દિવાળી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય એના માટે આટલું ધ્યાન રાખો – ભૂલથી પણ આ રીતે ઘર શણગારો નહિ
જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ લોકો દિવાળીની તૈયરીઓ કરવામાં વ્યસ્ત છે. અને એ વાત તો તમે બધા જાણો જ છો કે હિંદુ ધર્મ માટે દિવાળી સૌથી મોટો તહેવાર છે અને આ દિવસને ખાસ બનાવવા માટે લોકો મહિના પહેલા જ તૈયારીઓ ચાલુ કરી દેતા હોય છે. ખાસ કરીને ઘરની અથવા ઓફીસની સાફ સફાઇ કરવામાં આવે છે અને શણગારવામાં આવે છે.

તેમજ મિઠાઇઓ બનાવવામાં આવે છે. ઘરના દરેક ભાગને ખાસ રીતે શણગારવામાં આવે છે. તેમજ ઘરમાં અને ઘરની બહાર રંગબેરંગી લાઇટો લગાવીને રાતની રોશની વધારવામાં આવે છે. તેમજ હરની સજાવટમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ઘર વધુ આકર્ષિત લાગે.
જો કે ઘણા ઓછ લોકો એ વાત જાણતા હસે કે ઘરની સજાવટ માટે અમુક ખાસ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ તમારા માટે અશુભ માનવામાં આવે છે. આવી અમુક વસ્તુને લીધે અપશુકન થઇ શકે છે અને નેગેટિવ એનર્જી ફેલાઇ શકે છે.
જો આવું થસે તો લક્ષ્મિ તમારા ઘરે નહિ આવે. તેથી એ વાત જાણવી ખુબ જ જરુરી છે કે દિવાળીની સજાવટ માટે અમુક ખાસ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવો ન જોઇએ. તો ચાલો જાણીયે આવી અમુક ખાસ વસ્તુઓ વીશે..
ચામડાથી બનેલી વસ્તુઓ :
સજાવટની વસ્તુઓ ઘણી પ્રકારને વસ્તુઓની મિલાવટથી બની હોય છે. તેથી ડેકોરેશનની જો કોઇ પણ વસ્તુ ચામડાથી બનેલી હોય અથવા તેમા થોડા પ્રમાનમાં પણ જો ચામડાનો ઉપયોગ થયો હોય તો તમે તેને દિવાળીની સજાવટમાં ઉપયોગ ન કરો. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે. તેમજ દિવાળીની પૂજા કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખો તમારી પાશે બેલ્ટ, પર્શ કે અન્ય ચામડાની વસ્તુ ન હોય.
કાળો કલર :
મિત્રો જણાવી દઇયે કે દિવાળી પર કાળા કલરનો ઉપયોગ કરવાનું ટાળી જ દો, પછી ભલે દિવાલ પર પેઇંટ કરાવતા હોય કે રંગોળી બનાવી રહ્યા હોય કે ઘરનું લાઇટિંગ કરી રહ્યા હોય કળો રંગ જેટલો ઓછો ઉપયોગ કરશો એટલુ તમારા માટે સારુ રહેશે. જો સજાવટની પણ કોઇ વસ્તુ ખરીદતા હોય તો પણ દ્યાન રાખો કે તેમા કાળો કલર ઓછામાં ઓછો ઉપયોગ થયો હોય. કાળો કલર નેગેટિવ એનર્જીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તેને દિવાળી જેવા પાવન પર દુર જ રાખવો જોઇએ.
વાસી ફુલ :
દિવાળે પર માં લક્ષ્મીને હંમેશા તાજા અને ફ્રેશ ફુલ જ ચડાવવા જોઇએ. ઘણી વખતે લોકો ફુલ અગાઉ થી ખરીદી લેતા હોય છે અથવા દુકાનેથી જુના ફુલો લાવતા હોય છે. તેથી ધ્યાન રહે કે જો તમે દિવાળીની સજવટમાં પણ જો ફુલનો ઉપયોગ કરો છો તો તે તાજા જ લાવવા જોઇએ. વાસી ફુલ ઉદાસિનતા અને નેગેટિવીટી ફેલાવે છે. અને આ વસ્તુ માં લક્ષ્મીને બિલકુલ પસંદ નથી હોતી તેથી તે તમારા ઘરે આવવાનું પસંદ નહી કરે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.