દિવસમાં ૩ રોટલી ખાવી જોઈએ કે ૪ કે વધુ કે ઓછી? – વિગત વાંચી ચોંકી ના જશો
દોસ્તો આજે અમે તમને આ આર્ટિકલમાં કહીશું કે તમારે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઈએ. જે તમારા શરીર માટે બરાબર છે. તો આવો જાણીએ . જે લોકો પોતાનો વજન ઓછો કરવા માંગતા હોય તે અને જે લોકોને વજન વધારવા માંગતા હોય તેમણે કેટલી રોટલી ખાવી જોઈએ ? તે જાણવા માટે આ સંપૂર્ણ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચો જે તમારા માટે ઉપયોગી પણ થઇ શકે છે.
આપણા ભારત દેશમાં 90% લોકોનું ખોરાકમાં પ્રાથમિક સ્તર પર કોઈ વસ્તુ હોય તો તે છે રોટલી. આપણે સર્વ લોકો જાણીએ છીએ કે મોટાભાગના લોકો પોતાના ટીફીનમાં પણ રોટલી જ જમતા હોય છે, રાતે પણ રોટલી જ ખાતા હોય છે. ટૂંકમાં રોટલી આપણા દરરોજના ખોરાકમાં ઘર કરી ગઈ છે એવું પણ કહી શકીએ. અને હવે રોટલી એટલી બધી લોકો સાથે ભેગી થઈ ગઈ છે કે લોકો તેને ખોરાકમાંથી ઘટાડો નથી કરી શકતા. પણ આપણે ખરેખર દિવસમાં થોડીક માત્રામાં જ રોટલી જમવી જોઈએ.

તો તે આ જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે એક રોટલી જમીને તમને મળે છે શું ? એક સામાન્ય આકારની રોટલીમાં તમને 4 ગ્રામ પ્રોટીન, 17 ગ્રામ ફાયબર, 25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ. આ કાર્બોહાઈડ્રેટ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. જયારે પણ તમે કોઈ શારીરિક મહેનત કરો તો તેનાથી કેલેરી વપરાય છે. જયારે પરસેવો બહાર નીકળે ત્યારે કાર્બોહાઈડ્રેટ આપણને ઉર્જા ઉત્પન્ન કરે છે. પણ તમે જો કોઈ પણ શારીરિક કાર્ય કરતા ન હોવ તો તે તમારા શરીરમાં ચરબી રૂપે ભેગું થવા લાગે છે. જો તમે ખુબ જ પુષ્કળ પ્રમાણમાં રોટલી ખાતા હોવ તો તમારા શરીરમાં હમેશા ચરબી વધતી જશે. એટલા માટે તમારા શરીરને ફ્કત 125 ગ્રામ કાર્બોહાઈડ્રેટની દિવસ દરમિયાન જરૂરિયાત હોય છે.
જો તમે ચાર રોટલી સવારે, ચાર રોટલી બપોરે તથા ચાર રોટલી સાંજે ખાવ છો તો તમારે સમજી લેવાનું કે તમે ઓછામાં ઓછું 400 ગ્રામ કાર્બોહાઈડ્રેટ તમે શરીરમાં ભેગું કરી રહ્યા છો. પણ તમારા શરીરને કાર્બોહાઈડ્રેટની એક દિવસમાં ફ્કત 125 ગ્રામની જ આવશ્યકતા હોય છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમારે એક રોટલી સવારે, એક રોટલી બપોરે તથા એક રોટલી સાંજે જમવી જોઈએ. તમે સમગ્ર દિવસ દરમિયાન બીજી કોઈ પણ ખાવાની વસ્તુ જમી શકો છો અને વચ્ચે વચ્ચે ફાળો પણ ખાઈ શકો. હવે વાત કરીએ નોર્મલ લોકોની જે ઘરથી ઓફીસ અને ઓફિસથી ઘર અને કોઈ પણ ક્ષેત્રમાં હોય.
જ્યાં તમને મહેનત કરવાનો સમય નથી મળતો તે પરિસ્થિતિમાં તમે બે રોટલી સવારે, બે રોટલી બપોરે અને બે રોટલી સાંજે લઇ શકો છો. આ રેગ્યુલર ક્રમ તમારા માટે સેફ જે તમારા વજનને કંટ્રોલ રાખશે.
જો તમે જમવાના આ ત્રણેય સમયે ફક્ત ને ફક્ત રોટલી જ જમતા હોવ તો આજથી જ બંધ કરી દો. જે તમારા માટે એક સમયે શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.