બોલીવુડમાં ફેમસ થવા માટે હિંદુ નામ અપનાવ્યા આ 5 મુસ્લિમ સિતારાઓએ – એકે તો મહાભારતમાં પણ કરેલુ છે કામ

દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇંડસ્ટ્રીઝમાં બોલીવુડનું નામ આવે છે. વર્ષે અહિં ઘણીબધી ફિલ્મો બને છે અને દરવર્ષે અહિં હજારો લોકો તેની કિસ્મત ચમકાવવા આવે છે. ઘણાની ફિલ્મો સારી હોય છે જેને વધુ સ્ટ્રગલ કરવાની જરુરત રહેતી નથી અને તે થોડા જ સમયમાં બોલીવુડના સ્ટાર બની જાય છે. જ્યારે ઘણાની કિસ્મત એટલી ખરાબ હોય છે કે વર્ષો મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને નિરાશ થઇ ને બોલીવુડ છોડવું પડે છે.

બોલીવુડમાં માત્ર હિંદી ભાષી જ કામ નથી કરતા. તે દરેક પ્રદેશના લોકોને કામ આપે છે. કેમ કે, એક કલાકાર અને તેની કલાને બાંધી નથી સકાતી. કલાકારોની તુલના હિંદુ મુસ્લિમમાં કરવી ન જોઇએ. એક કલાકાર માત્ર એક કલાકાર હોય છે. તેની સાથે ભેદભાવ કરવો એ ખરાબ વાત છે અને આ વાત બોલીવુડ સારી રીતે સમજે છે તેથી તો દરેક જાતીના લોકોને અહિં કામ મળે છે. બોલીવુડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે મુસ્લિમ હોવા છતા હિંદુ નામથી પ્રખ્યાત થયા છે. એવામાં આજે અમે તમને આવા 5 કલાકારો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

લિદીપ કુમાર :

દિલીપ કુમાર બોલીવુડના સુપરસ્ટાર છે. ફિલ્મોમા આવ્યા પછી તેને તેનુ નામ મોહમ્મદ યુસૂફ ખાન માંથી બદલાવીને દિલીપ કુમાર રાખી દીધુ હતુ. દિલીપ કુમારના પિતાનું નામ લાલા ઘુલામ સરવાર હતુ જે એક મુસ્લિમ પરિવારમાંથી છે. તેને આયશા નામની એક હિંદુ છોકરી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તેનું નામ આયશા બેગમ રાખી લીધુ હતુ. જણાવી દઇયે કે દિલીપ કુમારના લગ્ન અભિનેત્રી સાયરા બનો સાથે થયા છે.

રીના રૉય :

 

રીના રૉય તેના જમાનાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક હતી. ઘણા ઓછા લોકોને ખબર હસે કે રીના રૉય એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને તેનું અસલી નામ સાયરા અલી ખાન છે. હિ6દી ફિલ્મોમાં કામ કરવા માટે અને ફિલ્મની દુનિયામાં ફેમસ થવા માટે તેને તેનું નામ બદલીને રીના રૉય રાખી દીધુ. જણાવી દઇયે કે રીના રૉય અને શત્રુઘ્ન સિન્હાનું અફેર ખુબ જ ચર્ચામાં રહ્યુ હતુ.

નિમ્મી :

નિમ્મીનું નામ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે. તેને પોતાના ફિલ્મ કરીયરની શરુઆત 1949 ની સુપરહિટ ફિલ્મ ‘બરસાત’ થી કરી હતી. જણાવી દઇયે કે બોલીવુડમાં નિમ્મીના નામે ફેમસ અભિનેત્રીનું અસલી નામ નવાબ બાનો હતુ અને તે એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. પરંતુ આ વાત ઘણા ઓછા લોકો આ વાત જાણે છે.

જગદીપ :

જગદીપ બોલીવુડના ક્લાસિક કૉમેડિયન હતા. તે અત્યારસુધીના શીર્ષ કોમેડી સિતારાઓમાંથી એક છે. તમણે જાણીને હેરાણ થઇ જસો કે જગદીપ 400 થી પણ વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ફિલ્મ ‘શોલે’ અને ‘અંદાજ અપના અપના’ માં તેના અભિનય માટે આજે પણ લોકો તેને યાદ કરે છે. જણાવી દઇયે કે જગદીપ એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને તેનું અસલી નામ ઇસ્તિયાક અહમદ જાફરી હતી. પરંતુ ફિલ્મોમાં આવવા માટે તેને તેનું નામ બદલીને જગદીપ રાખી લીધુ હતુ.

અર્જુન :

અર્જુન 90માં દસક માં સૌથે વધુ જાણીતા કલાકાર હતા. તે જિગર, મહેંદી, કરણ અર્જુન જેવી ઘણી ફિલ્મોમાં નજરે આવી ચુક્યા છે. જણાવી દઇયે કે અર્જુન પણ એક હિંદુ નામ અપનાવીને બોલીવુડમાં ફેમસ થયા છે. ફિલ્મો માં આવ્યા પહેલા લોકો તેને ફિરોઝ ખાન ના નામથી ઓળખતા હતા. જો તમે હજુ સુધી અર્જુનને ઓળખી નથી શક્યા તો તમને જણાવી દઇયે કે તે એ જ છે જે બી આર ચોપડાના પ્રખ્યાત પૌરાણિક શો ‘મહાભારત’ માં અર્જુનનો કિરદાર નિભાવતા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!