Mojemoj.com

Best Gujarati Blog

શું તમારા ઘરે પણ પૈસા બચતા નથી? અમીર લોકોના આ 5 નિયમો અપનાવો

દોસ્તો આ  આજના ઝડપી જીવનમાં દરેક નાના મોટા વ્યક્તિની સામાન્ય ઈચ્છા હોય છે કે તે વધારેને વધારે પૈસા ભેગી કરી શકે. પણ બીજી બાજુ એવા કારણો પણ હોય છે જેના લીધે લાખો લોકોની ઈચ્છા હોવા છતાં પણ પૈસા બચાવવા અસમર્થ હોય છે. કોઈને કોઈક રસ્તે તો બીજા રસ્તે પૈસા વેડફાઈ જ જાય છે. તો મિત્રો જો તમે પણ પૈસાની બચત કરવા માંગતા હોવ તો આ આર્ટિકલ ફક્ત ને ફકત તમારા માટે જ છે. આમ તો આ આર્ટિકલ દરેક વ્યક્તિએ વાંચવો જ જોઈએ કેમ કે ભવિષ્યમાં આવનારા સમય માટે આ વસ્તુઓ ખૂબ જ આવશ્યક બની રહેવાની છે.

હમણાં આ આર્ટિકલ દ્રારા અમે તમને એવા પાંચ અદભૂત નિયમો વિશે કહેવા જઇ રહ્યા છીએ જેને અમલમાં મૂકીને ખૂબ જ અમીર થઇ ગયા છે વોરેન બફેટ. હા દોસ્તો વોરેન બફેટનું નામ સાંભાળતા જ આપણે એક વાર તેની સંપત્તિનો વિચાર મનમાં આવી જ જાય છે તેમને Money megnet તરીકે પણ પહેચાન આપવામાં આવી છે. કેમ કે તે પૈસાને પોતાની તરફ ખેંચવાની કળા જાણે છે. બધા લોકોની મનની ઈચ્છા કંઈક વોરેન બફેટ જેવી જ હોય છે. તો તમે પણ તેને આપેલા કેટલાક આકર્ષણના નિયમોનું પાલન કરશો તે ઉપરાંત આ રીતે મેનેજ કરશો તો તમે પણ બચાવી શકો છો પૈસા અને બની શકો છો સુખી. તો ચાલો આવો આજે જાણીએ વોરેનબફેટ પાસેથી તે પાંચ નિયમ જેમાં આપણે પૈસાદાર બનવામાં ખૂબ જ સફળ થઇ શકીએ છીએ.

વોરેન બફેટ નો પ્રથમ નિયમ એવો છે કે Say no to toys. હા દોસ્તો કેમ કે વોરેન બફેટની એવી માન્યતા છે કે આપણે લગભગ ટોયસ એવા ખરીદીએ છીએ જેમાં પૈસાનો દુરુપયોગ જ થાય છે. મિત્રો તમને એ જાણીને નવાઈ થશે કે વોરેન બફેટ ક્યારેય પોતાના પૈસા મોંઘી ગાડીઓ કે ઘડિયાળ જેવી વસ્તુઓમાં વેડફતા નથી. આ બધી જગ્યાએ પૈસા બગાડવાને કારણે બફેટ પોતાના પૈસાનું રોકાણ સાચી દિશામાં કરવા માંગે છે. જેથી તે પૈસાની વેલ્યુ પણ વધી શકે. તો દોસ્તો આના પરથી એ શિખામણ મળે છે કે આપણે કોઈ પણ એવી લક્ઝરીયસ વસ્તુ ખરીદીએ તે પહેલા તેની આવક્ષકતા વિશે જરૂર વિચારવું. જેમ કે તમે હજુ મોબાઈલ લીધો તેને એક વર્ષ થયું છે અને આ સમયે માર્કેટમાં નવો મોબાઈલ આવ્યો છે અને તે ખરીદવાનું તમને મન થાય છે. તો પહેલા થોડોક વિચાર કરો કે શું તે મોબાઈલ ખરેખર તમારા માટે જરૂરી છે. જો નહિ તમારું કામ જુના મોબાઈલથી પણ ચાલતું હોય તો તે નવો મોબાઈલ ખરીદવાનું ટાળવું. આવું  દરેક નાની મોટી વસ્તુમાં જોવું મોંઘી ઘડિયાળથી લઈને મોંઘા ઘર સુધી પણ વિચારીને ખર્ચ કરવો જોઈએ.

બીજો નિયમ કહે છે કે હંમેશા કોઈપણ વસ્તુ પચલ ડિસ્કાઉન્ટ માંગો. વોરન બફેટનું માનવું છે કે કોઈ પણ વસ્તુની કિંમત એ હોય છે જે આપણે ચૂકવીએ છીએ અને આપણને જે મળે છે તે તેની એક વેલ્યુ ઘણી શકાય છે એટલે કોઈ પણ ડીલ કરતી વખતે એ વાતનું સંપૂર્ણ ધ્યાનમાં રાખવું કે કોઈ પણ વસ્તુની કિંમત કરતા તેની વેલ્યુ વધારે હોય. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે આટલો પૈસાદાર વ્યક્તિ આજે પણ ડિસ્કાઉન્ટ કૂપન પરથી વસ્તુ લેતા કોઈ પણ જાતની શરમ કે લાજ અનુભાવતા નથી. તેમનું માનવું છે કે તમે જો થોડા પૈસા બચાવો તો તે પૈસા કમાયા બરાબર જ ઘણી શકાય છે.

