Mojemoj.com

Best Gujarati Blog

દુનિયાના ૧૦ અનોખા સિનેમા ઘર કે જ્યાં અલગ જ સુવિધાઓ છે- લંડન વાળામાં જવાનું બધાને મન થશે

જ્યારે આપણે રોજીંદા કામકાજ અને ભાગદોડથી કાંટાળી જઈએ ત્યારે આપણે મનોરંજન શોધીએ છીએ અને એટલે આપણે ફિલ્મ જોવા જઈએ છીએ. આમેય ફિલ્મ જોવાનો શોખ તો બધાને હોય જ છે. ખાસકરીને જ્યારે કોઈ નવી ફિલ્મ લાગે ત્યારે થિએટરમાં લોકોની ભીડ જામે છે. મોટાભાગના લોકો પોતાના બીઝી શેડ્યુલમાંથી સમય કાઢીને ફિલ્મ જોવા જાય છે. આ દરમિયાન તે પોતાનાં બધા જ ટેંશન ભૂલી જાય છે અને ઈચ્છે છે કે બે-ત્રણ કલાક મજા કરે.

એવામાં ફિલ્મ જોવાના અનુભવને વધુ બહેતર બનાવવા માટે થિએટર માલિક જુદા-જુદા પ્રયાસ કરે છે. તેઓ ઈચ્છે છે કે, ફિલ્મ જોવા આવનાર દર્શક થિએટરમાં ઘર જેવો અનુભવ કરે અને એના માટે તેઓ અલગ-અલગ સુવિધાઓ ઉભી કરે છે. તેથી આજે અમે તમને આ પોસ્ટમાં દુનિયાના 10 એવા સિનેમાઘર વિશે જણાવીશું કે જે પોતાના દર્શકો માટે અલગ-અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે.

આ છે દુનિયાના 10 અનોખા સિનેમા હોલ :
(1) ગ્રીસ :


ગ્રીસનાં એક સિનેમાઘરમાં તમને ફિલ્મ જોવા માટે એક ખુરશી નહીં પણ પોતાનું પર્સનલ બેડ આપવામાં આવે છે, જેના પર તમે સૂતા-સૂતા ફિલ્મનો આનંદ ઉઠાવી શકો.

(2) મોસ્કો :


મોસ્કોમાં એક આઈકિયા બેડરૂમ સિનેમા છે, ત્યાં જાવ તો એવું જ લાગે કે, તમે કોઈના બેડરૂમમાં આવી ગયા છો. હોલમાં ઘણા બેડ લાગેલા છે અને તમને અહીંયા ધાબળો, ટેબલ લેમ્પ જેવી વસ્તુઓ પણ મળી જશે. આ બધું જોઈને તમને એવું જ લાગશે કે તમે ઘરમાં છો.

(3) લંડન :


લંડનનાં નોટિંગ હિલમાં એક ઈલેક્ટ્રોનિક સિનેમાઘર છે. આ થિએટરમાં સોફા લાગેલા છે અને પહેલી હરોળમાં બેડ લાગેલા છે. સોફાની વચ્ચે ટેબલ લેમ્પ ફિટ કરેલ છે. તમે સોફા અથવા બેડમાં આરામથી ફિલ્મ નિહાળી શકો.

(4) ઈન્ડોનેશિયા :


જકર્તામાં એક અનોખું સિનેમાઘર છે જેનું નામ વેલ્વેટ ક્લાસ સિનેમા હોલ છે. કદાચ તમને નામ પરથી ખ્યાલ આવી જ ગયો હશે. અહીંયા તમને મખમલની પથારી મળશે અને સાથે ખાવા-પીવાની વસ્તુ રાખવા માટે મખમલનું ટેબલ.

(5) અમેરિકા :


અમેરિકાનાં ફ્લોરિડામાં સાઈ-ફાઇન ડાઈન-ઇન થિએટર સ્થિત છે, જ્યાં તમે કારની સીટ પર બેઠીને ફિલ્મનો આનંદ લઈ શકો છો અને સાથે લંચ અને ડિનરનો પણ ઓર્ડર આપી શકો.

(6) લંડન :


લંડનમાં એક અજીબોગરીબ સિનેમાઘર આવેલું છે, જે ધ ટબ નામના સિનેમાથી જાણીતું છે. અહીંયા તમે પાણીના ભરેલા ટબમાં બેઠીને ડ્રિંક્સ સાથે ફિલ્મની મજા લઈ શકો છો.

(7) પેરિસ :


પેરિસમાં એક એવું મુવી થિએટર છે કે જ્યાં તમે પાણીમાં તરતી હોડીમાં બેઠીને મુવી એન્જોય કરી શકો છો.

(8) ગ્રેટ બ્રિટન :


ગ્રેટ બ્રિટનમાં સોલ સિનેમા નામનું એક સિનેમાઘર છે, જ્યાં ફક્ત 8 લોકો જ બેઠીને ફિલ્મ જોઈ શકે છે. 8 લોકોની કેપેસિટીવાળા આ સિનેમાઘર સોલાર એનર્જીથી ચાલે છે. આ એક હરતું-ફરતું થિએટર છે.

(9) હંગરી :


હંગરીમાં બુડા બેડ નામનો એક સિનેમા હોલ છે જેની ખાસિયત એ છે કે, આ સેન્ટ્રલ યુરોપમાં એકમાત્ર બેડ સિનેમા છે. આ થિએટર હોલમાં તમે તમારા આખા પરિવાર સાથે ફિલ્મની મજા માણી શકો. આ સિનેમાઘર હંગરીનાં બુડાપેસ્ટમાં સ્થિત છે.

(10) મલેશિયા :


મલેશિયામાં બિન બૈગ સિનેમા આવેલું છે જ્યાં બીન્સથી બનેલ સીટ પર બેઠીને એકસાથે બે લોકો ફિલ્મ એન્જોય કરી શકે છે.

મિત્રો, આશા છે કે તમને ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હશે. આ આર્ટિકલ તમારા દોસ્તો સાથે પણ શેર કરો…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!