Mojemoj.com

Best Gujarati Blog

કેટરીના કૈફનાં બોડીગાર્ડની પર્સનાલીટી સામે સલમાન ખાનની પર્સનાલીટી કઈ જ નથી – જૂવો તસ્વીરો

ઇન્ડિયામાં ફિલ્મ સ્ટાર્સને લઈને લોકોની ચાહતને લઈને બધા જાણે જ છે. ક્યારેક ક્યારેય આ ચાહત ખુબ જ વધી જાય છે. જેથી આ ફિલ્મ સ્ટાર્સને બોડી ગાર્ડ રાખવા પડે છે. આજસુધી તમે ફિલ્મ સ્ટાર્સનાં બોડીગાર્ડનાં નામ પર માત્ર સલમાન ખાનના બોડીગાર્ડ જેનું નામ સાંભળ્યું હશે જેનું નામ શેરા છે. મતલબ કે મોટાભાગના લોકો માત્ર સાલમાન ખાનના બોડીગાર્ડ શેરાને જ ઓળખે છે.

પરંતુ આજે અમે તમને બોલીવુડના સૌથી હોટ, સ્માર્ટ અને હેન્ડસમ બોડીગાર્ડ વિશે જણાવા જઈ રહ્યા છીએ. જે ઘણી અભિનેત્રી અને ઇન્ટરનેશનલ સેલીબ્રીટીનો બોડીગાર્ડ પણ રહી ચુક્યો છે. કેટરીના કૈફના બોડીગાર્ડનું નામ છે “દીપક કુલભૂષણ” જે દેખાવમાં એક ફિલ્મ સુપરસ્ટાર્સ જેવા જ લાગે છે. દીપક સિંહની સ્ટાઈલ અને સ્વેગ જોઇને તમે પણ હેરાણ થઇ જસો. પોતાની લાંબી હાઈટ ફીટ બોડી સાથે જ્યારે દીપક ગોગલ્સ લગાવીને કેટરીના કૈફ સાથે નીકળે છે તો એક અલગ જ સ્વેગ જોવા મળે છે.

તમે જાણીને કદાચ હેરાન થઇ જસો કે અત્યારસુધીમાં દીપક સિંહને ઘણીબધી ફિલ્મોની પણ ઓફર મળી ચુકી છે. પરંતુ તેને આ ઓફરનો સ્વીકાર ન કર્યો. દીપક સિંહના પિતા એક આર્મી ઓફિસર છે, દીપક ક્યારેય બોડીગાર્ડની જોબ કરવા માંગતો ન હતો. તે એક ક્રિકેટર બનવા માંગતો હતો. જણાવી દઈએ કે દીપક સિંહની ખુદની એક સિક્યોરિટી એજન્સી પણ છે. તેમ છતાં તે ખુદ ફિલ્મ સ્ટાર્સને ગાઈડ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે.

કેટરીના કૈફ સિવાય દીપકે આજસુધી શાહરૂખ ખાન થી લઈને માધુરી દીક્ષિત, અનીલ કપૂર, રણવીર કપૂર અને રાણી મુખર્જી, સચિન તેંદુલકર સહીત ઘણા ઈન્ટરનેશનલ સેલીબ્રીટીઓને ગાર્ડ કર્યા છે. એક ઈન્ટરવ્યુંમાં દીપકે ખુદે જણાવ્યું હતું કે ફિલ્મ મેકર્સથી લઈને અભિનેતાઓ અને કોરિયોગ્રાફર સુધી દરેક લોકોએ તેને અભિનયના ક્ષેત્રમાં ટ્રાઈ કરવા માટે કહ્યું પરંતુ તેને આવું ન કર્યું.

દીપક કુલભૂષણ પરણિત છે અને તેને એક સુંદર દીકરી પણ છે. દીપક ઘણા લાંબા સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે. જો કે તે કોઈ એક સેલીબ્રીટી નહિ પરંતુ હંમેશા અલગ અલગ સ્ટાર્સને સિક્યોરિટી દેતા જોવા મળે છે. જણાવી દઈએ કે દીપક ઉત્તર પ્રદેશનાં આગરાના રહેવાસી છે અને અભિનેતા રોનિત રોયના સંબંધી પણ છે. દીપકની ખુદની “ડોન સિક્યોરીટી સર્વિસ” નામની સિક્યોરીટી નામની એજન્સી પણ છે. સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા ફિલ્મ “બોડીગાર્ડ” માં સલમાન ખાન સાથે જોવા મળ્યો હતો.

દીપકને પણ ઘણી ફિલ્મોની ઓફરો મળી ચુકી છે, પરંતુ તેને અંગત કારણોને લીધે ફિલ્મોમાં કામ કરવાની નાં પાડી દીધી. દીપકનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઇને જાણવા મળે છે કે તે આજસુધી દિશા પટાની, જૈકાલીન, વરુણ ધવન, સલમાન ખાન સાથે પણ કામ કરી ચુક્યો છે. તમે ખુદ જો દીપકની તસ્વીરો જોસો તો તમે પણ એવું કહેશો કે આને ફિલ્મોમાં હોવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!