દ્રૌપદીના આ રાઝને જાણીને પાંડવો પણ હૈરાન રહી ગયેલા – ઘણા ઓછાને ખબર છે દ્રૌપદીની આવી સિક્રેટ વાતો

દ્રૌપદીનુ આ રહસ્ય જાણીને પાંડવો પણ સ્તબ્ધ બની ગયા હતા! દ્રૌપદીનું આ રહસ્ય જે બોવ ઓછા લોકો જાણે છે.

મહાભારતમાં એવા ઘણા પ્રસંગો આવે છે કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. મહાભારતની કથામાં દ્રૌપદી પાંચ ભાઈઓની પત્ની તરીકે છે. ઈર્ષા,ધન – સંપતિની લાલચ, માનસિક વિચલન,બદલો લેવાની ભાવના, અભિમાન અને મનોમન દગો દેવાની ભાવના આ બધા જ પાસાંઓ મહાભારતની કથામાં ઉપસ્થિત રહ્યા છે. મહાભારતની વિભિન્ન વિદ્વાનો વિભિન્ન રીતે વ્યાખ્યા કરે છે. મહાભારત સાથે જોડાયેલી કેટલીક લોકપ્રિય કથાઓ પણ મળે છે. આ જ કથામાં એક અધ્યાય છે જાંબુલ અધ્યાય કે જેમાં દ્રૌપદી પોતાનું રહસ્ય છતું કરે છે.

દ્રૌપદી પાંચ પતીઓના પત્ની હતા. પણ તે પાચેયને એક સમાન પ્યાર નહોતા કરતા. તે સૌથી વધુ અર્જુનને પ્રેમ કરતા હતા. જ્યારે બીજી બાજુ અર્જુન દ્રૌપદીને એ પ્રેમ નથી આપી શક્યા કેમ કે, તે સૌથી વધુ પ્રેમ તેની બીજી પત્ની, અને શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાને કરતો હતો.

એક પ્રખ્યાત કથા મુજબ, પાંડવોના વનવાસના ૧૨ વર્ષ દરમિયાન એક દિવસ દ્રૌપદીએ વૃક્ષ પર પાકેલા જાંબુની એક ડાળ જોઈ. દ્રૌપદીએ તરત જ એ તેને તોડી નાખી. અને તરત જ શ્રીકૃષ્ણ ત્યાં પહોંચી ગયા. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, આ જ ફળથી એક તપસ્વી પોતાના ૧૨ વર્ષનો ઉપવાસ તોડવાના હતા. દ્રૌપદી તે ફળ તોડી લીધું હતું તો હવે દ્રૌપદી સહિત પાંડવો પણ તપસ્વીના ક્રોધનો શિકાર બનવાના હતા. આ વાત જાણીને પાંડવોએ શ્રીકૃષ્ણ પાસે ઉપાય માંગ્યો.

ભગવાન શ્રી કૃષ્ણએ ઉપાય સૂચવ્યો કે, પાંડવોએ તે વૃક્ષ નીચે જઈને માત્ર સત્ય વચનો બોલવા પડશે. ભગવાન શ્રી કૃષ્ણએ તે ફળને વૃક્ષની નીચે રાખી દીધું અને કહ્યું કે, હવે તમારે દરેકે તમારા જીવનના બધા રહસ્યો ખોલવા પડશે. જો તમે દરેક એ મુજબ કરશો તો આ ફળ જયા હતું ત્યાં વૃક્ષ પર ફરી પાછું લાગી જશે અને પાંડવો તપસ્વીના પ્રકોપથી બચી જશે.

સૌથી પ્રથમ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બોલાવ્યા યુધિષ્ઠિરે કહ્યું કે, દુનિયામાં સત્ય, ઈમાનદારી, સહિષ્ણુતા જેવા મૂલ્યોનો પ્રસાર થવો જોઈએ જ્યારે દુર્જનતા અને બેઇમાનીનો સર્વનાશ થવો જોઈએ. યુધિષ્ઠિરે પાંડવો સાથે થયેલા દરેક અન્યાયી ઘટનાક્રમ માટે દ્રૌપદીને જવાબદાર ગણ્યા. યુધિષ્ઠિરના આવા સત્ય વચનોને કારણે ફળ જમીનથી બે ફૂટ ઉપર આવી ગયું.

