સ્માર્ટફોન નો ૧ વર્ષનો ઉપવાસ અને બદલામાં મળશે લાખો રૂપિયા – જાણો શું છે વિગત

આજકાલની મોર્ડન દુનિયામાં સ્માર્ટફોન સૌથી જરૂરી વસ્તુઓમાંથી એક છે. માણસ એક ટાઇમ ખાધા વગર ભૂખ્યો રહી શકે પણ સ્માર્ટફોન નથી છોડી શકતો. એવામાં જો તમને એમ કહેવામાં આવે કે એક મહિના માટે સ્માર્ટફોન છોડી દ્યો તો શું તમે આના માટે રાજી થશો? તમે રાજી થશો કે નહીં, એ તમારી મરજી, પણ આવું કહેનાર વ્યક્તિ તમારી નજરમાં તમારો દુશ્મન બની જશે. હવે તો સુતા-જાગતા, હસતા-રમતા આપણને બધાને સ્માર્ટફોનની આદત પડી ગઈ છે. સ્માર્ટફોન આપણી જીંદગીનો અભિન્ન અંગ બની ગયો છે. તો ચાલો જાણીએ કે, અમારા આ લેખમાં તમારા માટે ખાસ શું છે?

જો અમે એમ કહીએ કે, તમારે એક વર્ષ સ્માર્ટફોન નથી ચલાવવાનો અને જેના માટે તમને એક મોટી રકમ મળશે, તો લગભગ તમે આના વિશે વિચારી શકો. જી હાં, એક કંપની છે, જે સ્માર્ટફોન નહીં વાપરવાની સ્પર્ધા રાખે છે. આ માટે કંપનીએ ઘણા નિયમ અને કાનૂન બનાવ્યા છે, જો તમે આ સ્પર્ધા જીતો તો તમને મોટી રકમ એટલે કે 70 લાખ રૂપિયા મળી શકે છે. એટલું જ નહીં, આના માટે તમારે આ કંપનીને ફક્ત એક વર્ષ આપવાનું છે અને એક વર્ષ સુધી તમારે તમારો સ્માર્ટફોન છોડી દેવાનો રહેશે અને જુના જમાનાનો ફોન વાપરવો પડશે.

વિજેતાને મળશે 70 લાખ રૂપિયા :


વિટામિન વોટર કંપનીએ એક સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં સ્માર્ટફોન યુઝર્સને ધ્યાનમાં લેવામાં આવે છે. જો કે, કંપનીનું કહેવું છે કે પોતાના માર્કેટિંગ કેમ્પેઈન માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે એક વર્ષ સુધી સ્માર્ટફોનથી દુર રહેવાનું છે. આ ઉપરાંત તમે કમ્પ્યૂટર અને લેપટોપ ચલાવી શકો છો મતલબ, તમે તમારી નોકરી ચાલુ રાખી શકો છો, બસ શરત એટલી જ છે કે એક વર્ષ સુધી તમારે સ્માર્ટફોન અડવાનો નથી. આ સ્પર્ધા જીતનારને 70 લાખ રૂપિયા આપવામાં આવશે.

08 જાન્યુઆરી સુધી કરાવો રજીસ્ટ્રેશન :


જણાવી દઈએ કે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 08 જાન્યુઆરી છે. 08 જાન્યુઆરી પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે, ત્યારબાદ તમે આ કોમ્પિટિશનમાં ભાગ નહીં લઈ શકો. કદાચ તમને એવું લાગતું હશે કે આ સ્પર્ધા ખૂબ સરળ છે, તમને એમ કે કંપનીને ક્યાં ખબર પડવાની કે તમે સ્માર્ટફોન વાપરો છો કે નહીં? તો અમે તમને જણાવી દઈએ કે, આના માટે કંપની તમારો લાઈડિટેક્ટર ટેસ્ટ કરીને તમારા ઉપર નજર રાખશે.

આ સ્પર્ધામાં આવી રીતે ભાગ લઈ શકો છો:


જો તમે આ અનોખી સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારતા હોવ તો ટ્વિટર અથવા ઈન્સ્ટાગ્રામ પર #nophoneforayear અને #contest લખીને એક પોસ્ટ કરી દો. આ સાથે તમારે પોસ્ટમાં લખવાનું છે કે, તમે એક વર્ષ સુધી સ્માર્ટફોન નહીં વાપરો. ઉપરાંત તમે કેમ ફોન છોડી રહ્યા છો અને પોતાના ફ્રી ટાઈમમાં હવે તમે શું કરશો? આ બધી વિગત પોસ્ટમાં લખવાની રહેશે. કંપની 22 જાન્યુઆરીએ આમાંથી એક વ્યક્તિનું નામ સિલેક્ટ કરશે અને ત્યારબાદ તેઓ એને એક વર્ષ સુધી સ્માર્ટફોન નહીં વાપરવાનું કહેશે. એટલું જ નહીં, કંપની એ વ્યક્તિને કી-પેડ વાળો જૂનો ફોન વાપરવા માટે કહેશે.

છે ને બાકી ગજબની અનોખી સ્પર્ધા !! તો ચાલો 70 લાખ જીતવા તૈયાર થઈ જાવ…

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!