સલમાન-અમીર થી લઈ ટાઈગર-શ્રદ્ધા સુધી આ 12 સિતારાઓ હતા ક્લાસમેટ – એકને તો પ્રેમ પણ થઇ ગયો…
સ્કૂલના દિવસો સૌથી યાદગાર દિવસો હોય છે. આ એ સમય હોય છે જ્યારે આપણે નવા ફ્રેન્ડ બનાવીએ છીએ. જો કે સ્કૂલ કે કોલેઝ પૂરી થાય એટલે દરેકના રસ્તાઓ અલગ અલગ થઇ જાય છે. ત્યારબાદ ઘણા ઓછા ફ્રેન્ડ્સ વધુ સમય સુધી સાથે રહી શકે છે.

એવામાં આજે અમે તમને બોલીવુડના અમુક એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ક્યારેક એક જ સ્કૂલમાં ભણતા હતા. તેમાંથી અમુક તો એકબીજાના કલાસમેટ હતા. તેથી આટલા વર્ષો પછી પણ આ લોકો બેસ્ટ ફ્રેન્ડ છે. સ્કૂલ ટાઈમમાં તેને વિચાર્યું પણ નહિ હોય કે ભવિષ્યમાં આ લોકો એક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ બનશે અને સાથે કામ કરશે.
નવ્યા નવેલી નંદા અને આર્યન ખાન :
અમિતાભ બચ્ચનની ભાણેજ એટલે કે શ્વેતા બચ્ચનની દિકરી નવ્યા અને શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન બંને પોપ્યુલર સ્ટાર્સ કીડ છે. સોશિયલ મીડિયા પર બંનેની તસ્વીરો છવાયેલી રહે છે. બંનેએ ઘણી તસ્વીરો સાથે પણ પાડેલી છે. તેનું કારણ એ છે કે બંને લંડનમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.
સલમાન ખાન અને આમીર ખાન :
ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે સલમાન ખાન અને આમીર ખાન બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરી ચુક્યા છે. બોક્સ ઓફીસ પર આ બંનેની ફિલ્મો 300 કરોડઓ આકડો પાર કરી ચુકી છે. “અંદાજ અપના અપના”માં બંનેની જોડીને લોકોએ ખુબ જ પસંદ કરી હતી. જો કે હાલમાં પણ બંને સારા દોસ્ત છે.
ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર :
“બાઘી” ફિલ્મમાં ટાઈગર અને શ્રદ્ધાની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આ બંને નવી જનરેશનના સુપરસ્ટાર છે. બંનેનાં ફેંસ કરોડોમાં છે. રસપ્રદ વાત તો એ છે કે આ બંને એક સ્કૂલમાં જ નહિ પરંતુ એક જ ક્લાસમાં ભણ્યા છે. શ્રદ્ધાએ કરણના ચેટ શો માં જણાવ્યું હતું કે સ્કૂલના દિવસોમાં મને ટાઈગર પર ક્રશ હતું.
આથીય શેટ્ટી અને કૃષ્ણા શ્રોફ :
સુનીલ શેટ્ટીની દીકરી આથીય અને ટાઈગર શ્રોફને બહેન કૃષ્ણા બંને એક જ સ્કૂલમાં ભણતા હતા અને કલાસમેટ પણ હતા. હાલમાં પણ બંને બેસ્ટફ્રેન્ડ છે અને ઘણીવાર સાથે ફરતા હોય છે. કૃષ્ણાને ફિલ્મ લાઈનમાં કોઈ રસ નથી જ્યારે આથીય હાલમાં જ “મોતીચૂર ચકનાચુર” માં જોવા મળી હતી.
ટ્વિન્કલ ખન્ના અને કરણ જોહર :
ટ્વિન્કલ અને કરણ બોલીવુડના પોપ્યુલર BFF એટલે કે બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર છે, આ બંને મહારાષ્ટ્રને બોર્ડીગ સ્કૂલમાં સાથે ભણતા હતા. તે બંને ત્યારથી લઈને આજસુધી બેસ્ટ ફ્રેન્ડ છે. કરણના ચેટ શો માં આ બંનેએ આ ટોપિક પર ઘણી વાતો કરી હતી.
ઋતિક રોશન અને ઉદય ચોપડા :
આ વાત કદાચ ઓછા લોકોને ખબર હશે કે ઋતિક રોશન અને ઉદય ચોપડા નાનપણથી એકબીજાના પાક્કા ભાઈબંધ છે. તે બંનેની દોસ્તી ચોથા ધોરણથી ચાલી રહી છે. બંનેએ ધૂમ 2 માં સાથે કામ કર્યું છે. આજે પણ બંનેની દોસ્તી એટલી જ મજબુત છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.