હવે શ્રી કૃષ્ણએ ભીમને બોલવા માટે કહ્યું. અને ચેતવણી પણ આપી કે, જો તું ખોટું બોલીશ તો આ ફળ બળીને ભસ્મ થઈ જશે. ભીમે બધાયની એ સ્વીકાર્યું, કે ભોજન, યુદ્ધ, નીંદર અને મૈથુન પ્રત્યે તેની આસક્તિ ક્યારેય ઓછી નથી થતી. ભીમે કહ્યું કે, તે ધૃતરાષ્ટ્રના બધા પુત્રોને મારી નાખશે. યુધિષ્ઠિર પ્રત્યે તેને ઘણો આદર છે. પણ જે મારી ગદાને રોકશે તેને હું મોતને ઘાટ ઉતારી દઈશ.ત્યાર બાદ ફળ બે ફૂટ વધુ ઉપર ગયું.

હવે અર્જુનનો વારો હતો. તેણે કહ્યું કે, મારા જીવન કરતા, મને પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ વધુ પ્રિય છે. જયા સુધી હું યુદ્ધમાં કર્ણને નહિ મારું ત્યાં સુધી મારા જીવનનો ઉદ્દેશ્ય પૂરો નહિ થાય. હું તેના માટે કોઈપણ રસ્તો અપનાવીશ. પછી ભલે તે અધર્મ કેમ ન હોય? આમ, અર્જુને પણ કશું જ રહસ્ય છુપાવ્યું નહિ.

અર્જુન પછી નકુલ અને સહદેવ પણ કોઈ રહસ્ય ન છુપાવતા સત્ય વાત બોલી ગયા. હવે માત્ર દ્રૌપદી જ બાકી રહ્યા હતા. દ્રૌપદીએ કહ્યું કે, પાચ પતિ એ મારી પાચ જ્ઞાનેન્દ્રિયો ( આંખ, કાન, નાક, મુખ,અને શરીર) સમાન છે. મારા પાચ પતિ હોવા છતાં પણ હું એ દરેકના દુર્ભાગ્યનું કારણ છું. હુ શિક્ષિત હોવા છતાં વગર વિચાર્યે મારા કર્મો માટે પશ્ચાતાપ કરી રહી છું દ્રૌપદીના આવા સત્ય વચનો બોલવા છતાં ફળ ઉપર જતું નહોતુ. ત્યારે શ્રી કૃષ્ણને લાગ્યું કે, દ્રૌપદી કોઈ રહસ્ય છુપાવી રહી છે.

ત્યારે દ્રૌપદીએ પોતાના પાચ પતિઓ તરફ જોયું અને કહ્યું કે, હું તમને પાંચેયને પ્રેમ કરું છુ. પણ હું એક છઠ્ઠા પુરુષને પણ પ્રેમ કરું છુ.હું કર્ણને પ્રેમ કરું છુ. જાતિ પ્રથાને કારણે હું તેને પરણી ન શકી તેનો મને હવે અફસોસ થાય છે. જો મે કર્ણ સાથે લગ્ન કર્યા હોત તો મારે આટલા બધા દુઃખ સહન કરવા ન પડત. તો મારે કદાચ આ પ્રકારના કડવા અનુભવોમાંથી પસાર ન થવું પડેત.

આ વાત સાંભળીને પાંડવો તો સ્તબ્ધ જ બની ગયા પણ કોઈ કશું બોલ્યું નહિ. દ્રૌપદીના બધા રહસ્યો છતાં થાય બાદ શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ફળ ફરી પાછું વૃક્ષ પર પહોંચી ગયું. આ ઘટના પછી પાચેય પાંડવોને એવું લાગ્યું, કે પાચ બહાદુર પતિઓ હોવા છતાં જ્યારે દ્રૌપદીને જરૂર હતી ત્યારે તેની રક્ષા ન કરી શક્યા. અને દ્રૌપદીને જ્યારે સૌથી વધુ જરૂર તેના પતિઓની હતી ત્યારે જ તેઓ સાથે ન ઊભા રહી શક્યા.

આ પૌરાણિક કથાનો એક ગર્ભિત અર્થ એ પણ છે કે દરેક વ્યક્તિના કેટલાક રહસ્યો હોય જ છે,જે માત્ર તેના પૂરતા જ સીમિત રાખે છે. કેટલીક વખત તેના પોતાના લોકોને દુઃખ ન પહોંચે તે માટે પણ લોકો રહસ્યો છુપાવતા હોય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!