Mojemoj.com

Best Gujarati Blog

અમિતાભ બચ્ચનનું નામ એમના માતાએ “ઇંકલાબ” રાખેલું – કારણ વાંચીને સલામ કરશો જ

સદીના મહાનાક અમિતાભ બચ્ચન કે જેને બોલીવુડ પર સૌથી વધુ રાજ કર્યુ છે આજે અમિતાભ તેના ફેમસ શો કૌન બનેગા કરોડપતિ ને લઇને ચર્ચાઓમાં છે. જેથી આ શો હિટ થવાની સ્થિતી પર છે. જી હા, અહિં ભાગ લેનારને અમિતાભ બચ્ચન માત્ર સવાલો જ નથી પુછતા, પરંતુ સાથે સાથે તેના અંગત જીવન વીશે પણ અમુક વસ્તુઓ શેર કરે છે. અમિતાભ બચ્ચને હાલમાં જ તેની પર્સનલ લાઇફ વીશે એક વાત શેર કરી છે. જે સાંભળીને બધા ખુસ થઇ ગયા.

હોટ શીટ પર બેઠેલા ભાગલેનાર વ્યક્તિ એ અમિતાભને તેના નામ વિશે સવાલ કર્યો, ત્યારબાદ અમિતાભે તેની ખુદની આ કહાની પુરી દુનિયા સામે શેર કરી. જણાવી દઇયે કે અમિતાભનું નાનપણનું નામ ઇંકલાબ હતુ, તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે. આ વખતે અમિતાભે પહેલી વખત તેના નામ વીશે ખુલીને વાત કરી અને જણાવ્યુ કે આખરે તેનું નામ ઇંકલાબ કેમ પડ્યુ હતું. અને પછે તેનું નામ કેમ બદલી ગયુ, જેને સાંભળીને તેના ફેંસ ખુશ થઇ ગયા.

અમિતાભનું નાનપણનું નામ ઇંકલાબ હતું :

જ્યારે અમિતાભના જીવનની શરુઆત થયેલી ત્યારે તેનું નામ ઇંકલાબ હતું. જી હા, બાળપણમાં સદીના મહાનાયક અમિતાભને ઇંકલાબ નામથી ઓળખવામાં આવતા. તે સમયે તેને અમિતાભ બચ્ચનથી કોઇ ઓળખતું જ નહી કેમ કે ત્યારે તેનું નામ ઇંકલાબ બચ્ચન હતું. તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે, એ વાત તેને કોન બનેગા કરોડપતિમાં હાલમં જ શેર કરી હતી. જેથી આજે હરકોઇ તેની માતાના વખાણ કરી રહ્યા છે. પરંતુ સમય અને હાલતના કારણે તેને તેનું નામ બદલવું પડ્યુ.

કેમ પડ્યુ હતું અમિતાભનું નામ ઇંકલાબ :

આ વિષય પર વાત કરતા અમિતાભ બચ્ચને કહ્યુ કે મારો તેનો જન્મ વર્ષ 1942 માં થયો હતો અને તે સમયે ગાંધીજી નું ભારત છોડો આંદોલન ચાલુ હતું. જેના કારણે આખા દેશમાં ઇંકલાબ ના નારા ગુંજતા હતા. આ સમયે મારી માતા 8 મહિનાનાં ગર્ભમાં હતી. તો પણ તે આંદોલનની રેલીમાં ભાગ લેવા પહોંચી ગઇ.

જ્યારે આ વાતની ખબર તેના પરીવારના સભ્યોને પડી તો તે ગુસ્સે થયા અને કહ્યુ કે આવી હાલતમાં બહાર જ ન જવું જોઇએ. તે દિવસે જ નક્કી કરી લીધુ હતું કે જો દિકરો થસે તો તેનું નામ ઇંકલાબ રાખવામાં આવશે અને મારુ નામ ઇંકલાબ રાખવમાં આવ્યું. જે બદલીને હવે અમિતાભ બચ્ચન થઇ ગયુ.

ટીઆરપી લિસ્ટમાં છે કોન બનેગા કરોડપતિ :

જણાવી દઇયે કે અમિતાભ બચ્ચનનો શો કોન બનેગા કરોડપતિનું સિઝન 11 સતત ટીઆરપી લિસ્ટમાં હતુ. જેનાથી આ વખતે દર્શકોને ખુબ જ પ્રેમ મળ્યો છે. જણાવી દઇયે કે આ વખતે અમિતાભ આ શો દ્વારા તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ અમુક કીસ્સાઓ શેર કરતા જોવા મળ્યા છે. જેના કારણે લોકોનો રસ ખુબ જ વધી રહ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!