સમય કાઢીને બનાવી છે કુદરતે આ 4 હિરોઈનને, સૌંદર્યતા વધારવા નથી ઉપયોગ કરતી મેકઅપની
કોઈ પણ છોકરી માટે તેની સુંદરતાને સૌથી વધુ મહત્વ આપે છે. દરેક છોકરી એવું માને છે કે, તે બીજા માણસો કરતા વધુ સુંદર અને આકર્ષક દેખાય. અને વાત જયારે બોલીવુડ જગતની આવે, તો એમાં તો સુંદર દેખાવાની લાઈન લાગી હોય છે. એમાં ખાસ્સી હિરોઇનો તો સુંદર દેખાવા માટે જાત જાતની સર્જરીઓ પણ કરાવી ચુકી છે. અને ઘણી હીરોઇનો એવી પણ છે જે સુદંર દેખાવા માટે ઘણો બધો મેકઅપ પણ લગાવે છે. તેના મોઢાં ઉપર રહેલા ખીલ અને ડાઘ ધબ્બા, આંખ નીચેના કાળા કુંડાળા વગેરેને છુપાવવા માટે તેમણે મેકઅપની હેલ્પ પણ લેવી પડે છે.
જો તમે આ હિરોઇનો ને મેકઅપ વગર જોશો તો તેમની ઓરખ મેળવવી પણ મુશ્કેલ થઈ જશે. પણ કેટલીક એવી અભિનેત્રીઓ પણ છે થોડાક મેકઅપમાં પણ ઘણી આકર્ષક દેખાય છે. આજના આ લેખમાં અમે તમને બોલીવુડ ઈન્ડસ્ટ્રીની થોડી એવી હિરોઇનો સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે મેકઅપ વગર ઘણી સુંદર તથા આકર્ષક દેખાય છે. તેમને સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર નથી પડતી.
નોરા ફ્તેહી :

થોડાક જ સમયમાં નોરા ફ્તેહીએ બોલીવુડ જગતમાં પોતાની એક આગવી ઓળખાણ બનાવી લીધી છે. પોતાના ડાંસ માટે પ્રખ્યાત નોરા ઘણી ફેમસ બોલીવુડ ફિલ્મોમાં આઈટમ નંબર કરી ચુકી છે. દર્શકોથી લઈને મૂવી કલાકારો તેના ડાંસની ઘણી તારીફ પણ કરે છે. હાલમાં જ તે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ માં એક નાના રોલમાં દેખાવા મળી હતી.
નોરાએ ‘સ્ત્રી’ (કરમિયા), ‘બટલા હાઉસ’ (સાકી સાકી) અને ‘પરમાણુ’ (દિલબર દિલબર), ‘મરજાવા’ (એક કમ ઝિંદગાની) જેવી અનેક મૂવીમાં હીટ આઈટમ નંબર આપ્યા છે. નોરા દેખાવમાં ઘણી આકર્ષક છે, અને તેની સ્કીન એટલી ગ્લોવિંગ છે કે તેને સુંદર દેખાવા માટે કોઈપણ મેકઅપની જરૂર નથી પડતી.
યામિ ગૌતમ :
યામિ ગૌતમ બોલીવુડની એક પ્રખ્યાત હિરોઈન છે. યામિએ પોતાના બોલીવુડ કારકિર્દીની શરુઆત આયુષ્યમાન ખુરાના સાથે મૂવી ‘વિક્કી ડોનર’ થી કરી હતી. ત્યાર બાદ તે ‘કાબિલ’, ‘સનમ રે’, ‘બદલાપુર’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ‘ઉરી’ જેવી અનેક.મૂવીમાં જોવા મળી. ઉરી ફિલ્મ કર્યા પછી યામિ પોતાનું નામ બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં સમાવેશ કરી ચુકી છે. યામિ દેખાવમાં ઘણી જ સુંદર છે અને સોશિયલ મીડિયા ઉપર તેના લાખો ચાહકો પણ છે. યામિ કુદરતી રીતે જ ઘણી સુંદર છે અને તેને વધારે મેકઅપની જરૂર નથી પડતી.
તમન્ના ભાટિયા
એ કહેવું ક્યારેય ખોટું નહિ હોય કે, તમન્ના ભાટિયા સાઉથ મૂવીમાં ઈન્ડસ્ટ્રીની સૌથી આકર્ષક અભિનેત્રી છે. તમન્નાએ બોલીવુડની પણ થોડી ફિલ્મોમાં હાથ લગાવ્યો છે. તમન્નાએ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ માં ‘અવંતિકા’ નું પ્રખ્યાત પાત્ર નિભાવ્યું હતું. તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી હિરોઈન છે, જેની સ્કીન એટલી ચોખ્ખી છે કે તેણે સુંદર લાગવા માટે કોઈ પ્રકારના મેકઅપની જરૂર નથી પડતી.
ઉર્વશી રોટેલા :
ઉર્વશીએ મૂવી ‘સિંહ સાહબ ઘી ગ્રેટ’ થી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. ત્યારે તે ફ્કત ૧૭ વર્ષની જ હતી. હજુ સુધી તે થોડી ગણી ગાંઠી ફિલ્મોમાં જ જોવા મળી છે. ઉર્વશીએ ૨૦૧૫ મિસ યુનિવર્સલ કોન્ટેસ્ટમાં ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. માત્ર ૨૪ વર્ષની ઉંમરમાં જ તેણે લોકોના દિલોમાં અનોખી જગ્યા બનાવી લીઘી છે. ઉર્વશીનું નામ બોલીવુડની એ હિરોઇનો માં જોડાયેલું રહે છે, જે દેખાવમાં ઘણી સુંદર તથા આકર્ષક હોય અને જેને સુદંર દેખાવા માટે વધારે મેકઅપની જરૂર નથી પડતી. વાત કરીએ તેના વર્ક ફ્રન્ટની તો થોડાક સમયમાં જ ઉર્વશી કોમેડી ફિલ્મ ‘પાગલપંતિ’ માં જોવા મળશે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.