મુંબઈની તાજ હોટેલમાં થાળીનો ભાવ અધધ આટલો છે ! આ સિવાયની ફેસીલીટીના ભાવ વાંચી ચકરી ,ખાઈ જશો
તાજ શબ્દ યાદ આવે એટલે મગજમાં બે જ વસ્તુ યાદ આવે એક કે જે વિશ્વની સાત અજાયબીઓ માંથી એક ભારતમાં છે એ ‘તાજમહાલ’ અને બીજી મુંબઈમાં આવેલ ‘તાજ મહાલ પેલેસ હોટલ’ જે માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વાભરમાં જાણતી છે. આજે આપણે તાજ હોટલ વિશે થોડી રસપ્રદ વાત કરવાના છીએ. જો કે તેની એક ડીસનાં જ ભાવ એટલા હોય છે જેટલો સામાન્ય લોકોનો મહિનાનો પગાર હોય છે. તો ચાલો જોઈએ..

તાજ હોટલમાં એક ડીસનો ભાવ :
જણાવી દઈએ કે મુંબઈમાં રહેલ તાજ હોટલ ટાટા ગ્રુપની એક જ હોટલ નથી, આખા ભારતભરમાં ઘણી તાજ હોટલો છે. પરંતુ હા સૌથી પોપ્યુલર હોય તો એ મુંબઈની જ તાજ હોટલ છે. માલદીવમાં પણ ટાટા ગ્રુપની જબરદસ્ત હોટલ છે. આ હોટલની સ્થાપના વર્ષ 1903માં થયેલી એટલું જ નહિ ભારતની પ્રથામાં ટ્રેડમાર્ક બિલ્ડીંગ તરીકે નામાંકિત પણ થયું.
જો વાત કરીએ એક ડીસની કિંમતની તો અહી અલગ અલગ ઘણા રેસ્ટોરન્ટ છે તેમજ દરેક જગ્યાએ ભાવ અલગ અલગ રાખવામાં આવેલો છે. જો કે સૌથી મોંઘી ડીસઓ ભાવ તો ઘણો વધુ જ હોય છે પરંતુ આજે આપણે એવી બે જગ્યાના ભાવ વિશે જાણીશું જ્યાં જમવા માટે લોકોની ભીડ જામે છે અને મોટા ભાગના લોકો અહીં જ જમવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે આ બંને તાજ હોટલની અંદરના જ રેસ્ટોરન્ટ છે, જેનું નામ છે : શામિયાના રેસ્ટોરન્ટ અને સી-લોન્ચ રેસ્ટોરન્ટ. જ્યાં લોકોની જમવા માટે ભીડ હોય છે. એટલે કે તાજ હોટલમાં જતા મોટાભાગના લોકો અહી જામે છે.
હવે વાત કરીએ ભાવની તો પહેલા વાત કરીએ શામિયાના રેસ્ટોરન્ટની તો ત્યાં બે ડીસનો ભાવ રૂપિયા 4500 થી 5500 સુધી છે. જો કે વાનગીઓ પણ વધુમાં વધુ હોય છે, જેમાં દરેક પ્રકારની વાનગીઓનો સમાવેશ થઇ જાય છે. જોવા જઈએ તો અહી એક ડીસનો ભાવ 2000 થી પણ વધુ થયો.
હવે વાત કરીએ બીજી રેસ્ટોરન્ટ સી-લોન્ચની તો તે શામિયાનાથી થોડી વધુ મોંઘી છે. તમને જાણીને હેરાની થાશે કે મોંઘી હોવાનું કારણ એ છે કે આ રેસ્ટોરન્ટમાંથી સમુદ્રનો સીન જોઈ શકાય છે. અહી બે ડીસનો ભાવ 6000થી 8000 છે. એટલે કે એક ડીસનો ભાવ 3થી 4 હજાર થયો.
જો કે આટલી મોટી અને મુંબઈની જાણીતી હોટલ હોવાથી અહી અવારનવાર મોટા મોટા સેલિબ્રિટીઓ પણ આવતા રહે છે. એવું પણ બની શકે કે તમે જ્યારે જમવા જાવ ત્યારે કોઈ સેલિબ્રિટી આવે તો તે તમારી આસપાસ જ જમવા બેસે. જો કે આ વાત તો એ લોકોની છે જે અહી જઈ શકે અથવા અહી જતા હોય છે. કેમ કે કોઈ સામાન્ય લોકો તો અહી જઈ શકે તેમ જ નથી.
તાજ હોટલ વિશે થોડી અજાણી વાતો :
એક સમયે જમશેદજી ટાટા પ્રખ્યાત હોટલ વોટ્સનમાં જવા માંગતા હતા પરંતુ તે એક ભારતીય હોવાથી પરમીશન ન મળી. બસ તે જ દિવસો જમશેદજીએ મનોમન નક્કી કરે લીધું કે એક દિવસ એવી હોટલ તૈયાર કરીશ કે આ અંગ્રેજો ગોરા આંખો ફાડીને જોતા રહી જશે. અને તેનું જ પરિણામ છે આ ‘તાજ હોટલ’. એટલું જ નહિ પરંતુ જ્યારે તાજ હોટલ તૈયાર કરવામાં આવી ત્યારે હજુ ઇન્ડિયા ગેટનો પાયો પણ નખાયો ન હતો. ત્યાંનાં દરિયામાં વહાણ હાંકતા વહાણો આ બિલ્ડીંગને હોકાયંત્ર તરીકે ઉપયોગ કરતા.
તેમજ હોટલ પર થયેલો આંતકી હુમલો પણ ખુબ જ દુખદ ઘટના હતી. આ ઘટના ભારતની સૌથી ભયાનક માંથી એક હતી. ભારતના ઇતિહાસનાં કાળા પાનાં પર આ ઘટના હમેશા રહેવાની અને દુખ આપતી જ રહેવાની પરંતુ તે સમયે પણ રતન ટાટા એ માનવતા દેખાડી તેને કેમ ભૂલી શકાય.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.