Mojemoj.com

Best Gujarati Blog

ક્યારેક લાલ બત્તી વાળી કારમાં ફરતા હતા આ બહેન – આજે કરે છે આ ચોંકાવનાર કામ…

જ્યારે માણસનો સમય ખરાબ હોયને ત્યારે માણસને એવા-એવા કામ પણ કરવા પડે કે જેના વિશે કોઈ દિવસ વિચાર્યું પણ ન હોય. અમીર માણસ ક્યારે ગરીબ બની જાય અને કોઈક ગરીબની કિસ્મત ક્યારે ચમકી જશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. માણસનાં નસીબમાં જે લખ્યું છે એ થઈને જ રહેશે. તમારા નસીબ કોઈ બદલી ન શકે. રાજાને રંક અને રંકને રાજા બનતા વાર નથી લાગતી. આજે અમે તમને હેરાન કરી દેનાર એક એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ કે જેને વાંચીને તમારા હોશ ઉડી જશે અને તમે બોલી ઉઠશો કે, ભગવાન આવા દિવસો દુશ્મનને પણ ન દેખાડે! એક મહિલા જોતજોતામાં ક્યારે રાજામાંથી રંક બની ગઈ, તેણીને ખબર જ ન પડી. શું છે સમગ્ર ઘટના? ચાલો તમને જણાવીએ…

આ ઘટના શિવપુરી/બદરવાસની છે. જૂલી આદિવાસી અહીંયાની જિલ્લા અધ્યક્ષ હતી. પણ સમય અને સંજોગો એવા આવ્યા કે તેણી રાજામાંથી રંક બની ગઈ. લાલ બત્તીમાં ફરવા વાળી જૂલી સડક પર આવી ગઈ. એક સમય એવો હતો કે લોકો તેણીને મેડમ-મેડમ કહીને બોલાવતા. પરંતુ હવે લોકો એને બોલાવતા પણ નથી. જણાવી દઈએ, એક સમયે જીલ્લા અધ્યક્ષ રહી ચુકેલી જૂલી આજે ગુમનામ જીંદગી જીવવા મજબુર બની છે. આજ તેણી પોતાના પરિવારના પાલન પોષણ માટે રામપુરીનાં ગામ લુહારપુરામાં સંઘર્ષ કરી રહી છે. જીલ્લા પંચાયત અધ્યક્ષનો હોદ્દો સંભાળનાર જૂલી ગરીબી રેખા નીચે પોતાનું જીવન વ્યતિત કરી રહી છે. જૂલીને ઈન્દિરા આવાસ યોજના હેઠળ રહેવા માટે ઘર તો મળ્યું પણ વધતા જતા ભ્રષ્ટાચારને કારણે એનું ઘર ઘર જેવું રહ્યું નથી. આ કારણે આજે જૂલી આવાસ માટે પણ મોહતાજ છે.

જણાવી દઈએ, વર્ષ 2005માં વોર્ડ ક્રમાંક-3થી કોલારસનાં પૂર્વ વિધાયક રામસિંહ યાદવે જૂલી આદિવાસીને જીલ્લા પંચાયત સભ્ય બનાવી હતી. જૂલી જીલ્લા પંચાયત સભ્ય બની એ પહેલાં મજૂરીનું કામ કરતી હતી. જીલ્લા પંચાયતની સભ્ય બન્યા બાદ શિવપુરીનાં પૂર્વ વિધાયક વીરેન્દ્ર રઘુવંશીએ તેણીને જીલ્લા પંચાયત અધ્યક્ષ બનાવી દીધા. પાંચ વર્ષ સુધી રાજ્ય મંત્રીનો દરજ્જો મળવાને કારણે લોકો એમને મેડમ કહીને બોલાવતા હતા. પરંતુ આજે એ જ મેડમ પોતાના પરિવારના પોલનપોષણ માટે ઘેટાં-બકરા ચરાવી રહ્યા છે.

સરકારી ચોપડે તો તેણીને ઈન્દિરા આવાસ યોજનાનો લાભ મળી ચુક્યો છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. હાલમાં સરકારી જમીન પર બનેલ ઝુંપડીમાં રહેવું સંભવ નથી. આ ઝુંપડી રહેવા લાયક નથી. જૂલીના જણાવ્યા મુજબ, આ યોજનાનો હપ્તો તો મંજુર થઈ ગયો પણ આજ સુધી એક ફૂટી કોડી પણ મળી નથી. એટલે ઘર બનાવવા માટે ખરીદેલ ઈંટ એમની એમ પડી છે. તેણીને બસ બકરી ચરાવવાનાં 40 રૂપિયા મહિને આપવામાં આવે છે. હાલમાં તેણી દરરોજ 40 બકરીઓ ચરાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે ઘેટાં-બકરા ન હોય ત્યારે તેણી મજૂરી કરવા જતી રહે છે અને જ્યારે મજૂરી પણ ન મળે ત્યારે તેણીને ગુજરાત આવવુ પડે છે. જૂલી જણાવે છે કે જે લોકોએ એની મદદ દ્વારા ઊંચી પોસ્ટ અને ઓળખાણ મેળવી છે, હવે એ લોકો પણ તેણીને ઓળખતા નથી. આ વાતનું એને ખૂબ જ દુઃખ છે.

જૂલીના કહ્યા મુજબ, જ્યારે તેણી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થઈ રહેલા મકાનો માટે સેક્રેટરી અને જીલ્લા પંચાયત પાસે પહોંચી તો અધિકારીઓએ એને તગેડી મૂકી. એના ઝૂંપડાંની હાલત પણ ખૂબ ખરાબ છે. માણસને તો છોડો આ ઝુંપડી જાનવરોને રહેવા લાયક પણ નથી.

દોસ્તો, આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી જૂલી અને એની જેવી અન્ય મહિલાઓને મદદ મળી શકે. આભાર !

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!