Mojemoj.com

Best Gujarati Blog

એક ની એક ગાડી બીજી વખત ચલાવવાનો વારો લગભગ વર્ષે આવે છે – ૩૬૯ ગાડીઓના માલિક છે આ સુપરસ્ટાર

મિત્રો એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે કોઇ પણ સામાન્ય વ્યક્તિ હોય કે કોઇ મોટા સેલિબ્રિટી જેમ જેમ તેની પાસે પૈસા વધે એટલે તેના શોખ પણ શાનદાર થતા જાય છે. આજે બોલીવુડમાં ઘાણા કલાકારો છે જેને ખુબ સફળતા મળી છે અને તે આજે બદશાહી લાઇફ જીવે છે. માત્ર એક્ટર્સ જ નહી પરંતુ કોઇ બિજનેશમેન પણ હોય તો પણ જેમ પૈસા વધે એટલે તેના શોખ આસમાને પહોંચી જાય છે.

 

View this post on Instagram

 

എല്ലാ മലയാളികൾക്കും എന്റെ ഹൃദയം നിറഞ്ഞ ഓണാശംസകൾ 😊 #happyonam #onam2019 #malayalam #malayalee

A post shared by Mammootty (@mammootty) on


તે મોંઘી મોંઘી કાર, બાઇક્સ, કપડા અને મોંઘા મોંઘા ફોન જેવી વસ્તુઓના મોટા શોખિન બની જાય છે. આજે પણ આપણે એક એવા જ કલાકાર વીશે જાણવા જઇ રહ્યા છીએ જેની પાસે 5 10 નહિ પરંતુ 369 ગાડીઓનો ખુબ મોટો કાફલો છે. જેને વર્ષમાં એક ગાડી પર એક જ વાર બેસવાનો વારો આવે છે અને તે ગાડીનો વારો આવતા વર્ષે આવે છે. તેમજ તેના કાફલામાં આઇશરની કેરાવેન થી લઇને BMW, ઓડી, જેગુઆર જેવી લેટેસ્ટ કારો છે. તે ગાડીઓના મોટા શોખિન છે.

આજે આપણે વાર કરવા જઇ રહ્યા છિયે મમુટી વિશે. જી હા, મમુટી પાશે એક બે નહી પણ ગાડીઓનો ભંડાર છે. તેને પોતાની ગાડીઓ માટે એક અલગ ગેરેજની પણ વ્યવ્સ્થા કરેલી છે. જો કે મોટાભાગે તે ગાડી ચલાવવા માટે ડ્રાઇવર રાખવાનું પસંદ કરતો નથી.

મિત્રો જો તમે સાઉથ ફિલ્મો જોતા હસો તો તમે મોટા ભગની ફિલ્મોમાં મમુટી ને જોયા જ હસે. તેને ઘણી સુપર હીટ ફિલ્મો આપી છે. આજે આપણે વાત કરવાના છીયે તેના કાર કલેક્શન વીશે તો ચાલો જાણીયે.

મિત્રો તમે જાણો છો કે અમિર માણસો નાની કંપનીની કાર લેવાનુંં ક્યારેય પસંદ નથી કરતા. તે તેની હેસિયત પ્રમાણે ઉચી ઉચી કારો જ ખરીદતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે મમુટી ને મારુતિ ની કારો ખુબ જ પસંદ કરે છે અને તેની સથે વધુ લગાવ છે.

થોડા વર્ષ પહેલા મમુટીએ દિલ્લીના હરપાલ સિંહની મારુતિ-800 ખરીદવાની પણ વાત કરેલી. તેની ખાસિયત છે કે તે પહેલી મારુતી-800 હતી, જેની ચાવી એક ગ્રાહક રુપે હરપાલે ઇન્દિરા ગાંધી પાસેથી 14 ડિસેમ્બર 1983 ના રોજ લીધી હતી.

ત્યારબાદ વર્ષ 2010 માં જ્યારે હરપાલ સિંહનું નિધન થયુ તો આ ગાડીઓની હાલત બગડતી ગઇ તેમજ બે વર્ષ બાદ તેની પત્ની પણ મૃત્યુ પામી અને હવે આ ગાડીઓની સંભાળ રાખી શકે તેવુ પરીવારમાં કોઇ રહ્યુ ન હતુ.

મમુટી ને જાણકારી મળી એટલે એને થયુ કે હવી આ કારની સંભાળ રાખે તેવુ કોઇ નથી તો હુ ખરીદી લવ, તેથી તેને આ ગાડીઓની માંગ કરી પરંતુ હરપાલ સિંહની બે દિકરીઓ અને પરીવારે આ ગાડી વહેંચવાની સખ્ખત મનાઇ કરી દિધી.

જો કે મમુટી પસે ગાડીનો પહેલે થી જ મોટો કાફલો હતો પરંતુ જો હરપાલ સિંહની આ કાર્સ તેને મળી જાત તો તેનો કાફલો વધુ શનદાર થઇ જાત. મિત્રો તમને જાણાવી દ ઇએ કે મમુટીની સૌથી પહેલી કાર મારુતીની કાર જ હતી અને આજે પણ તે તેના કફલામાં જોવા મળે છે.

માનવામાં આવે છે મમુટી ઓડી કાર ખરીદનાર સાઉથના પહેલા એક્ટર છે. મમુટી પાસે, ટોયોટો લૈંડ ક્રુજર LC 200, ફરારી, મર્સીડીજ, ઓડીના અલગ  અલગ મોડલ, પોર્શ, ફોર્ચ્યુનર, Mini Cooper S, F10 BMW 530D તેમજ 525d, E46 BMW M3, Mitsubishi Pajero Sport, ફોક્સવૈગન પૈસન X2 અને ઘણીબધી SUV’s છે. તમને નવાઇ લાગસે કે મમુટીએ આઇશરની કેરવેન પણ લઇ રાખી છે અને મોડીફાઇ કરાવ્યુ છે.

અને જો વાત કરીએ તેના કાફલામાં રહેલ લેટેસ્ટ કારોની તો, તેની પાસે જગુઆર XJ-L છે. અને ખાસ વાત એ છે કે તેનો રજીસ્ટર્ડ નંબર (KL 7BT 369) છે, માત્ર તેનો જ નહી પણ કાફલાની મોટા ભાગની કારોનો આ નંબર ફિક્સ જ હોય છે. મમુટીને સાઉથમાં કારોનો સૌથી મોટો સોખીન મનવામાં આવે છે. કેમ કે તેના જેવડો કાફલો સાઉથમાં કોઇ પસે નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!