Mojemoj.com

Best Gujarati Blog

ભૂલથી ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરાય જાય ત્યારે આટલુ સુઝબુઝ સાથે કરવાથી એક રૂપિયાનો પણ ખર્ચ નહિ આવે…

દોસ્તો ઘણી વખત થોડીક નાની ભૂલ એવી થઇ જતી હોય છે, જે ભૂલ હોય છે સામાન્ય પરંતુ તેનું નિરાકરણ લાવવું ખુબ જ તકલીફ ભર્યું હોય છે. તો આજે અમે તમને એક એવા ઉપચાર વિશે કહીશું જેને તમેં વાંચિંને દંગ રહી જશો. આજે તમને કહીશું કે જો ભૂલથી ડીઝલ વાળી ગાડીની ટાંકીમાં પેટ્રોલ નાખી દેવામાં આવે તો શું કરવું જોઈએ ? માટે આ આર્ટિકલ ને એકવાર અવશ્ય વાંચવો જોઈએ. કેમ કે ગમે ત્યારે આ બાબત તમને કામ આવી શકે છે.

તો જ્યારે ડીઝલ ગાડીમાં ભૂલથી પણ પેટ્રોલ નાખી દેવામાં આવે તો પહેલા ગાડીને શરૂ ક્યારેય ન કરવી જોઈએ. પરંતુ ત્યાર પછી એક મિકેનિકને શોધવો જોઈએ. પણ ઘણી વખત પરિસ્થિતિ એવી પણ ઉત્પન્ન થાય છે કે મિકેનિકને પણ આ બાબતની ખબર ન પડતી હોય, અથવા તો મિકેનિક ન મળે. તો ત્યારે આપણી પાસે કોઈ વિકલ્પ ન બચે. ત્યારે કોઈને કોઈ આપણે જ જાતે એક્શન લેવા પડે. તો ચાલો જાણીએ આપણે શું એવા સમયે શું પગલાં ભરવા જોઈએ.

સૌ પ્રથમ તો તમારે વિવિધ ટુલ્સ જોઇશે અને એક મોટું વાસણ જે ફ્યુલ ટેંકની નીચે આવી શકે. ગાડીના ફ્યુલ ટેંકની નીચે જ એક નાનકડો બોલ્ટ હોય છે. જે ફ્યુલ ટેંકને સંપૂર્ણ ખાલી કરવા માટેનો હોય છે. તે બોલ્ટને લુઝ કરી નાખવાનો અને મોટું વાસણ હોય તેને ફ્યુલ ટેંકની નીચે સરળતાથી મૂકી દેવાનું અને હાથ વડે બોલ્ટને ખોલી નાખવાનો. બધું પેટ્રોલ ખાલી થઇ જાય ત્યાં સુધી તે બોલ્ટને ખોલી ને રાખવાનો, ત્યારબાદ બધું જ પેટ્રોલ ખાલી થઇ જાય પછી બોલ્ટને હાથ વડે ફીટ કરી દેવાનો. પણ એ હમેશા ધ્યાન રાખવાનું કે બોલ્ટને પૂરો ટાઈટ નથી કરવાનો. પરંતુ હવે ફ્યુલ ટેંકમાં એકથી બે લીટર ડીઝલ નાખવાનું તથા ગાડીને હલાવવાની કોશિશ કરવાની.

ગાડીને ધીમેથી એકવાર હલાવ્યા પછી ધીમેથી બોલ્ટને ફરીથી એકવાર ખોલી નાખવાનો. હવે બધું જ ડીઝલ બહાર સંપૂર્ણપણે નીકળી ગયા પછી બોલ્ટને સંપૂર્ણ ટાઈટ કરી દેવાનો. ત્યાર પછી તમે ગાડીમાં ડીઝલ ભરી શકો છો. પણ હજુ એક વાતનું ધ્યાન એ રાખવાનું છે કે ગાડીને સ્ટાર્ટ નથી કરવાની. ડીઝલ ભર્યા પછી ગાડીનું બોનેટ ખોલવાનું, ત્યાં તમને ફયુલ ફિલ્ટરની પાસે એક ફિલ્ડ પંપ જોવા મળશે. તેને થોડી વાર દબાવી રાખવાનો અને પછી છોડી દેવાનો.

ત્યારબાદ એક માણસને ગાડી શરૂ કરવા માટે કહો અને ત્યારપછી એ પંપને દબાવી રાખો. પણ એ ધ્યાન રાખવાનું કે ગાડી શરૂ થતી હોય ત્યારે તમારો હાથ રેડીએટર પાસે ન હોવો જોઈએ. જો ગાડી સ્ટાર્ટ થઇ જાય તો તેને થોડી વાર સમાન્ય રીતે ચાલુ રહેવા દેવાની અને એક્સીલેટર નહિ આપવાનું. થોડા સમય પછી ગાડીને ચાલુ કર્યા બાદ ગાડીએ બંધ કરીને ફરીવાર ચાલુ કરવાની. ત્યાર પછી હવે ચાલુ ગાડીનું એક્સીલેટર દબાવવાનું અને છોડવાનું. લગભગ ગાડી પહેલા જેમ નોર્મલ થઇ જશે.

આ બધાની વચ્ચે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગાડીના એન્જિનનો અવાજ એ પહેલા જેવો છે કે નહિ. કારણ કે ડીઝલ ગાડીમાં પેટ્રોલ નાખવામાં આવે તો તેનો અવાજ ચેન્જ થઈ જાય છે. જો અવાજ સામાન્ય જ હોય તો સમજી લેવાનું કે તમારી ગાડી સામાન્ય પરીસ્થિતિમાં પછી આવી ગઈ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!