આમના એક ફિલ્મ ના ભાવ વાંચી આંખો પહોળી થઇ જશે – આ હીરો છે રેસ માં સૌથી આગળ…

તો દોસ્તો આજે આપણે બોલીવુડ જગતના દસ એવા એક્ટરની વાત કરીશું જે મૂવી કરવા માટે માંગે છે સૌથી વધારે પૈસા..

મૂવી હીટ રહી કે ફ્લોપ એ આપણે જે તે ફિલ્મની કરેલી બોક્ષ ઓફીસ પર થયેલી અધધ કમાણી પરથી અંદાજ લગાવી શકીએ છીએ. પણ આમ જોવા જઈએ તો ફિલ્મના હીટ થવા પાછળ જો કોઈની સૌથી મોટી ભૂમિકા હોય તો એ છે ફિલ્મનો એક્ટર. દોસ્તો તમે જાણો છો કે મૂવિને 100, 200  કે 400 કરોડની કમાઈ કરાવનાર હીરો પોતે કેટલા પૈસા કમાઈ છે ? તો દોસ્તો આજે આ આર્ટિકલમાં જાણો કે હીરો એક મૂવી માટે કેટલા પૈસાની માંગ કરે છે.

રણબીર સિંઘ પોતાની એક ફિલ્મમાં ભૂમિકા ભજવવાના 9 કરોડ રૂપિયા લે છે. આમ જોવા જઇએ તો તે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા પૈકી એક છે. બાજીરાવ મસ્તાની મૂવી પહેલા તેઓ 2 થી 4 કરોડ ચાર્જ કરતા હતા. પણ ફિલ્મ હીટ ગયા પછી તેમણે પોતાની ફી લગભગ ત્રણ ગણી વધારીને હમણાં 9 કરોડ જેટલી કરી નાખી છે.

જ્હોન અબ્રાહમ પણ પોતાની એક ફિલ્મના આશરે 12 કરોડ લે છે. જ્હોનની મૂવી પણ બોક્સ ઓફિસમાં સારી એવી અધધ કમાણી કરે છે. જ્હોન સિલેક્ટેડ મૂવી જ કરે છે તથા એક ફિલ્મ માટે તેઓ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

શૈફ અલી ખાન પણ બાકીના એક્ટરની જેમ એક ફિલ્મ માટે 14 કરોડ રૂપિયા કમાય છે. શૈફનું કરિયર જોવા જઇએ તો એટલું બધું તો ખાસ તો નથી ચાલતું પણ તેમ છતાં તે એક ફિલ્મ માટે 14 કરોડ ચાર્જ કરે છે.

અજય દેવગન પણ પોતાની એક મુવીમાંથી કમાણી કરે છે 16 કરોડ રૂપિયા. અજય દેવગનની મૂવી બોક્સ ઓફીસ પર સતત કમાણી કરતી હોય છે. અજય દેવગન મોટા બજેટની ફિલ્મો ખુબ ઓછી લે છે પણ તેમ છતાં પણ તેમને એક મૂવીમાં મળે છે 16 કરોડ રૂપિયા.

રણબીર કપૂર પણ પોતાની એક મૂવી માટે 24 કરોડ રૂપિયા લે છે. નવા સીતારાઓમાં રણબીર કપૂર કેટલો આગળ છે તે તેનો ચાર્જ જોઇને ખ્યાલ આવી જ જાય છે. રણબીર એક મૂવી માટે આશરે 24 કરોડથી પણ વધારે પૈસા ચાર્જ કરે છે પણ જ્યારે તેમની ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ જાય ત્યારે તેમણે નિર્માતાને પૈસા પાછા પણ આપેલા છે.

હ્રીતિક રોશન પણ ઉપરના એક્ટરની જેમ પોતાની એક ફિલ્મમાંથી મેળવે છે 30 કરોડ રૂપિયા. સામન્ય રીતે હ્રીતિક રોશન પોતાના હોમ પ્રોડક્શનની મૂવી એકદમ ફ્રીમાં જ કરે છે પણ જો ફિલ્મ તેના હોમ પ્રોડક્શનની ન હોય તો તે એક ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા લે છે.

શાહરૂખ ખાન પણ એક મુવિમાથી કમાણી કરે છે 35 કરોડ રૂપિયા. આમ તો શાહરૂખ ખાન વિશે માનવામાં આવે છે કે તે ફિલ્મો કારવાઈ ફી નથી લેતા પણ તે ફિલ્મના નફાનો ભાગ લે છે. પણ ફિલ્મના બજેટમાં તેમની ફી આપેલી જ હોય છે જે 35 કરોડની નજીક હોય છે.

અક્ષય કુમાર પણ એક મૂવી માટે ૪૦ કરોડ લે છે. હમણાં કેટલાક વર્ષોથી અક્ષયનો ચાર્જ ઝડપથી વધી ગયો છે. તેથી જ તો તેઓ એક મૂવીમાં ૪૦ કરોડ ચાર્જ કરે છે અને તેવું પણ કહેવામાં આવે છે કે રોબટ-૨ ફિલ્મ માટે તેમણે ૮૦ કરોડની માંગણી કરેલી છે.

આમીર ખાન પણ બાકીના હીરોની જેમ જ પોતાની એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયા કમાઈ લે છે. આમીર ખાન એક વર્ષમાં એક જ મૂવીમાં કામ કરે છે પરંતુ તેનો ચાર્જ ખુબ જ વધુ હોય છે.

સલમાન ખાન એક મૂવી માટે ચાર્જ કરે છે 60 કરોડ રૂપિયા. બોક્સ ઓફીસ પર સલમાનની મૂવી ખુબ જ સારી રીતે ચાલે છે. તો આ જાણ્યા બાદ સલમાનનો ચાર્જ પણ ઉંચો હોય તેમાં કોઈ સંદેહ નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!