એક શીખ છોકરીનાં લગ્નમાં અધધ.. આટલી રશ્મો હોય છે – ચુડા રશ્મ વિશે ઘણાને નહિ ખબર હોય

નાનપણમાં ઢીંગા-ઢીંગલીથી આપણે લગ્નની રમત રમતા. પછી મોટા થયા તો આ સંબંધનું મહત્વ સમજાયું. દરેક ધર્મમાં લગ્ન માટે અલગ-અલગ માન્યતા અને રીત-રિવાજ હોય છે. એવામાં આજે અમે તમને એક શીખ છોકરીનાં લગ્નમાં થનાર વિધિ (રસ્મ) વિશે જણાવીશું. શીખ ધર્મમાં લગ્નને ખૂબ જ પવિત્ર અને ભગવાનનાં આશીર્વાદ માનવામાં આવે છે. એમના લગ્ન ગુરુ ગ્રંથ સાહેબની હાજરીમાં થાય છે. શીખ મેરેજ સેરેમનીને આનંદ કરજ (હળીમળીને આનંદ) પણ કહેવામાં આવે છે. જેને 1909થી લગ્ન માટે લીગલ માન્યતા પ્રાપ્ત છે. પહેલા લગ્નમાં છોકરીઓ પટિયાલા સુટ પહેરતી પણ હવે લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ અન્ય કપડાં પહેરે છે. શીખ લગ્નમાં ઘણા રીત-રિવાજ હોય છે. તો ચાલો જાણીએ આ રીત-રિવાજ વિશે…..

(1) રોકા અથવા થાકા


લગ્ન પહેલા સંબંધ નક્કી કરવાની વિધિને રોકા કહેવાય છે. જેમાં બંને પરિવારની મરજીથી લગ્ન નક્કી થાય છે. જેમાં છોકરીના પિતા છોકરાનાં માથે તિલક કરે છે અને એને ગિફ્ટ અને શગુનનાં રૂપમાં થોડા પૈસા આપે છે. તો વળી, છોકરાનાં મમ્મી છોકરીને ગિફ્ટ અને શગુન આપે છે.

(2) સગાઈ :


આમાં દુલ્હા-દુલ્હન એકબીજાને વીંટી પહેરાવે છે. એ પહેલા શીખ ગુરુ પ્રાર્થના બોલીને કુરમાઇ રસ્મ કરે છે. આમાં દુલ્હનનાં પિતા દુલ્હાને કડા, કિરપાણ (વિરતાનું પ્રતીક નાની ચાકુ), કંધા (જેને શીખ પોતાની પાઘડીમાં રાખે છે) અને સુંદર ગુટકા (શીખ પ્રાર્થના માટેનું પવિત્ર પુસ્તક) આપે છે. એ સાથે દુલ્હાના ગળામાં લાલ સ્કાર્ફ બાંધીને એના હાથમાં ખારેક આપે છે.

(3) ચૂંદડી ઓઢાળવી :


આ એક ભાવુક રસ્મ હોય છે જેમાં દુલ્હાની મમ્મી પોતાની થનાર વહુનાં માથે ફુલકારી દુપટ્ટો ઓઢાડે છે. સાથે ઘરેણાં અને બંગડી પણ પહેરાવે છે. તો વળી, દુલ્હાનાં પિતા વહુનાં ખોળામાં ડ્રાઈ ફ્રૂટ્સ મૂકે છે.

(4) મહેંદી :


આ વિધિ લગ્નનાં એક દિવસ પહેલા હોય છે. જેમાં દુલ્હનનાં હાથ-પગ પર મહેંદી લગાડવામાં આવે છે. આ મહેંદીમાં દુલ્હાનું નામ છુપાયેલ હોય છે જે પોતાના લગ્નની પહેલી રાતે શોધવાનું હોય છે.

(5) ચુડા રસ્મ :


લગ્નનાં દિવસે સૌથી પહેલી રસ્મ હોય છે જેમાં દુલ્હનનાં મામા-મામી તેણીને 21 લાલ અને સફેદ કલરના ચુડા ગિફ્ટમાં આપે છે. આ રસ્મ શીખ ગુરુની દેખરેખ હેઠળ યોજાય છે, જે આ ચુડાને દૂધ અને ગુલાબની પાંખડીમાં નાખે છે અને પછી દુલ્હનને પહેરાવવામાં આવે છે. ત્યારબાદ દુલ્હનની બહેન દુલ્હનનાં હાથે કલીરસ (બંગડી પર લટકાવવામાં આવતા ઝૂમખાં) બાંધે છે.

