ઘરે આવેલા મહેમાનો પર વટ પાડી દેશે – ૨૦ ખુબ જ આસાનીથી થઇ શકે એવી રંગોળી
દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બજાર પણ સજીધજીને તૈયાર થઈ ગયું છે. ડિઝાઈનર દીવાથી લઈને કોડીયા, રંગબેરંગી લાઈટ વાળા ઝૂંમ્મર અને કેન્ડલ પણ બજારમાં મળી રહ્યા છે. બદલાતા સમય સાથે ઘરની સજાવટ કરવાની રીતો પણ બદલાઈ રહી છે.

આમ તો આપણા જીવનની અંદર કેટલાયે રંગો છે અને દરેક તહેવાર પણ રંગબેરંગી હોવાથી તે આપણા જીવનમાં વધારે રંગોને ભરી દે છે.
ફક્ત હોળીના રંગો જ પુરતા નથી તેને માટે. દિવાળીમાં પણ લોકો ઘર-આંગણે કેટલાયે રંગો દ્વારા પોતાના આંગણાને શણગારે છે. આ રંગોળી હિંદુ ધર્મની અંદર લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દરેક ઘરની આગળ દિવાળીના દિવસે તમને સુંદર રંગોળી અવશ્ય જોવા મળશે.
દિવાળી આવવાના થોડાક જ દિવસ બાકી હોય તે પહેલાં જ નાની બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ રંગોળી શીખવાની શરૂઆત કરી દે છે. દિવાળીના દિવસે દરેકના ઘર-આંગણે સુંદર દેખાતી રંગોળી માટે કેટલી મહેનત કરવી પડી છે અને ત્યાર બાદ બને છે એક સુંદર રંગોળી.
મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આને દિવાળીના ટાણે જ લગાવવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં રોજ દરેકના ઘર આંગણે સવારે સવારે પહેલાં ઘરની સ્ત્રીઓ નાહી ધોઈને રંગોળી પુરે છે અને પછી જ ઘરનું કામ કરે છે. તેઓનું માનવું છે કે આ ચિત્ર ઘરની અંદરના ધન-ધાન્યને પરિપુર્ણ રાખવામાં જાદુ જેવો પ્રભાવ કરે છે.
રંગોળીને મોટે ભાગે સ્ત્રીઓ પોતાને હાથ વડે જ બનાવે છે પરંતુ જેને બરાબર ન આવડતી હોય તેઓ આજલાક બજારથી રંગોલીની ડિઝાઈન માટે તૈયાર નમુના લઈ આવે છે. જેને જમીન પર મુકીને તેની ઉપર રંગોળીના કલર ભભરાવી દેવાથી સુંદર ડિઝાઈન તૈયાર થઈ જાય છે. પરંતુ હાથથી બનાવેલી રંગોળીની મજા જ કંઈ અલગ હોય છે.
દિવાળીના તહેવાર સમયે સૌથી વધારે વ્યસ્ત મહિલાઓ રહેતી હોય છે. ઘરની સાફ-સફાઈ, નવી સજાવટ, નાસ્તા બનાવવા, પૂજા કરવી, જો કે આ બધા કામમાં સૌથી મહત્વનું હોય છે રંગોળી કરવાનું.
અવનવી અને સૌથી અલગ રંગોળી પોતાના ઘરના આંગણામાં બને તે માટે કલાકોનો સમય ઘરની સ્ત્રીઓ રંગોળી બનાવવામાં ફાળવી દે છે.
રંગોળી કરતી વખતે સૌથી મોટી ગળમથલ એ રહેતી હોય છે કે કેવી ડિઝાઈન અને રંગોથી રંગોળી બનાવવી.
યારે તમારા માટે આ વર્ષે દિવાળીની રંગોળી બનાવવાના ખાસ વિકલ્પ અહીં રજૂ કરવામાં આવ્યા છે. દિવાળીના ખાસ દિવસોમાં તમે અહીં દર્શાવેલી કોઈપણ રંગોળીને સરળતાથી પોતાના ઘરે બનાવી શકો છો.
રંગોળીની અંદર ગોળ, ચોરસ અને ષટકોણ આકારમાં સુંદર ડિઝાઈન બનાવીને તેને તૈયાર કરાય છે.
આ ડિઝાઈનમાં ફ્રીહેંડ, પશુ-પક્ષીઓના સુંદર ચિત્રો વગેરેના સુંદર નમુના જોવા મળે છે.
આ સિવાય ઘણાં લોકો અવનવી ડિઝાઈન દ્વારા પોતાને ગમતી રંગોળી તૈયાર કરે છે અને તેને ટ્રેડિશનલ લુક આપે છે.
આ રંગોળીમાં અલગ અલગ રંગના ફુલ અને તેની પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ રંગોળી તમે સરળતાથી બનાવી પણ શકો છો.
તો જોઈ લો બરાબર આ ડિઝાઈન અને આ વર્ષે તમારા ઘરની રંગોળીને બનાવો સૌથી અલગ.
રંગોળી પુરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તમારે જે ડિઝાઈન બનાવવાની હોય તેને પહેલાંથી જ મનમાં તૈયાર કરી લો ત્યાર બાદ રંગોળીના રંગો અન્ય સામગ્રીને તમારી બાજુમાં જ રાખો જેથી કરીને વારંવાર તમારે તેને લેવા માટે વચ્ચે ઉઠવું ન પડે.
ટૂંકમાં, દિવાળી પર આંગણે રંગોળી કરીને જે ખુશી મળે છે, એ તહેવાર ના બીજ્જી કોઈ રશમ થી નથી મળતી.
આશા છે આ બધી રંગોળી તમને ખુબ જ સરળ લાગી હશે અને તમારું દ્વાર શુશોભિત કરશે જ.
ચાલો, તો તમે આમાંથી કોઈ રંગોળી કરો તો અમને ફોટો જરૂર મોકલજો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.