આ એક્ટરને હદ બારનો પ્રેમ કરતી હતી અમૃતા સીંઘ – પ્રેમમાં ધોખો મળતા સૈફ સાથે પરણી ગઈ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લવ સ્ટોરી વિશે તો બધા જાણે છે. કઈ રીતે તેઓ એકબીજાનાં પ્રેમમાં પડ્યા અને સૈફએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને અમૃતા સાથે લગ્ન કરી લીધા હતાં. અમૃતા સિંહએ એક વખત સિમી ગ્રેવાલનાં ચેટ શોમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે, સૈફ કેટલી હદ સુધી એના દિવાના હતા. અમૃતાએ સૈફ સાથેની પહેલી મુલાકાત વિશે પણ જણાવ્યું હતું.


પરંતુ ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે, સૈફ સાથે પ્રેમ અને લગ્ન થયા એ પહેલાં અમૃતાનું અફેર સની દેઓલ સાથે હતું. હકીકતમાં સની દેઓલ અને અમૃતાએ વર્ષ 1983માં ફિલ્મ બેતાબ દ્વારા બોલિવૂડમાં એકસાથે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહીટ રહી હતી અને આ દરમિયાન જ બંને નજીક આવ્યા હતાં. ચારેબાજુ બંનેનાં અફેરની ચર્ચાઓ થવા લાગી હતી કારણ કે સની દેઓલ પહેલેથી જ પરણેલો હતો. પણ આ વાત એમણે બધાથી છૂપાવીને રાખી હતી. ત્યાં સુધી કે અમૃતાને પણ આ વિશે કોઈ જાણકારી નહોતી.

જણાવી દઈએ કે, સની દેઓલ નહોતા ઈચ્છતા કે એમની ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં કોઈને ખબર પડે કે તેઓ પરણેલા છે. કારણ કે એનાથી સની દેઓલની રોમેન્ટિક ઇમેજ પર નકારાત્મક અસર થવાની સંભાવના હતી. સની દેઓલનાં આ લગ્ન એક બિઝનેસ એગ્રીમેન્ટ હતાં. એટલે જ્યાં સુધી એમની ફિલ્મ રિલીઝ ન થઈ ત્યાં સુધી એમની વાઈફ પૂજા લંડનમાં રહી હતી.

સની દેઓલ છાનામાના એમને મળવા માટે લંડન જતા. પણ એમનું આ સિક્રેટ વધુ સમય સુધી ટકી ન શક્યું. થોડા દિવસોમાં જ લોકો સમજી ગયા કે સની દેઓલ પરણેલા છે. જોકે એ વખતે એમણે આ વાતનો સ્વીકાર નહોતો કર્યો. પણ જ્યારે અમૃતાને સની દેઓલની સચ્ચાઈની જાણ થઈ ત્યારે તેણીએ સની સાથે પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો.

અમૃતાએ જણાવ્યું કે, આ વાત સાચી છે કે તેણી સની દેઓલને કારણે સૈફઅલી ખાનને ઇગ્નોર કરતી હતી. પરંતુ સની દેઓલની બેવફાઈ બાદ તેણી સૈફનાં પ્રેમમાં પડી ગઈ. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સૈફની માતા શર્મિલા બિલકુલ નહોતી ઇચ્છતી કે સૈફ અમૃતા સાથે લગ્ન કરે. અમૃતા, સૈફ કરતા ઉંમરમાં પણ ઘણી મોટી હતી. પરંતુ સૈફએ કોઈની વાત ન સાંભળી. તે અમૃતાનાં પ્રેમમાં પાગલ હતા. તેથી એમણે પોતાના પરિવારની મરજી વિરૂદ્ધ જઈને અમૃતા સાથે લગ્ન કરી લીધા.

અમૃતા અને સૈફનાં બે બાળકો પણ છે. સારા અને ઈબ્રાહીમ. સારાએ પોતાની માતાની જેમ બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. તેણીએ ફિલ્મ કેદારનાથ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. એની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી હિટ રહી હતી ત્યારબાદ તેણીની ફિલ્મ સિમ્બા આવી. આ પિક્ચરે તો ધમાલ મચાવી હતી. આજકાલ સારા પોતાની અપકમિંગ ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. જે રીતે સારાની શરૂઆતની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને સારાને લોકોનો પ્રેમ મળી રહ્યો છે, આ બધું જોતા લાગી રહ્યું છે કે, સારા આવનાર દિવસોમાં પોતાની માતાની જેમ એક બહેતરીન અભિનેત્રી સાબિત થશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!