Mojemoj.com

Best Gujarati Blog

પહેલા સારા અલી ખાન કઈક આવી દેખાતી, ખાવાની એક રીત બદલીને આજે બની ગઈ છે એકદમ સ્લિમ

સારા અલી ખાનને તમે બધા એકદમ સારી રીતે જાણતા જ હશો. સારા અલી ખાન એટલે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની એક દીકરી. સારા દેખાવમાં ઘણી આકર્ષક છે. સારા એ કેટલાક સમય પહેલા જ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી દીધી છે. તેની પહેલી બોલીવુડ મૂવી હતી કેદારનાથ. જેમાં એમની સાથે હીરો તરીકે હતા સુશાંત સિંહ રાજપૂત. એ મૂવી લોકોને ઘણીબધી પસંદ આવી. અને એ પછી સારાની બીજી ફિલ્મ આવી સિમ્બા. આ ફિલ્મમાં એમની સાથે રણવીર સિંહ હતા. આ મૂવી એકદમ બોક્સ ઓફીસ પર સુપર હિટ સાબિત થઇ. એટલે કે સારાનો અભિનય લોકોને વધુ પસંદ છે.

આ તો કરી આપણે એમની ફિલ્મોની વાત. પણ હવે એમની થોડી પિતાની લાઈફની વાત પણ કરીએ. સારા ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ હિરોઈન છે. ભારતના ઘણા છોકરાઓ એમની સુંદરતાના ઘણા બધા દીવાના છે. સોશિયલ મીડિયા પર પણ સારાના લાખો ચાહકો છે. એમનું ફિગર પણ એમની સાવકી માં કરીના કપૂર જેવું જ છે. પણ તમને કદાચ ખ્યાલ નહિ હોય કે સારાનું શરીર પહેલાથી આટલું પાતળું ન હતું. મૂવીમાં આવવા પહેલા તેમનું વજન ઘણું વધારે હતું. તમે અહીં ફોટામાં જોઈને એ વાતનો અંદાજો લગાવી શકો છો કે સારા પહેલા કેટલી વધુ પડતી જાડી હતી.

સારાએ પોતાનું વજન સાવ ઓછુ કરીને પોતાને આટલી સુંદર શરીરની માલિક બનાવી છે. તમે પણ એમની જેમ પોતાનું વજન સાવ ઓછુ કરી શકો છો. એના માટે તમારે થોડી એવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને કહીશું કે કઈ રીતે સારા અલી ખાને પોતાનું ભારે ભરખમ શરીર ઓછું કરીને એક આકર્ષક ફિગર મેળવ્યું છે. આવો તમને એમની ટ્રીક વિષે માહિતી આપીશું, જેના દ્વારા તેમણે પોતાનું શરીર હાલ કરતાં પાતળું બનાવ્યું છે. આવો તમને એમની સ્લીમ ટ્રીમ બનવાની રીત વિષે જણાવીએ.

સારા અલી ખાને વજન ઓછું કરવા માટે એકદમ સરળ એવી રીતનું પાલન કર્યુ છે. આ રીત ન ફ્કત તમારું વજન ઓછું કરવામાં મદદ કરશે પરંતુ તેનાથી તમે સ્વસ્થ અને તંદુરસ્ત પણ રહેશો. એ વાતમાં કોઈપણ શંકા નથી કે દરેકને ફીટ અને હેલ્દી રહેવું ગમે છે. પણ જ્યારે વજન જરૂર કરતા વધી જવું ઘણા લોકોની તકલીફનું કારણ બની જાય છે. વજન ઓછું કરવા માટે લોકો ઘણા પ્રયાસો પણ કરે છે, જેવા કે ડાયટીંગ, કસરત અને યોગા. પણ ઘણી વખત આ ઉપાય કામ નથી આવતા અને વજન ઓછું શકતું નથી.

