Mojemoj.com

Best Gujarati Blog

ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી આ ૫ વાતો અમલ કરી હોય તો ગરીબી આ સૃષ્ટિ પર ટકી જ ના શકે…

ભગવાન શ્રી વિષ્ણુએ આ વિશ્વ પર વિવિધ અવતાર ધારણ કર્યાં છે જેથી પૃથ્વી પર ધર્મને હમેશા ટકાવી રાખીને તે લોકોની મદદ કરી શકે. એમાનો જ એક હતો ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર જેણે વિવિધ લોકોને પોતાના અવતારથી પ્રભાવિત પણ કર્યા છે.

પ્રાચીન સમયમાં સાધુ સંતોએ ભગવાનનના ઉપદેશોને લખાણ રૂપ આપ્યું છે જેની સાબિતી અને બધા જ પુરાવાઓ આજે પણ હયાત છે. જે સૌથી વધુ જરૂરિયાત મંદ લોકો માટે કોઈ માર્ગદર્શનથી ઓછા ગણી શકાય નહિ. તે લેખોમાંથી અમે આજે તમારા માટે એવા 5 ઉપાય લઈને આવ્યા છીએ જે તમારા ઘરમાંથી હમેશા માટે ગરીબીને દૂર લઇ જશે.

ઘરમાં ઘી નો દીવો પ્રગટાવો:

બહુ જૂના સમયથી પોતાના ફેમિલીમાં કુળદેવી કે દેવતાની સામે દીવો પ્રગટાવવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલતી આવી છે. કેટલાક લોકો સાંજના સમયે દીવો પ્રગટાવવો સારો માને છે તો બાકીના લોકો સવારના સમયને વધુ શુભ માને છે. પરંતુ હિન્દૂ ધર્મના પ્રમાણે માણસને સવાર-સાંજ બંને સમયે ઘી નો દીવો યોગ્ય કરવો જોઈએ જેના લીધે ઘરમાં નિર્ધનતા નથી આવતી.

પાણી આપવું:

આપણા હિન્દુ ધર્મમાં આપણા ઘરે આવેલા બધા જ મહેમાન ભગવાનના સમાન હોય છે. તેનું સંપૂર્ણ માન-સમ્માન અવશ્ય કરવું જોઈએ. જ્યારે કોઈ માણસને આપણી ઘરે આવે તો સૌથી પહેલા તેને બીજું કઈક આપીએ એના પહેલા પાણી આપવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે કોઈ તરસ્યાની દુવા સૌથી વધુ શક્તિશાળી હોય છે માટે ઘરે આવેલા મહેમાનોને પાણી આપો અને તેનો આશીર્વાદ મેળવો.

મધ:

આપણા ઘરમાં થોડુંક મધ હંમેશા રાખવું જોઈએ. મધ ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલું છે. તેને ઘરની સૌથી સુંદર તથા સાફ જગ્યા પર રાખો. મધ પુરા ઘરમાં પોઝિટિવ વિચારોને પ્રભાવ લઈને આવે છે. આ ઉપરાંત તે ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.

પવિત્ર તિલક:

કહેવામાં આવે છે કે તિલક મગજને શાંત તથા સંપૂર્ણ સ્થિર રાખે છે. જ્યોતિષવાદીઓના કહ્યા પ્રમાણે માણસે પોતાની રાશિ કે જન્મ કુંડળીના પ્રમાણે સિંદૂર, ચંદન વગેરેનું તિલક અવશ્ય લગાવવું જોઈએ. તમે વિશેષજ્ઞોની હેલ્પ લઈને પોતાના માટે ઊત્તમ તિલકની વધુ જાણકારી મેળવી શકો છો. જે ઘરમાંથી ગરીબી દૂર કરવા માટે તમારી ચોક્કસ મદદ કરશે.

માં સરસ્વતીની વીણા:

મોટાભાગે લોકો વીણાને ઘરમાં સજાવટના સામાન સ્વરૂપે રાખે છે, પણ ખુબ સમાન્ય એટલે કે ઓછા લોકોને જ એ વાતની જાણ હશે કે ઘરમાં વીણા રાખવાથી પોતાના કોઈપણ પ્રોજેક્ટને સમય પર પુરા કરવામાં મદદ મળે છે. તમારા બધા જ આર્થિક કામ વીણાની હાજરીને લીધે કામિયાબ થઇ જાશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!