જયારે ૮ વર્ષની દીકરીએ પૂછ્યું ‘ટ્રેનનાં ટોઇલેટમાં આ શું લખેલ હોય છે?’ – પપ્પાએ આ કર્યું જે વાંચીને વિશ્વાસ નહિ આવે

અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ જહોન એફ.કેનેડીનું એક વિશ્વ પ્રસિદ્ધ વાક્‍ય છે. “એ ન પૂછો કે દેશે તમારા માટે શું કર્યું? પરંતુ એ કહો કે તમે દેશ માટે શું કરી શકો છો?” આપણે ઘણી વખત નાની-નાની સમસ્યાઓમાં સરકારને જવાબદાર ગણતા હોઈએ છીએ. પણ ખરેખર, સરકાર કોણ છે? આ લોકશાહી દેશમાં આપણે જનતા જ સરકાર છીએ. જેમાં આપણને આપણી ફરજ, જવાબદારી અને હકનું જ્ઞાન હોવું જોઈએ. મન હોય તો આપણે દેશ માટે ઘણું બધું કરી શકીએ. આજે અમે તમને આવી જ બે સત્ય ઘટના જણાવીશું.

ઘટના નંબર 01 :


ધનબાદમાં રહેતા કાપડનાં વેપારી ઉત્તમ સિંહા એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. એમની સાથે પત્ની અપર્ણા અને 8 વર્ષની પુત્રી વર્ષા પણ હતી. મુસાફરી દરમીયાન દિકરી વોશ રૂમમાં ગઈ અને આવીને પપ્પાને પૂછ્યું કે, પપ્પા બાથરૂમમાં આ બધું શું લખેલું હોય છે? એના પપ્પા સમજી ગયા અને તુરંત બાથરૂમમાં જઈને બધી અભદ્ર ટિપ્પણીઓ ભૂંસી નાખી. ત્યારબાદ એમણે એક રૂમાલ, માસ્ક અને ભૂંસવાનું રબ્બર સાથે રાખવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરે એટલે બધા જ ખરાબ લખાણ ભૂંસી નાખે.

હાલમાં ઉત્તમ સિંહા દરરોજ ધનબાદ સ્ટેશન જાય છે અને ટ્રેનના ટોયલેટમાં લખેલ કમેન્ટ્સ દૂર કરે છે. આત્યાર સુધી એમણે 300 જેટલી ટ્રેનમાં સફાઈ કરી હશે. હવે એમણે જાહેર શૌચાલયમાં પણ આ રીતના લખાણ દૂર કરવાનું કામ શરૂ કર્યું છે.

આ કામમાં ઉત્તમને એમની પત્ની અને મિત્રો પણ સાથ આપી રહ્યા છે. ટ્રેનમાં હવે ધીરે-ધીરે આવા લખાણ ઓછા થતાં જાય છે. ઉત્તમ કહે છે કે, આ બધા લખાણ વાંચીને કોઈની દિકરી શરમમાં ન મુકાવી જોઈએ. બધા જાગૃત થશે ત્યારે મારુ મિશન સફળ થશે.

ઘટના નંબર 02 :


પુત્રી હિરકણીએ પૂછ્યું- આપણે વૃક્ષોને મરવા માટે કેમ છોડ્યાં.

પાંચ વર્ષની હિરકણી પિતા માધવ પાટીલ સાથે વેકેશન પૂરું કરીને ઘરે આવી. ઘરે આવીને પિતા ઘરમાં રહેલ છોડ કે જે ઘણા દિવસથી કરમાઇ ગયેલા હતા એને પાણી આપવા લાગ્યા. ત્યારે હિરકણીએ પૂછ્યું- ‘પપ્પા આ છોડ કરમાઇ કેમ ગયા?’ પિતાએ જણાવ્યું કે આપણે એમાં પાણી ન આપી શક્યા, એટલે. હિરકણીએ કહ્યું ‘આપણે વૃક્ષોને મરવા માટે કેમ છોડી દીધા’? પિતાએ વિચાર્યું કે આ વાત મને કેમ ન સૂઝી?

ત્યારબાદ માધવે વૃક્ષોની જાણવણી ચાલુ કરી દીધી. એમણે રસ્તામાં ઘણા એવા વૃક્ષો જોયા હતા કે જેમાં લોકો ખીલ્લી મારતા હોય. જે વૃક્ષોમાં ખીલ્લી હતી એ બધી ખીલ્લી કાઢવાનું કામ માધવ પાટીલે શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેઓ 80 હજાર વૃક્ષોમાંથી ખીલ્લી કાઢી ચુક્યા છે. ત્યારબાદ એમણે વૃક્ષો પર જાહેરાતો, બેનર અને બોર્ડ લગાવતા લોકોને રોક્યા. એમણે લોકોને સમજાવ્યા. એમના પ્રયત્નોથી જ અમુક શહેરોમાં વૃક્ષો પર ખીલ્લી લગાવવી ગુનો જાહેર થયો છે. માધવ પાટીલ અને એમની સંસ્થા આ સેવાકાર્ય પુણે, મુંબઈ, સતારા, ભંડારા, અહેમદનગર, સોલાપુર, પનવેલમાં ચલાવી રહ્યા છે.

મિત્રો, આવી નાની-નાની મદદ, અભિયાન અને પ્રયત્નોથી જ એક દિવસ પરિવર્તન આવશે. આપણે પણ આગળ આવવું જોઈએ. આપણે પણ દેશ માટે કંઈક કરવું જોઈએ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!