આટલી હોટ છે પણ ફિલ્મો બધી જાય છે ફ્લોપ – કેટલાકની તો ઓલ ટાઈમ ફેવરિટ પણ છે
જરુરી નથી કે બોલીવુડમાં કામ કરનાર દરેક સિતારાઓ સફળ થાય પરંતુ દરેકનું સપનું હોય છે કે તે સફળ થાય. પરંતુ ઘણી એક્ટ્રેસ સાથે એવુ થાય છે કે તેની ફિલ્મો ચાલે કે ન ચાલે તેની બોલ્ડનેસનાં કારણે તે ફેમસ થાય છે. મતલબ કે ફિલ્મ ફ્લોપ હોય પરંતુ તેની એક્ટ્રેસ સુપરહિટ. અને આજે આપણે એવી જ એક એક્ટ્રેસની વાત કરવા જઇ રહ્યા છીએ જેનુ નામ છે વાણી કપૂર, વાણીના આજસુધીના કરિયરની દરેક ફિલ્મો ફ્લોપ રહી છે.
6 વર્ષના કરિયરમાં વાણીએ કરી માત્ર ત્રણ ફિલ્મો :

વાણીને આવનારી ફિલ્મ વૉર માં ઋતિક રોશન સામે કામ કરવાનો મોકો પહેલીવાર મળ્યો છે. તેના રોલ વિશે તે ખુશીથી કહે છે કે, “હું આ ફિલ્મમાં મિસ્ટર ઇંડિયા છુ” ટ્રેલરમાં મેલ સ્ટાર્સ પર ફોકસ છે અને વાણીના કરેક્ટર વિશે ડિટેઇલ્સ મળતી નથી.
આ જોઇને તેને કહ્યુ આ ફિલ્મ ટાઇગર અને ઋતિકનું છે. અને આ એક ઓલ બોય્જ એક્શન મુવી છે. હુ એવુ માનું છુ કે મારો રોલ નાનો છે પરંતુ સ્ટોરીલાઇન માટે ખુબ જ ક્રિટીકલ છે. એક્ટરની કાબિલિયત માટે સ્ક્રીન ટાઇમનું કોઇ મહત્વ હોતુ નથી. જે પણ હોય, સારો એક્ટર શાઇન જરુર કરી શકે છે.
વાણીએ જણાવ્યુ કે, ‘ઋતિકે મારી સાથે વાત કરવાની શરુઆત કરી અને હું એક અજીબ વ્યક્તિ છું, તે રિડિંગ દરમીયાન મારી સાથે સારી રીતે વાત કરતા હતા.’ તેના 6 વર્ષના લાંબા કરિયરમાં વાણીએ માત્ર ત્રણ જ ફિલ્મો કરી છે. ત્રણ વર્ષ પહેલા તેની ફિલ્મ બેફિક્રે ફ્લોપ ગઇ હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ તેની સાથે લીડ રોલમાં હતા.
આ ફિલ્મને લઇને વાણીનું કહેવુ છે કે ” કાશ તેને વધુ પ્રેમ મળતો, આ એક હેપ્પી મૂવી હતી. મને ઘણુ ખોટુ લાગ્યુ હતુ પરંતુ હું અચકાયા વગર આગળ વધી. હુ નિરાશ થવા નોતી માંગતી, આ મારા માટે એક સારો અનુભવ હતો અને મે આમાથી ઘણુબધુ શીખ્યુ છે”.
વાણીએ જણાવ્યુ ફ્લોપનું દર્દ :
જ્યારે વાણીને પુછવામાં આવ્યુ કે ફ્લોપ ફિલ્મનું દર્દ શું હોય છે. તેના પર વાણીએ જવાબ આપ્યો કે, ‘ આપણે આપણા કામની સફળતા અને નિષ્ફળતા સાથે જોડાયેલ રહેવું જોઇએ. એકવાર નિષ્ફળતા મળે તો પણ આગળ વધીને આગલા કામની શરુઆત કરવી જોઇએ. મહેનત કરવાથી એક દિવસ સફળતા જરુર મળે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.