આજે ખુબ જ ફીટ લાગતી બોલીવુડની આ અભિનેત્રીઓ હતી એક સમયે ખુબ જ જાડી – ફોટા જોઈ વિશ્વાસ નહિ આવે
બોલીવુડ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કામ કરનાર દરેક સિતારાઓ તેનું નામ મોટું કરવા માંગતા હોય છે. ઘણા સિતારાઓએ તો અહી આવવા માટે ખુદને એટલા બદલી નાખ્યા કે તેની પહેલી અને આજની તસ્વીર જોઇને ઓળખવા મુશ્કેલ છે. અહી અપણે વાત કરવાના છીએ જેને તેની ફિલ્મોમાં આવ્યા પહેલા તેનો વજન ખુબ જ વધારી લીધો હતો અને આજે તે ખુબ જ ફીટ બોડી સાથે રહે છે. ક્યારેક ખુબ જ જાડી હતી બોલીવુડની આ ૫ એક્ટ્રેસ, પરંતુ આજે તમે તેને જોઇને વિશ્વાસ નહિ કરો કે આ તે જ અભિનેત્રીઓ છે.
ક્યારેક ખુબ જ જાડી હતી આ અભિનેત્રી :

બોલીવુડમાં કામ કરનાર તમામ એક્ટ્રેસએ ફિલ્મોમાં આવ્યા પહેલા ખુદને ઘણી બદલી છે. ઘણીએ તેનાં નાકની સર્જરી કરવી તો ઘણીએ તેના ચહેરાની પરંતુ આજે આપણે જે પાંચ અભિનેત્રીઓની વાત કરવાના છીએ એને તો વજન ઓછુ કર્યું છે એક સમય માં ખુબ જ જાડી હતી પરંતુ તેને સાબિત કરી દીધું કે માનસ ઈચ્છે તો ગમે તે કરી શકે.
પરિણીતિ ચોપડા :
વર્ષ 2012 માં આવેલ ફિલ્મ ઈશ્કજાદે માં કામ કાર્ય પહેલા પરિણીતિનું વજન પણ ખુબ વધારે હતું. પરંતુ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છાથી તેને પ્રેરણા મળી અને તેને તેનું વજન ઓછુ કરીને તેને ફિલ્મોમાં ટ્રાઈ કરી અને ફિલ્મ ઈશ્કજાદે ની પહેલ તે ફિલ્મ લેડીસ વર્સેસ રિકી બહાલામાં તે નાજારે આવી ચુકી હતી.
આલિયા ભટ્ટ :
વર્ષ 2012 થી સ્ટુડન્ટ ઓફ ધ ઈયર થી તેના કરિયરની શરૂઆત કરનાર આલિયા એક સમયે ખુબ જાડી હતી. અને તેના ઘરમાં તેને બધા આલું કહીને જ બોલાવતા. પરંતુ કારણ જોહરે તેનો વજન ઓછો કરાવ્યો અને આજે તેનો લૂક જોઈને હરકોઈ તેના દીવાના થઈ જાય છે.
સોનાક્ષી સિન્હા :
ફેશન ડીઝાઇનરનું કામ કરનાર સોનાક્ષી પણ એક સમયે ખુબ જ જાડી હતી. એક સમય હતો જયારે સલમાન ખાન તેની દબંગ ફિલ્મ માટે એક્ટ્રેસ શોધી રહ્યા હતા અને તેની નજર સોનાક્ષી પર પડી પરંતુ તે ખુબ જાડી હતી. ત્યારે સલમાને તેને કહ્યું ફિલ્મોમાં કામ કરીશ આ સાંભળીને સોનાક્ષી એકસાઇટેડ થઈ ગઈ પરંતુ સલમાને એક શરત રાખી કે જો 6 મહિનામાં વજન ઓછો કરશે તો વિચારશે.સલમાન સાથે કામ કરવાના ચક્કરમાં સોનાક્ષીએ તેનાવજન પર કામ કરવાનું ચાલુ કર્યું અને તેનું પરિણામ તો તમે દબંગ માં રાજ્જોના રૂપમાં જોઈ લીધું હશે.
ભૂમિ પેડનેકર :
ફિલ્મ દમ લગાકર હઈશા માં જો તમે ભુમી ને જોઈ હશે તો તે અસલમાં જાડી જ હતી. પરંતુ તેની બીજી ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથામાં તેનો લૂક ઘણો બદલી ગાયો હતો. આ તેની મહેનતનું પરિણામ છે જે ફિલ્મોમાં જોવા મળ્યું અને હવે તમે તેને જોશો તો અંદાજ પણ નહિ લગાવી શકો કે ભૂમિ આટલી જાડી પણ હતી.
એકતા કપૂર :
ટીવી ક્વીન એકતા કપૂર જે આજે વેબ સીરીઝ અને ફિલ્મો પ્રોડ્યુસ કરીને એક અલગ જ ઓળખાણ બનાવે છે. આમ તો તે સુપરસ્ટાર જીતેન્દ્રની દીકરી છે અને તેને પિતાથી પણ વધુ ખાસ ઓળખાણ ઉભી કરી છે. આજકાલ તે ખુબ જ હોટ લૂકમાં જોવા મળે છે. પરંતુ એક સમયે એકતા ખુબ જ જાડી હતી. પરંતુ આજે તેને તેની મહેનતથી ખુદને સુંદર અને ફીટ બનાવી લીધી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.