એક સમયે ગુજરાતી સિનેમાની ઐશ્વર્યા ગણાતી સ્નેહલતા આજે આવી જિંદગી જીવે છે – તસવીરો જોઈ ઓળખી નહિ શકો

ગુજરાતી ફિલ્મોની જ્યારે પણ વાત આવે અને એમાં પણ જુના ગુજરાતી ફિલ્મો એટલે એક દસકા પહેલાના ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે તમારા મનમાં નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર જેવા અભિનેતા અને રોમાં માણેક, સ્નેહલતા જેવી હિરોઈનોના નામ યાદ આવે. જો કે આ સિતારાઓ હજુ પણ ક્યાંકને ક્યાંક જોવા મળી  જ જાય છે. પરંતુ આમાંની એક અભિનેત્રી એટલે સ્નેહલતા હવે લાઇમલાઇટથી દુર છે.

સ્નેહલતા હવે ૬૩ વર્ષના થઇ ચુક્યા છે, થોડા સમય પહેલા તે સુરેન્દ્રનગરના વઢવાણ જીલ્લામાં તેના સંબંધીને ત્યાં લગ્નમાં મહેમાન તરીકે હાજરી આપી હતી, જણાવી દઈએ કે તેને એક ઇન્દિરા નામની દીકરી પણ છે જે ડોક્ટર છે, તે પણ આ સમયે સાથે હાજર રહી હતી. જણાવી દઈએ કે સ્નેહલતા હાલમાં એટલા બદલાઈ ગયા છે કે તેને જોઇને ઓળખવા પણ મુશ્કેલ છે.

આજથી અંદાજે 22 વર્ષ પહેલા તેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી હતી ત્યાર બાદ તે બુલાકુલ લાઇમલાઇટમાં નથી. સ્નેહલતાજી એ કહ્યું કે, “મને હવે જાહેર થવાનો વધુ મોહ નથી, હું મુંબઈના બાંદ્ર વિસ્તારમાં ફેમીલી સાથે રહું છું. કોઈ ફંક્શન કે પાર્ટીમાં જવાનું પણ ટાળું છું. હું પરિવાર સાથે ખુબ જ ખુસ છું તેમજ મારી દીકરીને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ શોખ નથી. તેથી હવે મારા પરિવારમાંથી હવે કોઈ પણ ફિલ્મોમાં આવે તેવી શક્યતા નથી.”

સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા પછી ઘણા કલાકારો  સારી ઓફર મળે તો કામ કરી લેતા હોય છે પરંતુ સ્નેહલતાએ દરેક પ્રોડ્યુસરને ઓફર કરવાની જ નાં પાડી દીધી છે કેમ કે તે હવે ફિલ્મોમાં કામ કરવા માંગતા નથી. જણાવી દઈએ કે સ્નેહલતાને ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા પછી ઘણીબધી લીડ રોલની ઓફરો મળેલી પરંતુ તેને સ્વીકાર કર્યો જ નહિ. એક સમય હતો જ્યારે તે હંમેશા કેમેરા સામે રહેતા પરંતુ આજે ફોટો પડાવા પણ રાજી નથી.

સ્નેહલતાનું કહેવું છે કે “ફિલ્મી લાઈફમાં જેમ જુદા જુદા રોલ હોય તેમ રીયલ લાઈફમાં પણ ઘણા જુદા જુદા રોલ નિભાવવાના હોય છે તેને સારી રીતે અને નિષ્ઠાથી નિભાવવા જોઈએ. મને એ વાત યોગ્ય નથી લાગતી કે હું મારી ૬૦ વર્ષની ઉમરે ઘર છોડીને શૂટિંગ માટે જાવ, કેમ કે આ સમય પરિવાર સાથે વિતાવવાનો સમય છે જે ઉ ખુબ જ ખુશીથી વિતાવી રહી છું.”

હાલમાં સ્નેહલતા ફિલ્મોથી બિલકુલ દુર છે તેને જ્યારથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી છે ત્યારથી તેને એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. જો કે આજે પણ તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે. મિત્રો એ વાત થી તમે બિલકુલ અજાણ હસો કે સ્નેહલતાનો જન્મ મુંબઈમાં એક મરાઠી ફેમીલીમાં થયેલો, તેના પિતાએ એ જ તેને ફિલ્મો તરફ આવવા માટે સપોર્ટ કરેલો અને પ્રેરણા આપેલી.

જણાવી દઈએ કે સ્નેહલતા ગુજરાતી ફિલ્મો પહેલા મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, પરંતુ સૌથી વધુ કામ ગુજરાતી ફિલ્મોમાં કર્યું છે. તેને લગભગ 70માં દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મળીને અને ૮૦ નાં દસકામાં નરેશ કનોડિયા સાથે મળીને ઘણીબધી ગુજરાતી સુપરહિટ ફિલ્મો આપી છે.

70 માં દાયકામાં સ્નેહલતાએ ઉપેન્દ્ર સાથે મળીને રા’નવઘણ, શેતલને કાંઠે, વીર માંગણાવાળો, ભાદર તારા વહેતા પાણી જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે તેમેજ ૮૦ના દાયકામાં સ્નેહલતાએ નરેશ કનોડિયા સાથે ઢોલા મારું, ટોડલે બેઠો મોર, મોતી વેરાણા ચોકમાં હિરણને કાંઠે જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સ્નેહલતાને ગુજરાતી ફિલ્મો માટે વર્ષ 2013 માં સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!