જો છોકરીને લફરું હશે તો? વર્જિન નહિ હોય તો? – દીકરા માટે છોકરી જોવા જાય ત્યારે થતા ૧૦ સવાલો વાંચો

જ્યારે છોકરો જવાન થાય એટલે તેના માતા પિતા તેના લગ્ન કરવનાં અને ઘરમાં વહુ લાવવાનાં સપના જોવા લાગે છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે આવનારી વહુ પર જેટલો ડાઉટ છોકરાને ન હોય એનાથી વધારે છોકરાના માં-બાપને હોય છે. તેથી તે જ્યારે પણ તેના દિકરાનો સંબંધ નક્કી કરવા જાય ત્યારે તેના મનમાં ઘણા પ્રકારનાં વિચારો હોય છે. ઘણા તો આ લેવલ પર ચેકિંગ પણ કરાવે છે એટલે કે તેના દિકરા માટે આ છોકરી બરોબર છે કે નહિ.

1. માં ને ટેંશન હોય છે કે તેની આવનારી વહુ ન જાણે કેવી હસે? ક્યાંક તે મારા દિકરાના કાન ભરીને મારાથી દુર ન કરી દે.

2. મોટાભાગે વહુ આવ્યા પછી ઘરના ભાગ પડી જતા હોય છે. તેથી માં-બાપને એ પણ ચિંતા રહે છે કે ક્યાંક તેની આવનરી વહુ ને લીધે ઘરનાં ભાગલા ન પડે.

3. ઘરનાં કામ કાજમાં છોકરી કેટલી માહિર છે એ પણ છોકરા વારા જોવે છે. જો કે બધા આવું ન પણ જોતા હોય. ઘણાને ઘર કામમાં માહિર વહુ જોતી હોય તો ઘણા અન્ય ગુણો પર પણ મહત્વ આપતા હોય છે.

4. છોકરનાં માં-બાપ એ પણ જોવે છે કે છોકરીની વાત કરવાની રીત કેવી છે, તે કેટલી સંસ્કારી છે.

 

5. છોકરી હાલમાં સિંગલ છે કે નહી? તેનો બોયફ્રેંડ તો નથી ને? શું તે લગ્ન તેની મરજી થી કરી રહી છે કે પછે પરિવારના દબાવથી હા બોલી રહી છે.

6. ઘણા છોકરા વાર એવું પણ જાણવા માંગતા હોય કે લગ્ન પછી તે નોકરી કરશે કે નહિ. અને જો કરશે તો કયા શહેરમાં અને કઇ પ્રકારની નોકરી કરશે. એટલે કે મોટા ભાગના લોકો નથી ઇચ્છતા કે તેના ઘરે આવ્યા પછી છોકરી નોકરી કરે. તેમજ નોકરી માટે શહેર બહાર જવા નથી દેતા તેથી નોકરી માટે એકવાર વિચાર જરુર કરે છે.

7. છોકરી કેટલી મોર્ડન છે અને લગ્ન પછી કેવા કપડા પહેરશે એ વિચાર પણ ઘણા પરીવારો કરતા હોય છે. ખાસ કરીને જૂના વિચાર વારા પરીવારો આ વિચાર કરે છે જે ઘરમાં સાળી સિવાય મોર્ડન કપડા પહેરવાની મનાઇ હોય છે.

8. છોકરી ખરેખર સુંદર છે કે તેને મેકપ કર્યો છે, આ વાત પણ જ્યારે છોકરીને પહેલી વાર જોવે ત્યારે વીચારતા હોય છે. ઘણા લોકોનો વિચાર હોય છે કે તેના ઘરની શાન વધારવા માત્ર સુંદર વહુ જ જોઇએ. જો કે આ વાત ખરાબ કહેવાય પરંતુ અમુક પરિવારના આવા વિચાર પણ હોય છે.

9. છોકરીના કેવા કેવા શોખ છે એ પણ છોકરાના માં-બાપ જાણવા માંગે છે. તેનાથી તે અંદાજો લગાવે છે કે છોકરી તેના ઘરના માહોલ માં અને દિકરા સાથે એડજસ્ટ થસે કે નહી.

10. છોકરીનો સાચો સ્વભાવ કેવો છે? શું તે અત્યારે શાંત લાગે છે એવી જ છે? કે પછે વધુ બોલે છે કે ગુસ્સા વાળી છે. આ ડાઉટ પણ છોકરા વારાના મનમાં રહેતા હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!