(6) ગાના :


જેમાં ગુરુજી દુલ્હનનાં ડાબા હાથ અને પગમાં લાલ દોરો બાંધે છે. જેમાં સાત સૌભાગ્યવતી મહિલાઓ સાત ગાંઠ લગાવે છે. જે દુલ્હનને ખરાબ નજરથી બચાવે છે.

(7) મૈયા :


આમાં દુલ્હાનું પરિવાર દુલ્હન માટે સોળ શૃંગાર લાવે છે. ત્યારબાદ તેણીનાં વાળમાં તેલ લગાડવામાં આવે છે. એ દરમિયાન બધી મહિલાઓ ટ્રેડિશનલ વેડિંગ સોંગ ગાઈ છે. જેને “બધાઈયા” અથવા “ટપ્પે” કહેવાય છે.

(8) વત્ના :


જેમાં દુલ્હનનાં પરિવારની સાત સૌભાગ્યવતી મહિલાઓ તેણીને પીઠી લગાવે છે અને મીઠા ભાત ખવડાવે છે.

(9) ધરોલી :


આમાં દુલ્હનની ભાભી નજીકના ગુરુદ્વારામાં જઈને માટીનાં પાત્ર (ધરોલી)માં પવિત્ર પાણી લાવે છે. આ પાણીથી દુલ્હનને સ્નાન કરવાનું હોય છે.

(10) દુલ્હન બનવું :


દુલ્હન લાલ અથવા ગુલાબી રંગના પંજાબી (પટિયાલા) સુટ પહેરે છે. જોકે આજનાં જમાનામાં લહેન્ગા પહેરવામાં આવે છે. જેની સાથે ચુડા, કલીરે, માંગ ટીકા અને નેકલેસ પણ પહેરવામાં આવે છે.

(11) મિલની :


આ વિધિ દ્વારા લગ્ન સમારંભમાં સ્વાગત થાય છે. જેમાં ગુરુદ્વારાની અંદર દુલ્હનનું પરિવાર દુલ્હાનાં પરિવારનું ગિફ્ટ અને ફુલહાર વડે ગળે મળીને સ્વાગત કરે છે. જેમાં મોટાભાગે પુરુષો સામેલ હોય છે.

(12) દુલ્હનની એન્ટ્રી :


દુલ્હન ગુરુદ્વારાની અંદર ફૂલની ચાદર ઓઢીને પોતાના ભાઈ-બહેનો સાથે આવે છે. જેમાં ભાઈ ચાદર પકડે છે અને બહેનો દુલ્હનને દુલ્હા પાસે લઈને જાય છે.

(13) આનંદ કરજ


લગ્નની મુખ્ય વિધીને જ આનંદ કરજ કહેવાય છે. જેમાં દુલ્હા-દુલ્હન એકબીજાની નજીક બેઠે છે અને એમનું મુખ ગુરુ ગ્રંથ સાહેબ તરફ હોય છે. આ સાથે દુલ્હા-દુલ્હનને શીખ સિદ્ધાંતો મુજબ એમના લગ્ન બાદનાં જીવનમાં ફરજ, જવાબદારીઓ અને જીવન વ્યવહાર વિશે જણાવવામાં આવે છે. ત્યારબાદ દુલ્હા-દુલ્હન વડીલોના આશીર્વાદ લે છે અને દુલ્હનનાં પિતા દુલ્હાના ખંભે કેસરી કલરનું સ્કાર્ફ રાખે છે. જેનો બીજો છેડો દુલ્હનનાં હાથમાં રાખવામાં આવે છે.

(14) લાવણ ફેરા :


લાવણ ફેરામાં ચાર પ્રાર્થના હોય છે, જ્યારે દુલ્હા-દુલ્હન ગુરુ ગ્રંથ સાહેબની આસપાસ ફેરા લે છે ત્યારે આ પ્રાર્થના બોલવાની હોય છે. લાવણની આ ચાર પ્રાર્થનાને પ્રેમનાં ચાર સ્ટેજ પણ કહેવાય છે. જેમાં પતિ-પત્નીનો પ્રેમ અને ભગવાન પ્રત્યે એમનાં પ્રેમ વિશે બતાવવામાં આવે છે. આ રશ્મનાં અંતમાં બધાને કડા પ્રસાદ વેચવામાં આવે છે.

(15) ડોલી :


લગ્ન સમાપ્ત થયા બાદ દુલ્હન પોતાના સાસરિયા પક્ષએ આપેલ ડ્રેસ પહેરે છે અને પોતાના પરિવારને અલવિદા કહે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!