આવામાં તમે પણ સારાઅલી ની જેમ માઈન્ડફૂલ ઇટીંગને સ્વીકારી શકો છો. તેનાથી તમને પણ વજન ઘટાડવામાં આસાની થશે. આ રીત છે સારી પણ ઘણા લોકોને એના વિષે માહિતી નથી હોતી, અને તેના લીધે તે તેનો ઉપયોગ નથી કરી શકતા. તમારી જાણકારી માટે કહી દઈએ કે માઈન્ડફૂલ ઇટીંગ શરીરની જમા થયેલી ચરબીને પણ ઘટાડવામાં મદદ કરે છે, અને શરીરને ફીટ રાખે છે. તો આવો આજે તમને એના વિષે થોડીક માહિતી આપીએ, જેથી તમે પણ એનો ઉપયોગ કરીને સારાની જેમ પોતાનું વજન ઘટાડી શકો.

માઈન્ડફૂલ ઇટીંગ શું હોય છે?

આપણી ભાષામાં કહીએ તો માઈન્ડફૂલીંગ ઇટીંગનો સીધો અર્થ ખોરાકને ધ્યાનથી ખાવું એવો થાય છે. તમે પણ ખોરાકને વધુ ધ્યાનપૂર્વક જમશો તો તેનાથી તમે ન માત્ર ખાવાનો આનંદ લઇ શકશો, પરંતુ તમારો ખોરાક સરળતાથી પચી પણ જશે. જેવું આ ઝડપી જીવનમાં લોકો ફટાફટ ખાવાની ટેવ વધારે હોય છે. એનાથી ફક્ત તમે થોડો સમય બચાવો છો બીજું કઈ નહિ.

આ સિવાય જો તમે સારી રીતે થોડું ધીરે ધીરે અને ચાવી ચાવીને ખાવ છો, તો તમને એ ખોરાકનો ફાયદો પણ મળે છે. ચાવી ચાવીને ધીમેથી ખાવાથી તમને એનો સાચો સ્વાદ પણ ખબર પડે છે. તેમજ ખાધેલો ખોરાક સારી રીતે પચે છે, અને એમાં રહેલા પોષક તત્વો તમારા શરીરને મળે છે. મિત્રો માઈન્ડફૂલ ઇટીંગ દરમિયાન ખોરાકને સારી રીતે ચાવીને ખાવાનો હોય છે. ખોરાકને ચાવીને જમવાથી તમને જલ્દી જલ્દી ભૂખ પણ નથી લાગતી, જેથી તમે અસ્વસ્થ ખોરાકનું સેવન નથી કરતા અને તમારું વજન યોગ્ય રહે છે.

તે ઉપરાંત માઈન્ડફૂલ ઇટીંગ આપણા પેટને એ જણાવે છે કે તે ભરાઈ ગયું છે, અને તેને લીધે તમે ઓવરઇટીંગ કરતાં નથી, એટલે કે વધારે પડતું ખાવાનું નથી ખાતા. પણ જયારે તમે ફટાફટ ખાવ છો તો તમારા પેટને મોડેથી જાણકારી મળે છે, જે કારણે તમે ઓવરઇટીંગ કરો છો અને તમારું વજન પણ વધી જાય છે.

ફૂડ ક્રેવીંગને ઓછું કરે છે :

ફૂડ ક્રેવિંગ એટલે કે આપણી ભાષામાં ખોરાકની તૃષ્ણા. સિમ્પલ ભાષામાં કહીએ તો તમને એક જ પ્રકારનો ખોરાક વારંવાર ખાવાની ઈચ્છા થવી. માઈન્ડફૂલ ઇટીંગ ફૂડ ક્રેવીંગને બને એટલું ઓછું કરે છે. કેમ કે તે દરમિયાન તમારા પેટને યોગ્ય સમયે જાણકારી મળી જાય છે, જેથી તમને ખાવાની ઈચ્છા ઓછી થવા લાગે છે. ફૂડ ક્રેવીંગ ન થવાને લીધે તમારું વજન યોગ્ય થઇ જાય છે અને શરીરમાં વધારાની ચરબી પણ એકઠી થતી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!