હું તબીબી પ્રેકટીસમાં દરદીઓ પાસેથી રૂપિયા કમાવવાની બાબત માં થોડો વિચિત્ર છું…
મને હંમેશા લાગ્યા કરે છે કે,
દરદી પોતાના દરદની સારવાર માટે જરૂરીયાત કરતાં વધુ માં વધુ રૂપિયા ચુકવે છે…
જેમ કે હું ઘરે જઇને હોમ ડિલેવરી કરાવવું તો ₹. 1500 /- ચાર્જ કરૂ એમાં બધુ જ દવા વિગેરે સહીત નો ખર્ચ આવી જાય…
જો કે 2000 ની સાલ માં ભૂકંપ વખતે ₹.150/- માં પણ કરાવેલ…
મારા પરિવારજનો ને આ ઓછું લાગે મારી કમજોરી અને લાગણીવેડા પણ લાગે તોય મને વધારે લેવાનું પોસાતું નથી…
1500 ના ચાર્જ માં દવા ખર્ચ બાદ કરતાં મારો ચોખ્ખો નફો કે ફીઝ 1000 છે જે મને મારી હેસીયત કરતાં વધુ લાગે છે…
હું મોટાભાગે એલોપથી પ્રેકટીસ જ કરૂ છું કેમ કે એમાં દવાઓની પડતર, હર્બોમીનરલ ડ્રગ્સ ની ખરીદી સામે નહીવત્ છે તથા અસર ઝડપી અને પરીણામ શ્યોર છે…
મેલેરીયા નું એક દરદી લેબ ટેસ્ટેડ હોય તો એલોપથી દવા થી ત્રણ દિવસ માં ₹.400 ના ખર્ચે વ્યાધિમુકત થાય છે… એની સામે આયુર્વેદ માં શ્યોર ઔષધ નથી… જે પણ યોગ અપાય એમાં રસશાસ્ત્રીય યોગ આપવા પડે અને 7 દિવસ દવાઓ અપાવો તો દર્દી ને અંદાજે ઓછામાં ઓછા ₹.1000/- થી વધુ ખર્ચવા પડે…
એમાંય જબર જસ્ત ઠંડી સાથે તાવ ઉલટી અને દુખાવાની તાત્કાલિક અસર કરે એવી હર્બોમીનરલ દવા આજે કોઇપણ વૈદ્ય પાસે વૈજ્ઞાનિક રીતે બધા દરદીઓને 100% સમાન રીતે પરીણામ આપે એવી છે જ નહી…
માની લ્યો કે,
એક કહેવાતુ ડેંગુ નું દર્દી છે… જેના પ્લેટેલેટસ ઓછા થવાના જ છે તો હું સીધો 5માં દિવસે એ પણ માત્ર CBC નો રીપોર્ટ કરાવું છું… કારણ કે શરૂઆત ના રોજે રોજ ના રીપોર્ટ થી ચિકિત્સા યોગ અને ચિકિત્સા નિર્ણય માં કોઇ ફરક પડતો નથી અને કશુ કારગર થઇ શકતુ નથી… માત્ર થોભો અને રાહ જોવાની રહે છે…
2000+ ડેંગુ ના દરદીઓ પૈકી એક પણ નો પણ ડેંગુ કાર્ડ થી ટેસ્ટ નથી કરાવેલ કેમ કે ડેંગુ કાર્ડ ની પડતર લેબ વાળા ને ₹.110 થી ₹.150 પડે છે… જયારે એ લોકો ડૉકટર ને ઓછામાં ઓછું 30% કમીશન (કટ ) આપે છે અને દર્દી પાસે થી 600 થી 750 વસુલે છે… મને આ યોગ્ય નથી લાગતું
જેને પણ ઠંડી વાઇ ને તાવ આવે ઊલટી જેવું થાય હાથ પગ માથુ કળે એ વાયરલ ફિવર ના લક્ષણો હોય છે એનો લેબ ટેસ્ટ માં ડેંગુ પોઝીટીવ જ આવે છે…
આ તથ્ય દરેક ક્વોલીફાઇડ ચિકિત્સક ને ખબર જ હોય તો પછી લેબ ટેસ્ટ ના 600 ખર્ચવવા ને બદલે એની સંપૂર્ણ સારવાર 300 થી ઓછા માં થતી હોય છે…
અને ચિકિત્સકો આ ઇકોનોમી જાણવા છતાંય કરતાં નથી… એનું મને દુઃખ અને ખીજ રહે છે…
ડેંગુ એટલે કે લો પ્લેટેલેટસ માં શરૂઆત ના પાંચ દિવસ માં ગમે તે ચિકિત્સા પદ્ધતિ ની ગમે તે ચિકિત્સા કરો તો પણ પ્લેટેલેટસ ઘટે જ છે આ શાશ્વત સત્ય છે…
તો માત્ર ને માત્ર દર્દી ની સિમ્પ્ટોમેટીક રીલીફ મળે એવી સારવાર કરવાની રહે છે…
લાખ થી નીચે જાય તો જ બાટલા ની જરૂરીયાત રહે છે એ પણ શારિરીક અને માનસિક થાકેલા દરદીઓ માટે…
હવે જુઓ,
આઇ.વી. સેટ ની સારામાં સારી ક્વોલીટી ની પડતર ₹. 10/- છે જો કે સારામાં સારા ડૉકટર ₹.5 થી 7 નો જ પસંદ કરે છે…. જયારે આઇ.વી કેન્યુલા… કેથી ની કિંમત ₹.35/- હોય છે એમાં પણ ₹.9 /- ની જ ખરીદશે…
એક બાટલો ચડાવવા દર્દી ને એની સામે આઇ.વી સેટ ના ₹.150 અને કેથી ના 170 થી વધુ ખર્ચે છે
આવુ કરાય કેમ ?
🤔🤔
ચિકિત્સક સંવેદન હિન થઇને વસુલી લે છે…
મારાથી લેવાતા નથી…
હર્બોમીનરલ દવાઓ માટે હું દર્દી ને સીધી જ એમના આસપાસ કુદરતી પરિઆવાસ માં થતી વનસ્પતિઓની ઓળખ કરાવી ચિકિત્સા યોગ જાતે બનાવવા સુચવુ છું …
એમાં પ્યોરીટી તો છે પણ દર્દી ની શ્રદ્ધા મળતાં ચિકિત્સા પ્રયોગ માં સફળ થવાની શ્યોરીટી પણ મળે છે…
દર્દી વનસ્પતિઓ ના સંવર્ધન માટે ઉત્સુક પણ રહે છે…
મારા ઓછા ચાર્જ થી લોકો ને લાગે કે મારી આર્થીક સ્થિતી નબળી રહેતી હશે અથવા વડિલ ઉપાર્જીત મિલ્કતો હશે… પણ એવું નથી… મે હજુ સુધી મકાન કાર કે અન્ય કોઇ વસ્તુ ની ખરીદી માટે કયારેય લોન નથી લીધી… 😃😃
દરદીઓના આશીર્વાદથી સારી એવી સ્થાવર જંગમ મિલ્કત પણ ધરાવું છું…
આ આપને આત્મશ્લાઘા લાગશે… પણ હું જો આપને સીધું કહું કે મારે વનસ્પતિ આદી ખરીદવાની જરૂર નથી… તો કદાચ સાંભળનાર ને વિચિત્ર અને ઇગોઇસ્ટ લાગે એટલે લાંબી ચર્ચા કરી..🙏
———————–
(આમ કોઈ આ પૃથ્વી પર ડોક્ટર બની લોકોપયોગી સેવા પણ કરે છે.)
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.