રેલના ડબ્બામાં ખૂણા પરની સીટની બારીમાં આવા લોખંડના સળિયા કેમ લગાવવામાં આવે છે? – વાંચો વિગત

દરરોજ કરોડો લોકો રેલવેમાં સફર કરે છે અને ભારતીય રેલવે ઘણા વર્ષોથી લોકોને પોતાની મંઝીલ સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. ભારતીય રેલવે ભારતના દરેક રાજ્ય સાથે જોડાયેલ છે અને રેલવેની મદદથી લોકો સરળતાથી પોતાનાં ગામમાંથી શહેર સુધી પહોંચી જાય છે. મોટાભાગના લોકો રેલમાં સ્લિપર અને જનરલ ડબ્બામાં જ સફર કરે છે. કારણ કે આ ડબ્બાનું ભાડું સસ્તું હોય છે અને ઓછા ખર્ચે આરામથી લોકો પોતાની મંઝીલ સુધી પહોંચી જાય છે.

તમે રેલવેની મુસાફરી દરમિયાન એક વાત જરૂર નોટ કરી હશે કે, સ્લિપર અને જનરલ ડબ્બાનાં દરવાજા પાસે બનેલી બારી (વિન્ડો)માં ઘણા લોખંડનાં સળિયા લાગેલા હોય છે. જ્યારે ડબ્બાની અન્ય બારીઓમાં ઘણા ઓછા સળિયા લગાવેલા હોય છે. ટ્રેનના ડબ્બામાં આવું શા માટે હોય છે? કદાચ ભાગ્યે જ તમને ખ્યાલ હશે. હકીકતમાં આમ કરવા પાછળ પણ એક કારણ છે અને આ કારણ આપણી સુરક્ષા સાથે જોડાયેલ છે.

ટ્રેનનાં ડબ્બામાં દરવાજા પાસેની બારીમાં લોખંડનાં સળિયા વધુ હોય છે, જેનું કારણ ખૂબ જ દિલચસ્પ છે. ટ્રેનમાં આ જગ્યાએથી જ સૌથી વધુ ચોરી થતી હોય છે તેથી ચોરી રોકવા માટે ત્યાં વધુ સળિયા લાગેલા હોય છે. આ જગ્યાએથી ચોર સરળતાથી હાથ નાખીને માલસામાનની ચોરી કરી શકે છે. રાત્રે પણ ચોર આ જગ્યાને વધુ ટાર્ગેટ કરે છે અને પેસેન્જરનો કિંમતી સામાન લઈને ભાગી શકે છે.

રેલવેમાં સફર કરી રહેલા યાત્રીઓની સુરક્ષા અને માલસામાનની સલામતી માટે આ બારીમાં સૌથી વધુ લોખંડનાં સળિયા લગાવવામાં આવે છે. જેથી ચોરીના કિસ્સા અટકાવી શકાય.

ભારતીય રેલવેની રસપ્રદ વાતો :
ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી રેલવે છે ભારતીય રેલવે સાથે ઘણી બધી રોચક વાતો જોડાયેલ છે, જે આ મુજબ છે.

  • રેલ વિભાગ દ્વારા લગભગ 13000 ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે અને આ રેલ દેશના દરેક ખૂણેથી ચાલે છે.
  • ભારતીય રેલવેમાં પ્રતિદિન લગભગ 5 કરોડ યાત્રી મુસાફરી કરે છે અને પોતાની મંઝીલ સુધી પહોંચે છે.
  • ભારતીય રેલવેમાં 4 મિલિયનથી વધુ લોકો કામ કરે છે.
  • દિલ્હીમાં સ્થિત રેલ સંગ્રહાલય એશિયાનું સૌથી મોટું સંગ્રહાલય છે. દિલ્હી ઉપરાંત કોલકત્તા, પુણે અને અન્ય શહેરોમાં પણ રેલ સંગ્રહાલય બનાવવામાં આવ્યા છે.
  • નવી દિલ્હી રેલવે સ્ટેશન દુનિયાનું સૌથી મોટું રૂટ રિલે ઈન્ટરલોકિંગ સિસ્ટમ છે.
  • ગોરખપુર સ્ટેશન દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ છે. જે 4430 ફૂટ લાંબુ છે.
  • દેશની સૌથી લાંબી રેલવે સુરંગ જમ્મુ અને કશ્મીર રાજ્યમાં છે, જે પીર પંજાલ છે. આ સુરંગ 25 કિલોમીટર લાંબી છે.
  • ભારતની પહેલી પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ 1853માં થાણેથી શરૂ થઈ હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!