મહિનાના આ દિવસે સોનાના બિસ્કિટ ખરીદવા ખૂબ જ શુભ ગણાય છે, ઘરની ઉન્નતિ થશે.

ઘરમાં સુખ આવવા પાછળ ધનની પણ મોટી ભૂમિકા હોય છે. આપણે ભલે ગમે એટલી વાતો કરી લઈએ કે, પૈસાથી ખુશીઓ નથી ખરીદી શકાતી પણ મનમાં ને મનમાં તો બધાને પૈસાદાર થવાની ઈચ્છા હોય છે. બધા લોકો એશો-આરામવાળી જીંદગી ઈચ્છે છે. બધાને સુખ સગવડ જોઈએ અને જલ્સા કરવા છે. વળી, આજની મોંઘવારીમાં બધાને વધારે પૈસા જોઈએ છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ધનમાં વૃદ્ધિ કરશે. આ ઉપાય બાદ તમારી આવકમાં વધારો થશે. જેનાથી તમારા પરિવારની પ્રગતિ થશે.

દોસ્તો ! આજે જે ઉપાય અમે તમને જણાવવાના છીએ એ મહિનાના એક ખાસ દિવસે જ કરવાનો છે. આ ઉપાય કરવા માટે સોનાનો ઉપયોગ થશે. દરેક ઘરમાં સોનુ તો હોય જ છે. જેને આપણે સિક્કા, બિસ્કિટ, ઘરેણાં વગેરેના રૂપમાં રાખીએ છીએ. આ ઉપાયમાં તમારે સોનાના બિસ્કિટનો ઉપયોગ કરવાનો છે. જે તમારે નવા ખરીદવા પડશે. તમે તમારી ક્ષમતા મુજબ આ સોનાની બિસ્કિટનો આકાર નાનો-મોટો કરી શકો છો.

જો બિસ્કિટ ન લઈ શકો તો સોનાના સિક્કાથી પણ કામ ચાલી જશે. પણ સોનાના ઘરેણાંથી કાર્ય નહીં થઈ શકે. કારણ કે આ ઉપાય કર્યા બાદ તમારે એ સોનુ પહેરવાનું નથી પણ એક ખાસ વિધિ દ્વારા સંભાળીને મૂકી દેવાનું છે. હવે જ્યારે તમે સોનુ ખરીદો છો એમાં સમય અને દિવસનું ઘણું મહત્વ રહેલું છે. એક શુભ દિવસ અને યોગ્ય સમયે ખરીદેલુ સોનુ તમને માલામાલ બનાવી શકે છે. તેથી તમે જ્યારે પણ સોનુ ખરીદવા માટે જાવ ત્યારે અમે જણાવેલ સમય અને વિધિને ધ્યાનમાં રાખો.

આ વિધિ દ્વારા પૂનમના દિવસે સોનુ ખરીદો :


પૂનમની રાત્રે સોનુ ખરીદવું સૌથી વધુ શુભ ગણાય છે. જો તમે પૂનમની રાત્રે સોનુ ન ખરીદી શકો તો એની પછીના દિવસે સવારે પણ ખરીદી શકો છો. પરંતુ જો શક્ય હોય તો પૂનમની રાત્રે, જ્યારે ચાંદ આકાશમાં દેખાતો હોય એ સમય દરમિયાન સોનાની બિસ્કિટ અથવા સિક્કા ખરીદો. એનું કારણ એ છે કે, પૂનમની રાત્રે ચાંદ પોતાના પૂર્ણ સ્વરૂપમાં હોય છે. એની ચાંદનીમાંથી નીકળતી રોશનીમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી હોય છે. આ ચાંદની શાંતિ અને સૌભાગ્યનું પ્રતીક ગણાય છે. જ્યારે તમે આ ચાંદનીમાં સ્નાન કરીને સોનુ ખરીદવા જાવ છો ત્યારે આ શુભ સમય તમને અત્યંત લાભકારી બને છે. જોકે રાત્રે કોઈ દુકાન ઉપલબ્ધ ન હોય તો આગલા દિવસે સવારે પણ ખરીદી શકાય.


જ્યારે તમે સોનુ ખરીદવા જાવ ત્યારે પીળા અથવા સોનેરી રંગના કપડાં પહેરવા. ખાસ કરીને એ વ્યક્તિએ કપડાંનું પૂરતું ધ્યાન રાખવું કે જે સોનુ ખરીદી રહી છે. ત્યારબાદ સોનાના બિસ્કિટ અથવા સિક્કાને માતા લક્ષ્મીના ચરણોમાં મુકો. હવે માતા લક્ષ્મી અને સોનુ બંનેની પૂજા કરો. ત્યારબાદ સોનાની બિસ્કિટ અથવા સિક્કાને ઘરની તિજોરીમાં મૂકી દો. જે તમને બરકત આપશે અને ઘરની ઉન્નતિના દ્વાર ખુલી જશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!