Mojemoj.com

Best Gujarati Blog

આજ સુધી રિલીઝ થઈ શકી નથી બૉલીવુડની આ ફિલ્મો, નંબર 5 ફિલ્મની લોકો આજે પણ રાહ જોઈ રહ્યા છે

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં દરેક શુક્રવાર કે પછી તહેવાર વાળા દિવસે જ મૂવી રીલીઝ થાય છે. પણ ઘણી વખત એવું થાય છે કે મૂવી ની કાસ્ટ પસંદ કર્યા પછી કે પછી ફિલ્મ બની ગયા પછી પણ ફિલ્મ કોઈ ને કોઈ કારણોથી રીલીઝ થઇ શકી નથી અને તેને કેન્સલ કરવી પડે છે. તમે પણ હજુ સુધી ઘણી એવી ફિલ્મોના ટ્રેલર જોયા જ હશે. જે આજ સુધી રીલીઝ કરવામાં આવી નથી. હમણાંની આ લેખમાં અમે એવી જ થોડી મોટા પ્રોડક્શન ની ફિલ્મો ની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં મોટા ફેમસ કલાકારો હોવા છતાં પણ ફિલ્મ રીલીઝ થઇ શકી નથી અને તેને કેન્સલ કરવી પડી. આ મૂવી ની રાહ આજે પણ લોકો જોઈ રહ્યા છે.

1) ચોર મંડલી :-

માનવામાં આવે છે કે ખાસ કરી ને એક્ટર ‘ચોર મંડલી’ રાજ કપૂરની લાસ્ટ મૂવી હતી. તેમાં તેની સાથે અશોક કુમાર પણ દેખાયા હતા. આમ તો આ ફિલ્મ સંપૂર્ણ બની ગઈ હતી, પરંતુ તેને ક્યારે પણ રીલીઝ નથી કરવામાં આવી.

2) શુદ્ધિ :-

મૂવી ‘શુદ્ધિ’ ને બોલીવુડ ના પ્રખ્યાત ડાયરેક્ટર કરણ જોહર દ્વારા ડાયરેક્ટ કરી રહ્યા હતા, પરંતુ કોઈ કારણે એ ફિલ્મનું કાસ્ટિંગ થઇ શક્યું નથી. પહેલા સમાચાર આવ્યા કે કરીના અને ઋત્વિક ને નક્કી કરી લેવામાં આવ્યા છે પણ પાછળ થી તેમણે મૂવી છોડી દીધી. ત્યાર બાદ સલમાન ખાનને પણ એપ્રોચ પણ કરવામાં આવ્યા, પરંતુ ડેટ્સને લીધે તે પણ ફિલ્મ નથી કરી શક્યા અને ફિલ્મ સંપૂર્ણ અધુરી રહી ગઈ.

3) ચાંદની ચોક ટુ અફ્રિકા :-

‘ચાંદની ચોક ટુ ચાઈના’ કોમેડી મૂવી હતી જેમાં અક્ષય કુમાર તથા દીપિકા પાદુકોણ પણ હતા. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર તે ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મના એન્ડમાં દેખાડવામાં આવ્યું છે આ ફિલ્મની સિકવલ ‘ચાંદની ચોક ટુ અફ્રિકા’માં આવશે પણ આજ દિન સુધી એ ફિલ્મ બની નથી.

4) કુચી કુચી હોતા હે :-

૨૦૧૦ માં મૂવી ‘કુચી કુચી હોતા હે’ નું શુટિંગ પણ શરુ થઇ ગયું હતું અને કહેવામાં આવે છે કે ફિલ્મ ૨૦૧૧ સુધી રીલીઝ પણ થઇ જશે. પણ એવું કાંઈ ન થયું આ ફિલ્મ એનીમેટેડ હતી જે કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ઉપર આધારિત હતી.

5) મુન્નાભાઈ ચલે અમરિકા :-

‘મુન્નાભાઈ એમબીબીએસ’ તથા ‘લગે રહો મુન્ના ભાઈ’ પછી ખબરો આવ્યા હતા કે ‘મુન્ના ભાઈ ચલે અમેરિકા’ વહેલી તકે આવનારી છે. આ ફિલ્મનું ટીજર પણ આવી ગયું હતું, પરંતુ ફિલ્મ આજ સુધી ન આવી. આ મુવીનીની રાહ આજે પણ લોકો જોઈ રહ્યા છે.

6) ટાઈમ મશીન :-

૧૯૯૨ માં મૂવી ‘ટાઈમ મશીન’ બની ગઈ હતી જેના ડાયરેક્ટર શેખર કપૂર પણ હતા. ઓન ફિલ્મ નું થોડું શુટિંગ થયા પછી ફાઈનેંસિયલ સમસ્યાને લીધે એને વચ્ચે જ અટકાવવી પડી.

7) પાવર :-

મૂવી ‘પાવર’ માં એક્ટર અજય દેવગન જોવા મળવાના હતા, ઓન પાછળ થી તેમણે મૂવી કરવાની ના કહી દીધી. આ ફિલ્મ હજુ સુધી બની નથી.

8) દસ :-

મુકુલ એસ આનંદ દ્વારા પ્રકાશિત ફિલ્મ ‘દસ’ પણ ક્યારેય રીલીઝ થઇ શકી નથી. તેનું ગીત ‘સુનો ગોર સે દુનિયા વાળો’ વધુ ફેમસ થયું હતું. પાછળ થી તેના બંધ રહેવાના સમાચાર આવ્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!