વોરેન બફેટ નો ત્રીજો નિયમ કહે છે તમારા આર્થિક નિર્ણયો ખૂબ જ વિચારીને લો. નિર્યણ લેતા પહેલા તે બાબત વિશે ઊંડાણ પૂર્વક વિચારી લેવું. જે આપણે નથી કરતા સામાન્ય રીતે અને પછી આપણે આપણા લીધેલા નિર્ણય સમય જતા પસ્તાવો થવા લાગે છે. વોરેન બફેટનું કહેવું છે તેની સફળતા પાછળ એક આદત અત્યંત જ મહત્વની હતી અને તે હતી સમજી વિચારીને શાંતિથી નિર્ણય લેવાની. તેમનું માનવું છે કે તમારી સફળતા માટે જરૂરી છે એક તમારો સાચો નિર્યણ લેવો અને જ્યારે વાત આર્થિક નિર્ણયની આવે ત્યારે થોડી વાર માટે વિચારો અને કોઈપણ જાતની ઉતાવળ ન કરો. જો તમે પણ વોરેન બફેટની જેમ સફળતા મેળવવવા માંગતા હોય તો તમારા નિર્ણયો લેવામાં થોડી પણ ઉતાવળ ન કરો, થોડો સમય લઇ સમજી વિચારીને જ નિર્ણય લો. અને તમે ક્યારેય પણ ઈમોશનમાં આવીને નિર્ણય લઇ રહ્યા છો તો તેના વિશે ખાસ વિચારવું કારણ કે પછી લાંબા ગાળે પસ્તાવનો વાળો ના આવે.

ચોથો નિયમ કહે છે કે પૈસા વેડફતા પહેલા તેને બચાવતા શીખો અને ક્યારેય જીવનમાં દેણું ન થવા દો. મિત્રો બફેટનું કહેવું છે કે લોકો નાની ઉંમરે પૈસા બચાવવાની આદત રાખતા નથી અને શોખ પાછળ ગાંડા થઈને પૈસાનો ખુબ ખર્ચ કરી નાખે છે. આટલું જ નહિ પરંતુ પોતાના શોખ પાછળ તેઓ ક્યારેક ક્યારેક મિત્રો પાસેથી ઉધારી પણ કરતા હોય છે. આમ છતાં પણ તેવા લોકોની એક ઈચ્છા હોય છે કે તે લોક પણ પૈસાદાર બનવા જ માંગતા હોય છે. પરંતુ એ યાદ રાખો કે મિત્રો તેના માટે નાનપણથી જ તમારે પૈસાની કિંમત સમજી તેને બચાવવાનું શરૂ કરવું જોઈએ. પહેલા પૈસાની બચત અને પછી જ તે પૈસામાંથી જરૂરી વસ્તુઓની ખરીદી. તે ઉપરાંત ઉધારી તો ક્યારેય ન કરવી જોઈએ.

બફેટનો પાંચમો નિયમ છે કે જરૂરી વસ્તુ પર પણ વધારે દુરુપયોગ થાય તેટલો ખર્ચો ન કરવો. દોસ્તો તમને એ જાણીને અચરજ લાગશે કે તે આજે પણ એજ ઘરમાં રહે છે જે 60 વર્ષ જુનું છે. જો તે ઈચ્છે તો તે બધા કરતુ મોંઘુ અને કિંમતી ઘર બનાવીને તેમાં સરતાથી રહી શકે છે. પરંતુ તેણે તેવું ના કર્યું કારણ કે તે જાણે છે કે તે પૈસા ત્યાં બગાડવાની જગ્યાએ જો તેને કોઈ સારી જગ્યાએ રોકાણ કરવામાં આવે તો તેનાથી પૈસા બમણાં કરી શકાય છે.

દોસ્તો તમે જે હાલ ઘરમાં રહો છો તે તમારા માટે જો સારું હોય અને તેની EMI પણ પૂરી થઇ ગઈ હોય તો નવું મોટું ઘર લેવાની કોઈ જ ઉતાવળ કરવી  નહિ પરંતુ તે પૈસાને એવી રીતે ઇન્વેસ્ટ કરો કે તે પૈસામાં મહત્વનો વધારો થાય. કોઈ પાસે કોઈ મોંઘી વસ્તુ જોઇને તેની હરીફાઈ કરવાની ભૂલચૂક ક્યારેય કરવી જોઈએ નહિ. તમે હંમેશા એવું જ વિચારો કે કોઈ એવી વસ્તુ ખરીદો જેની કિંમત પણ ઓછી હોય અને તે તમારી જરૂરીયાત પણ પૂરી થતી હોય છે. કોઈ વસ્તુની અતિ જરૂર હોય તો તરત જ ખરીદી લેવી પરંતુ તમે માત્ર શોખ માટે ખરીદો છો તો તે ક્યારેય ખરીદવી જોઈએ નહીં.

આ પાંચ બાબતોની સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે તમે હંમેશા કંઇક નવું શીખતા રહો. જેથી તમે તમારા પૈસાનું સારી એવી જગ્યાએ રોકાણ કરી શકો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!