મોટી થઇ ગઈ ન્યાસા દેવગણ – હવે કાજોલથી પણ વધુ હોટ લાગે છે – તસ્વીરો જુવો
બોલિવૂડમાં ખૂબસુરત અભિનેત્રીઓની કમી નથી. અહીંયા એકથી એક ચડિયાતી હિરોઈનો છે. ઘણી હિરોઈન તો ઓછી ઉંમરની હોવા છતાં ખૂબ જ ફેમસ છે અને દુનિયાભરમાં નામ કમાઈ રહી છે. તો વળી, અમુક હિરોઈનોએ તો 40ની ઉંમર વટાવી ગયા પછી પણ એમની લોકપ્રિયતા જાળવી રાખી છે. આ અભિનેત્રીઓની ઉંમરની સાથોસાથ એમની ખૂબસૂરતી પણ વધતી રહી છે.

જેટલી ખૂબસૂરત આ અભિનેત્રીઓ છે એનાથીયે વધુ ખૂબસુરત એમની દિકરીઓ છે. બોલિવૂડમાં આજકાલ મમ્મી કરતા દિકરીઓ વધુ અટેન્શન મેળવી રહી છે. બધી જ લાઇમલાઈટ નવી-નવી હિરોઈનોને મળી રહી છે. હાલમાં જ બોલિવૂડની મશહૂર અભિનેત્રી કાજોલ પોતાની દિકરી ન્યાસા દેવગણ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી, જેમાં એની દિકરી ખૂબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. ફરી એકવાર ન્યાસાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલ આ ફોટોમાં તેણી પહેલા કરતા પણ વધુ હોટ અને ખૂબસુરત દેખાઈ રહી છે.
રેસ્ટોરન્ટની બહાર જોવા મળી :
જણાવી દઈએ, હાલમાં જ કાજોલ અને અજય દેવગણની દિકરી ન્યાસા દેવગણ મુંબઈનાં એક રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. તેણી પોતાની કેટલીક સહેલીઓ સાથે રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે આવી હતી. ડિનર કરીને બહાર આવતા જ મીડિયાએ તેણીને ઘેરી લીધી અને ફોટો ક્લિક કરવા લાગ્યા. વાયરલ થયેલ આ ફોટો એ વખતના જ છે જેમાં ન્યાસા ખૂબ સુંદર દેખાઈ રહી છે. ન્યાસાની ઉંમરની સાથોસાથ એની સુંદરતા પણ ખીલતી જાય છે. ફોટો વાયરલ થયા બાદ લોકો ન્યાસાની ડ્રેસિંગ સેન્સનાં ખૂબ વખાણ કરી રહ્યા છે. તેણી રેસ્ટોરન્ટમાં પોતાની ગર્લ ગેંગ સાથે એક શોર્ટ ડ્રેસ પહેરીને ડિનર કરવા પહોંચી હતી. તેણીએ ચેક પ્રિન્ટવાળો એક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેણી ખૂબ જ ગોર્જીયસ લાગતી હતી.
ન્યાસા જ્યારે બહાર જાય ત્યારે પોતાની ફેશન સ્ટાઈલ વિશે ખૂબ જ કાળજી રાખે છે. પહેલા તેણી કેમેરો ફેસ કરતા ગભરાતી હતી અને કેમેરો જોઈને નર્વસ થઈ જતી પરંતુ આ વખતે એવું કશું નહોતું થયું. આ વખતે ન્યાસાએ ગભરાયા વગર ખૂબ જ સહજતાથી કેમેરા સામે સ્માઈલ સાથે પોઝ આપ્યા. લોકો એની સુંદરતા જોઈને દિવાના બની ગયા છે અને તેણીનાં વખાણ ચાલુ થઈ ગયા છે.
આ પહેલા ખરાબ લુકને કારણે ટ્રોલ થઈ ચૂકી છે:
તમને જણાવી દઈએ કે, ન્યાસા દેવગણ સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાના લુકને કારણે ટ્રોલ થઈ ચૂકી છે. કમેન્ટ્સનાં માધ્યમથી ઘણા લોકો એને એવું પણ કહેતા કે, તું ખરેખર, કાજલની દિકરી છે? તો વળી, ઘણા લોકો કાજોલ અને ન્યાસા વચ્ચે સુંદરતાની સરખામણી કરવા લાગતા. કેટલાક લોકોએ ન્યાસાના શ્યામ વર્ણને લઈને પણ મજાક ઉડાવ્યો હતો.
ઘણી વખત તો અભિનેત્રી કાજોલે ખુદ પોતાની દીકરીનાં સપોર્ટમાં ટ્રોલર્સને મુંહતોડ જવાબ આપ્યો છે. સમય સાથે લોકોની ફેશન સેન્સ અને સુંદરતા પણ બદલાઈ જતી હોય છે. એવામાં ઓછી ઉંમરમાં કોઈના બાળકોને જજ કરવા યોગ્ય નથી. ખાસ કરીને લુક માટે બાળકોને ટ્રોલ કરવા એ એકદમ ખોટું છે. પરંતુ અમને વિશ્વાસ છે કે ન્યાસા દેવગણની આ લેટેસ્ટ તસ્વીરોએ તમારુ દિલ જીતી લીધું હશે.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.