આ ૭ વસ્તુઓ ક્યારેય પર્સ માં ના રાખશો – નહિ તો કારણ વગરની તકલીફો થઇ શકે છે

દોસ્તો, મોટાભાગે તમે જોયું હશે કે, ઘણા લોકોનું પર્સ અમુક બેકાર અને બિનજરૂરી વસ્તુઓથી ભરેલું રહે છે, આળસને કારણે ઘણા લોકો પોતાના પર્સને સાફ નથી કરતા. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ આળસ અને ભૂલ તમારી તકલીફોનું કારણ બની જાય છે. જી હાં, પર્સમાં રાખેલી અમુક વસ્તુઓ ધનની આવકને રોકે છે. જો આ વસ્તુઓ તમારા પર્સમાં હશે તો કમાણીમાં બરકત નહીં રહે. આજે અમે તમને આ પોસ્ટનાં માધ્યમથી એવી 7 વસ્તુઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જો તમારા પર્સમાં પણ આવી વસ્તુઓ હોય તો એને તાત્કાલિક કાઢીને ફેંકી દો.

ચાલો જાણીએ આ 7 વસ્તુઓ કઈ-કઈ છે ?

(1) જૂની અને ફાટેલી નોટ :


તમને જણાવી દઈએ કે, હમણાં જ નોટબંધીને કારણે જૂની નોટો ચલણમાંથી નીકળી ગઈ છે એટલે તમે પણ પોતાના પર્સમાં રહેલ જૂની નોટોને કાઢી નાખો. ફાટેલી-તૂટેલી નોટ પર્સમાં રાખવાથી મનની સ્થિતિ બેચેન રહે છે અને વિચારોમાં પણ નકારાત્મકતા આવે છે. એટલે આવી નોટને તરત દૂર કરો.

(2) જુના બિલ :


ઘણા લોકો એવા હોય છે કે જુના બિલ સંભાળીને રાખવાના ચક્કરમાં પોતાનું પાકીટ આવા બિલથી ભરી લે છે. તમને જણાવી દઈએ કે, આ બધી વસ્તુથી બરકત ઓછી થઈ જાય છે. જો તમારે બીલની જરૂર હોય તો એને ઘરમાં મૂકી દો. પરંતુ આવા જૂના બિલ પાકીટમાં રાખવા અશુભ ગણાય છે.

(3) મૃત પરિજનોની તસ્વીરો :


જો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો એમની તસ્વીર સાથે આપણે ભાવનાત્મક રીતે જોડાઈ જઈએ છીએ. તેથી આપણે એમની તસ્વીર પર્સમાં સાચવીને મૂકીએ છીએ. પરંતુ આ આદતને કારણે લક્ષ્મીજી નારાજ થાય છે. આપણા સ્વર્ગીય પરિજનની સ્મૃતિ અને યાદોને પર્સમાં નહીં પણ ઘરે સાચવીને રાખવી જોઈએ.

(4) ઉધારીનો હિસાબ :


જો આપણે કોઈ પાસેથી ઉધાર લીધું હોય અથવા આપણે કોઈને ઉધાર દીધું હોય, આ બંનેનો હિસાબ દુકાને અથવા ઘરે એક ડાયરીમાં લખીને રાખવો જોઈએ. આવી ઉધારીનો હિસાબ પર્સમાં રાખવાથી કમાણી ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે.

(5) ઈષ્ટ દેવનો ફોટો :


ઘણા લોકો પોતાની શ્રદ્ધા મુજબ પર્સમાં અલગ-અલગ દેવી-દેવતાઓનાં ફોટો રાખે છે. પરંતુ આ આદત યોગ્ય નથી. પર્સમાં ઈષ્ટ દેવના ફોટો રાખવાથી ઈશ્વરનું અપમાન તો થાય જ છે સાથોસાથ આવકમાં પણ ઘટાડો થવા લાગે છે. પર્સમાં ફોટોને બદલે યંત્ર રાખી શકાય.

(6) બ્લેડ, ચાકુ કે અન્ય ધારદાર વસ્તુ :


ઘણા લોકો પોતાની સુરક્ષા માટે પર્સમાં બ્લેડ, ચાકુ કે અન્ય ધારદાર વસ્તુ રાખી મૂકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આવી બધી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. ઘણી વખત ભૂલમાં આવી વસ્તુઓથી પોતાને પણ નુક્શાન થવાની શક્યતા રહે છે. ધન માટે આ બધી વસ્તુ શત્રુ ગણાય છે. આ વસ્તુથી ઘરમાં ગરીબી આવે છે.

(7) નકામા કાગળ :


જે નકામા કાગળ અથવા જૂની ટિકિટો તમારા પર્સમાં પડી હોય તો તુરંત એને ફેંકી દો. નકામાં કાગળ રાખવાથી ધન ચાલ્યું જાય છે. આવા બેકાર કાગળોને કારણે જીવનમાં બેકારી આવે છે. તેથી નકામા કાગળોનો તાત્કાલિક નિકાલ કરો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!