આજના જમાનાના આ સિતારાઓને જરા પણ સેલીબ્રીટી ઘમંડ નથી – આ રીતે ફેન્સને મળતા રહે છે

કહેવાય છે કે જ્યારે વ્યક્તી સફળતાની ઉંચાઇ પાર કરી લે છે તો પણ તેના પગ હંમેશા જમીન પર જ રહેવા જોઇએ. કેમ કે મોટાભાગે જોવા મળે છે કે સફળ થયા પછી તો ભુલી જાય છે કે તે મુકામ સુધી પહોંચવા માટે તેને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.એ વાત કોઇકે સાચી જ કહી છે કે વ્યક્તીએ તેના ખરાબ દિવસો ક્યારેય ભુલવા ન જોઇએ. કેમ કે જ્યારે તેને યાદ રહેશે કે તે કેવી હાલાતમાંથી પસાર થયો છે ત્યારે તો તે જમીન સાથે જોડાયેલ રહેશે અને કોઇ અન્ય સાથે ખરાબ વ્યવ્હાર નહી કરે.

ઘમંડ એક ખરાબ વસ્તુ છે. તે સારા સારા ના મગજ ખરાબ કરી દે છે. પરંતુ સાચા અર્થમાં સફળ તે જ વ્યક્તી કહેવાય છે જે સફળ થયા પછી પણ જમીન સાથે જોડાયેલ રહે છે અને તેના જીવનમાં રહેલ દરેક લોકોની ઇજ્જત કરે છે. સફળ તે જ વ્યક્તી થાય છે જે સંબંધોનું મહત્વ જાણે છે અને જેના મનમાં ઘમંડ નથી હોતુ. આજે આ પોસ્ટ દ્વારા અમે તમને ફિલ્મ ઇંડસ્ટ્રીઝના અમુક એવા કલાકારો વિશે જણાવીશુ જે ફેમસ અને સક્સેસફુલ થયા પછી પણ જરાય ઘમંડી નથી.

કાર્તિક આર્યન :

થોડા જ સમયમાં કાર્તિક આર્યન બોલીવુડના જાણીતા હિરો બની ગયા છે. પ્યાર કા પંચનામા, સોનૂ કે ટીટૂ કી સ્વીટી અને લુક્કા છુપી જેવી હિટ ફિલ્મોમાં કામ કરીને કાર્તિક છોકરિયુની પહેલી પસંદ બની ગયા છે. કાર્તિકને એ વાતનું જરાય ઘમંડ નથી કે તે એક એક્ટર છે. તે આજે પણ તેના ફેંસને કોઇ સામાન્ય માણસની જેમ જ મળે છે.

સારા અલી ખાન :

લગાતાર બે હિટ ફિલ્મો આપીને સારા અલી ખાન બોલીવુડની એક ફેમસ અભિનેત્રી બની ગઇ છે, તેને થોડા જ સમયમાં પોપ્યુલારિટીના મામલામાં ઇંડસ્ટ્રીઝની મોટી મોટી હિરોઇનોને પાછળ રાખી દિધા છે. આજે તેને ઇંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે. સારા સ્ટાર હોવા છતા ખુબ જ સાદી રીતે રહે છે અને તેને તેની પ્રસિદ્ધિનું જરાય ઘમંડ નથી.

ટાઇગર શ્રોફ :

ટાઇગર શ્રોફ આજે બોલીવુડમાં જાણીતુ નામ છે. જો કે ટાઇગરને ફિલ્મોમાં આવવાનો હજુ વધુ સમય નથી થયો પરંતુ તેને તેની એક્ટિંગ અને હોટનેસથી બધાનું દિલ જીતી લીધુ છે. તે એક સારા એક્ટર/ડાંસર હોવાની સાથે સાથે એક સારા માણસ પણ છે. ટાઇગરની પણ આજે સારી એવી ફેંસ ફોલોવિંગ છે. પરંતુ તે તેની પ્રસિદ્ધિ  પર ક્યારેય ઘમંડ નથી કરતા.

અનન્યા પાંડે :

અનન્યા પાંડે ભલે માત્ર એક જ ફિલ્મમાં નજરે આવી છે પરંતુ તે એક ફિલ્મ કરીને જ બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઇ છે. અનન્યાએ હાલમાં જ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડેંટ ઑફ ધ યર’ થી ડેબ્યુ કર્યુ છે. હવે અનન્ય સ્ટાર કિડ ની સાથે સાથે એક્ટ્રેસ પણ બની ગઇ છે. પરંતુ તે વાતનું તેનામા જરા પણ ઘમંડ નથી. તે તેના ફેંસને ઘણી સળરતાથી મળતી રહે છે.

વરુણ ધવન :

વરુણ ધવન ફેમસ ડાયરેક્ટર ડેવિડ ધવનનો દિકરો છે. વરુણે થોડા જ સમયમાં બોલીવુડમાં પોપ્યુલારિટી મેળવી છે. તે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી શક્યા છે. કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડંટ ઓફ ધ યર્સ’ વરુણની પહેલી ફિલ્મ હતી. તે આજે બોલીવુડના સૌથી ફેમસ હિરોમાંથી એક છે પરંતુ તેને તેનુ અભિમાન જરાય નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!