બ્રેકીંગ : પુરુષો ને પણ બાળકના ઉછેર માટે ચાલુ પગારે ૨ વર્ષની રજા મળશે – આ હશે શરત
આજકાલ સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતાની વાતો થાય છે. એ પ્રમાણે સ્ત્રીઓ અને પુરુષોને એકસમાન અધિકાર મળવો જોઇએ. ઘણા એવ નિયમો અને કાનુન બનાવવામાં આવ્યા છે જેમાં મહિલાઓને લાભ મળે છે. જો કોઇ સ્ત્રીની નોકરી કેન્દ્ર સરકાર માં હોય તો તેને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંભાળ રાખવા માટે કુલ 2 વર્ષની રજાઓ મળે છે. અને આ દરમિયાન તેનો પગાર પણ ચાલુ જ રહે છે. જો કે આજસુધી આ નિયમો સ્ત્રીઓ માટે જ હતા પરંતુ હવે પુરુષોને પણ બાળકોની સંભાળ રાખવા માટે 2 વર્ષ સુધીની રજા મળી શકશે. જો કે તેમા અમુક શર્તો પણ છે તો ચાલો જાણીએ…

સાતમાં વેતન આયોગ ના સુધારાના આધારે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓની રજાના મામલે અમુક ખાસ પરિવર્તનો કર્યા છે. પર્સનેલ એંડ ટ્રેનિંગ (ડીઓપીટી) દ્વારા જાહેર કરવામાં આવેલ દિશા-નિર્દેશો અનુશાર ઘાયલ હોય, લાગ્યુ હોય, અથવા અન્ય ઘાવ અથવા શારીરિક કષ્ટ હોય તો દરેક કર્મચારીઓ છૂટ્ટીના હકદાર થસે. જણાવી દ ઇએ કે આ સુવિધા આની પેલા માત્ર વિકલાંગ કર્મચારીઓને જ મળતી હતી.
આ નિયમ પ્રમાણે જો કોઇ સરકારી કર્મચારીનુ અકસ્માત કે શરીર માંં અન્ય કોઇ પ્રોબ્લેમ હોવાને લીધે હોસ્પીટલમાં દાખલ થયો હોય તો તે જ્યા સુધી ડિસ્ટાર્જ ન થાય ત્યા સુધી રજાઓનો લાભ લઇ શકે છે, એટલુ જ નહિ પરંતુ તે દરમીયનનો પગાર પણ ચાલુ રહેશે. તેમજ અન્ય રજાઓ કાપવામાં પણ નહિ આવે અને ઉમેરવામાં પણ નહિ આવે. હોસ્પીટલથી નિકળીને આગલા 6 મહિના સુધી તેને પુરુ વેતન મળશે અને આગલા 6 મહિના અડધુ વેતન મળશે. અને જો તમે પોલિસ ફોર્સના કર્મચારી હોય તો તમને 24 મહિના સુધી પુરેપુરુ વેતન મળશે.
સિંગલ પુરુષ પિતાને પણ મળશે રજા :
નવા નિયમો મુજબ કેન્દ્ર સરકારન પુરુષો કર્મચારીઓને હવે તેના બાળકોની સંભાળ માટે 2 વર્ષ સુધીની રજા લઇ શકે છે. જો કે તેના માટે શર્ત એ છે કે તેના માટે તમારે સિંગલ પિતા હોવુ જરુરી છે. એટલે કે બાળકની સંભાળ રાખવા માટે માં ન હોય તો જ તમને આ લાભ મળે છે. તેમજ તમારા બાળકની ઉંમર 18થી ઓછી હોવી જોઇએ.
આ રજાઓ તમે અલગ અલગ ભાગોમાં લઇ શકો છો અને તે સમયનુંં તમને પુરેપુરુ વેતન પણ મળી રહેશે. સરકારનું માનવુ છે કે એવા પુરુષ પિતા જે એકલા તેના બાળકનું પાલન પોષણ કરે છે તેને પણ મહિલાઓની જેમ આ સુવિધાનો લાભ મળવો જોઇએ. જણાવી દ ઇએ કે પહેલા વર્ષની રજાઓમાં તમને 100 ટકા વેતન અને બીજા વર્ષની રજાઓમાં 80 ટકા વેતન મળશે.
દેશમાં એવા ઘણા પુરુષ પિતા છે જેના કા તો ડિવોર્સ થઇ ગયા છે અને કા તો તેની પત્ની હવે આ દુનિયામાં નથી એવા સમયે તેને તેના દિકરાની સંભાળ જાતે જ કરવી પડે છે. તેથી આ નવો નિયમ તે પુરુષો માટે ખુબ જ લાભદાયી થસે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.