ટીવી પર સીધી અને સંસ્કારી લાગતી વહુઓનો બીજો અવતાર – ૪ નંબરની તો હદ બહારનો નશો કરે અને પછી…….

આજકાલ સ્મોકિંગ કરવું ફેશન બની ગઈ છે અને આજના યુવાનો તો એમાં જ પોતાને કુલ સમજે છે જોકે તેઓ નથી જાણતા કે આમ કરવાથી એમનું સ્વાસ્થ્ય જોખમમાં છે. દારૂ અને સ્મોકિંગથી જીંદગી બરબાદ થઈ જાય છે. પરંતુ આજના સમયમાં જો તમે કોઈને સમજાવવા જાવ તો ઉલ્ટા એ લોકો આપણને બે-ત્રણ ખરી-ખોટી સંભળાવી દે. આવા વ્યસન ફક્ત સામાન્ય લોકોને નહીં ટીવી અને ફિલ્મી દુનિયાના લોકોને પણ છે. ટીવીમાં દરરોજ દેખાતી સંસ્કારી વહુઓ અસલ જીંદગીમાં શું-શું કરે છે એ વિશે ભાગ્યે જ સામાન્ય જનતા જાણતી હશે. ટીવી પર તો પૂજા-પાઠ કરે પણ અસલ જીંદગીમાં કંઈક અલગ જ હોય. ટીવી સીરીયલની 5 નશેડી વહુઓ કે જે સ્મોકિંગ અને ડ્રિન્ક કરે છે. જુઓ આ 5 નશેડી વહુઓની લિસ્ટ.

આ છે ટીવીની 5 સંસ્કારી નશેડી વહુઓ :

ટીવી પર દેખાતી બધી અભિનેત્રીઓ અસલ જીંદગીમાં પણ એવી જ સંસ્કારી હોય એ જરૂરી નથી. એવું પણ બને કે, તમે જે ટીવી પરની વહુનાં ચાહક છો તેણી અસલ જીંદગીમાં ડ્રિન્કર અને સ્મોકર્સ હોય શકે. ચાલો જણાવીએ આવી જ કેટલીક સીધી-સાદી લાગતી નશેડી અભિનેત્રીઓ વિશે. જુઓ કદાચ આ લિસ્ટમાં તમારી ફેવરીટ વહુ પણ હોય શકે.

(1) અંચિત કૌર :


નાના પરદા પર ખલનાઇકા તરીકે કામ કરનાર એક્ટ્રેસ અંચિત કૌરે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. અસલ જીંદગીમાં તેણી પણ ડ્રિન્ક અને સ્મોકિંગ કરે છે.

(2) ટીના દત્તા :


કલર્સ ચેનલની પોપ્યુલર સિરિયલ “ઉતરણ” માં ઈચ્છાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ ટીના દત્તા પણ અસલ જીંદગીમાં સ્મોકિંગ કરે છે. તેણી સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો માટે ખૂબ પોપ્યુલર છે.

(3) સારા ખાન :


વર્ષ 2006માં શરૂ થયેલ સિરિયલ “બિદાઈ” દ્વારા ઘર-ઘરમાં સીધી-સાદી સાધના તરીકે પોપ્યુલર થનાર એક્ટ્રેસ સારા ખાન પણ અસલ જીંદગીમાં સિગારેટ પીવે છે. આ સિવાય ઘણી વખત તેણી ડ્રિન્ક કરતા પણ જોવા મળી છે.

(4) સુમોના ચક્રવર્તી :


એક્ટ્રેસ સુમોના પણ ઘણી વખત સેટ પર સિગારેટ પીતા નજરે ચડે છે. સુમોનાને તમે કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની તરીકે જોઈ છે. તેણીએ બર્ફી જેવી હિટ ફિલ્મમાં કામ પણ કર્યું છે. આ ઉપરાંત તેણીએ ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

(5) કરિશ્મા તન્ના :


એક્ટ્રેસ કરિશ્મા પણ ડ્રિન્ક અને સ્મોકિંગ કરે છે. 34 વર્ષીય કરિશ્મા તન્નાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2002માં એકતા કપૂરની સીરિયલ “ક્યોંકી સાસ ભી કભી બહુ થી” દ્વારા કરી હતી. ત્યારબાદ કરિશ્માએ ગ્રાન્ડ મસ્તી, બિગ બોસ, નચ બલીએ અને કયામત કી રાત જેવી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!