે દુખી

કરીના કપૂર બોલીવુડની સૌથી વધુ જાણીતી હિરોઇનોમાંથી એક છે અને એ વાત તો તમે બધા જાણો જ છો કે કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. તેને એક દિકરો પણ છે અને તેનુ નામ તૈમુર અલી ખાન રાખ્યુ છે. તૈમુર સોસિયલ મીડિયા પર સૌથી પોપ્યુલર સ્ટાર કીડ છે. તે ખુબ જ ક્યુટ છે, મીડિયામાં અવારનવાર તેની કોઇને કોઇ ખબર છપાતી જ રહે છે. દરેક બળકોની જેમ તૈમુરને પણ તેની માં થી ખુબ જ લગાવ છે અને કરીના પણ તૈમુરને જાન થી વધુ પ્રેમ કરે છે. તે તૈમુરની દરેક નાની મોટી જરુરીયાતનું ધ્યાન રાખે છે.

જો કે કરીન એક વર્કિંગ વુમન છે અને તે ઘણીવાર કામ માટે બહાર જતી હોય છે. આવા સમયે તૈમુરનું ધ્યાન તેની નાની રાખે છે. હવે તે તૈમુરની ભલે ગમે તેવી સંભાળ રાખે પરંતુ એક દિકરનએ તેની માં ની યાદ તો આવે જ છે. પરંતુ વધુ કામને લીધે કરીના તૈમુર સાથે વધારે સમય રહી શકતી નથી. એવામાં તે જ્યારે પણ ઘરની બહાર નીકળે છે તો તૈમુર તેને એક એવી વાત કહે છે કે તે સાંભળીને કરીનાનું દિલ તૂટી જાય છે.

આ વાત કરીના એ પોતે જ જણાવી છે, કરીના હાલમાં જ The Love Laugh Live Show માં સ્પેસિયલ ગેસ્ટ બનીને આવી હતી અને તેને ત્યા તેના દિકરા તૈમુર વિશે વાત કરી હતી, આ દરમીયાન કરીનાએ જણાવ્યુ કે, જ્યારે પણ હુ ઘરેથી કામ માટે બહાર નિકળુ છુ તો તૈમુર મને છોડવા ન માંગતો હોય, તે મને કહે કે, ‘અમ્મા મત જાઓ’. આ વાત સાંભળીને મારુ દિલ તૂટી જાય છે. તેથી ઘણીવખત હુંં તૈમુરને મળ્યા વગર જ ઘરની બહાર જતી રહુ છુ.

કરીનાએ જણાવ્યુ કે તૈમુર મને અમ્મ અને સૈફને અબ્બા કહીને બોલાવે છે. આમ તો તૈમુર મને કંઇ પણ કહીને બોલાવી શકે છે પરંતુ આ શબ્દ તેને તેના પપ્પા સૈફ અને તેની બહેનો પાશેથી શિખ્યો છે.

જણાવી દઇએ કે કરીના અવારનાવર સોસિયલ મીડિયા સામે તૈમુર સાથે જોવા મળે છે. કરીના કામમાં ભલે ગમે એટલી વ્યસ્ત રહેતી હોય પરંતુ એ વાત તો સાફ છે કે તે તેના ફ્રી સમયનો સૌથી વધુમાં વધુ સમય તૈમુરને આપે છે. તેમજ કરીના, સૈફ અને તૈમુર વેકેશન પર પણ જાય છે. સોસિયલ મીડિયા પર એ વાતને લઇને પણ આલોચના થ ઇ હતી કે કરીના ખુદ તેના બાળકને સંભાળવા માટે નૈની રાહે છે.

આ વાતનો જવાબ દેતા કરીનાએ હેટર્સને કહ્યુ હતુ કે તે તેની પર્સનલ લાઇફ અને પરિસ્થિતિઓ વિશે જાણતા નથી, તેથી મને ના શિખવાડો કે દિકરાને કેવી રીતે મોટો કરવો. જો કે કરીના એકમાત્ર એવી માં તો છે નહી કે જે કામ પણ કરે છે અને માં પણ છે. કોઇ સામાન્ય લોકોને પણ આવી પરીસ્થીતિ આવી પડે છે અને તેને પણ આવા સમયે કોઇની મદદ લેવી પડે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!