લ્યો… આ દેશમાં લોકો એક બીજાની પત્નીની ચોરી કરીને એની સાથે લગ્ન કરે અને પછી….

આમ તો આખી દુનિયામાં લગ્ન સાથે જોડાયેલ ઘણા બધા નતનવા રીત-રિવાજ જોવા મળે છે, જેને જાણીને આપણે હેરાન થઈ જઈએ. પશ્ચિમ આફ્રિકામાં આવો જ એક અનોખો રિવાજ છે, જ્યાં લોકો એકબીજાની પત્નીની ચોરી કરીને લગ્ન કરે છે. જી હાં, તમે બિલકુલ બરાબર સાંભળ્યું, પશ્ચિમી આફ્રિકાની વોદાબ્બે જનજાતિનાં લોકોની આ ઓળખાણ છે કે તેઓ બીજાની પત્નીને ચોરીને લગ્ન કરે છે.

છોકરાઓ મહિલાને રીઝવવાનો પ્રયત્ન કરે છે :


આ જનજાતિના રિવાજ મુજબ, અહીંયાના લોકો પહેલા લગ્ન પોતાના પરિવારની મરજીથી અને બીજા લગ્ન કરવા માટે આ લોકો અંદરોઅંદર એકબીજાની પત્નીઓની ચોરી કરીને એની સાથે લગ્ન કરે છે. છે ને બાકી જોરદાર રિવાજ ! પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ લોકો દર વર્ષે એક ફેસ્ટિવલનું આયોજન કરે છે જેનું નામ “ગેરેવોલ” ફેસ્ટિવલ છે. આ કાર્યક્રમ દરમિયાન ત્યાંના છોકરા પોતાના ચહેરા ઉપર રંગ લગાવીને મેળામાં રખડે છે અને ત્યાંની મહિલાઓને રિઝવવાનો પ્રયત્ન કરે છે. તેઓ એવી મહિલાઓને જ રિઝવે છે અથવા આકર્ષિત કરવાની કોશિશ કરે છે કે જે પહેલેથી જ પરિણિત હોય.

અજીબો-ગરીબ પરંપરા :


પુરુષોએ આમ કરતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે, જે મહિલાઓને તેઓ રીઝવવાની કોશિશ કરી રહ્યા છે એમના પતિને આ વાતની જરા પણ જાણ ન થવી જોઈએ અથવા એના પતિ આ બધું જોવે નહીં એનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

જો કોઈ પુરુષ કોઈ પરિણિત મહિલાને રીઝવવામાં સફળ થઈ જાય તો તે મહિલાને લઈને ભાગી જાય છે. ત્યારબાદ સમાજના લોકો ભેગા મળીને બંનેના લગ્ન કરાવી દે છે. આ પ્રકારના લગ્નને તેઓ લવ મેરેજ સમજીને સ્વીકાર કરી લે છે. તો આ છે આપણી દુનિયાના ખુણામાં વસેલા લોકોની અનોખી પરંપરા, જે સાંભળવામાં જેટલી અજીબ છે એટલી જ રોચક પણ છે.

મિત્રો, તમને આફ્રિકાના આ વિસ્તારમાં જવાની તક મળી હોય તો તમે શું કરો ? તમે આ પરંપરાનો હિસ્સો બનો ખરાં ?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!