વધારે પડતાં વજનને લીધે વારંવાર શરમાવું પડતું હતું એટલે નોકરી છોડી , પછી એકીસાથે 30 કિલો ઘટાડી અને હવે….

સંગીતા બિસોઈ જ્યારે પોતાના વધુ પડતાં વજનને લીધે મજાકનું પાત્ર બની ત્યારે અંતે નોકરી પણ ત્યાજ છોડી દીધી ને ઘરમાં જ ચાર દીવાલ વચ્ચે એકલવાયું જીવન જીવવા લાગી હતી. તેમના મનમાં એવું હતું કે એ જો ઘરની બહાર નીકળશે તો માણસોની વચ્ચે પાછી મજાકનું પાત્ર બનશે, પછી છેવટે તેને વજન ઘટાડવાનો મહત્વનો નિર્ણય કરી જ લીધો. એ કોઈ ડોક્ટર પાસે ગઈ. તેનું વજન જોઈને ડોક્ટરે પણ તેને પહેલા વજન ઘટાડવા માટેની કેટલીક સલાહ આપી અને થોડી દવાઓ પણ આપી. પણ સંગીતા ને તેનાથી કોઈ જ વજનમાં ફર્ક પડ્યો નહી. ત્યારે તેને ડોક્ટર પાસે ફરિયાદ પણ કરી.

તેની લાઈફમાં છેવટે એવો સમય પણ આવ્યો કે એ મેદસ્વીતાનો શિકાર તો બની જ સાથે સાથે તેને ઘણી સમસ્યાઓ પણ ઘેરી લીધી હતી. અને તેને એ પણ સમજાતું ન હતું કે આ બધા સાથે કઈ રીતે ડીલ કરવી. તેને પોતાનું કરિયર છોડી દીધું. તેને ગર્ભપાત પણ થયો અને એ છેલ્લે ડિપ્રેશનમાં પણ જતી રહી હતી.

નોકરી છોડયા બાદ તેને ડોકટરો તથા ડાયટિશિયનનો સંપર્ક કરવાનો શરુ કરી દિધો. તેને ડોક્ટરને તેને થતી બધી જ સમસ્યાઓ વિશે કહ્યું કે આ બધી જ તકલીફોમાંથી બહાર કઈ રીતે આવી શકાશે. ડોકટરે તેને તકલીફનું સમાધાન આપવાના લીધે દિલાસો આપ્યો અને જણાવ્યું કે તેને આ બધી જ તકલીફો સાથે જ જીવવું પડશે. ત્યારે તેને નક્કી કર્યું કે તેને જાતે જ પોતાની તકલીફની સમસ્યાઓથી લડવું પડશે.

સંગીતા પોતે એમ.બી.એ કરેલી તથા હોંશિયાર છોકરી હતી. તેને એકદમ નાની ઉંમરમાં જ બી.પી., PCOD, ડાયાબિટીસ, થાઇરોઈડ, હાઈ કોલેસ્ટ્રોલ તથા ડિપ્રેશન જેવા વિવિધ રોગોનો સામનો કરવો પડ્યો. અને છેલ્લે તેને આ બધા જ રોગોનું મૂળ વધારે વજન જણાયું ને તેને મક્કમપણે અતિ મહત્વનો નિર્ણય કર્યો કે એ કોઈપણ ડોક્ટરની સલાહ લીધા વગર જ જાતે જ ફિટ બનશે અને આ બધા જ રોગોની પીડાથી છુટકારો પ્રાપ્ત કરશે. પછી તેને ન્યુટ્રીશિનનો અભ્યાસ કરો, આ વિષય પર ઊંડાણમાં જ્ઞાન લીધું અને મારી બધી જ સમસ્યાઓનું સમાધાન લાવ્યું.

તેને સવારના પહોરના નાસ્તામાં રોટલી તથા ઈંડા, પૌવા, ઇડલી સંભાર જેવી વાનગી ખાવાનું શરુ કર્યું. બપોરે જમવામાં તે દાળ, શાક તથા એક રોટલી અથવા એક માછલી લેતી. રાત્રે ડિનરમાં તે પુલાવ, ખીચડી અને દહી અથવા બ્રાઉન રાઈસ અને વેજીટેબલ દાળ લેવાનો જ આગ્રહ રાખતી.

જ્યારે તેને પોતાનો ડાયેટ પ્લાનની શરૂઆત કરી હતી ત્યારે તે સવારે વહેલા 1 કલાક પૂરો ચાલવા જતી હતી. અને એ જ મહિનામાં તેને 10 કિલો વજન ઓછું કરી દીધું હતું. એ બાદ તેને જીમ જવાનું પણ શરુ કર્યું અને રોજ એક કલાક માટે જીમમાં કસરત કરવા જતી હતી. તેને આ જ રૂટિન ચાલુ રાખ્યું. કેટલાક મહિનામાં પૂરા 33 કિલો વજન ઓછું કરીને પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો.

માણસે તેના જીવનમાં ફિટ રહેવું ખૂબ જ આવશ્યક છે. સંગીતા કહે છે કે મે ભૂખ્યા રહીને વજન બિલકુલ ઓછું નથી કર્યું, પણ મે મારી લાઈફસ્ટાઇલમાં થોડી કસરત તથા ચાલવાનું જ ફક્ત ઉમેર્યું છે. જો તમારે ફિટ રહેવું હોય તો રોજ સવાર સાંજ થોડી કસરત અવશ્ય કરવી જરૂરી છે.

તેમના કહ્યા પ્રમાણે, વજન ઓછું કરવું એટલે વજન કાંટાના નંબરમાં ઘટાડો કરવું એટલું જ નહિ, પણ એનો સાચો અર્થ એ છે કે હેલ્ધી ભોજન લેવું, તથા શરીરને સ્વસ્થ રાખવું. વજન તો સાથે સાથે ઘટી જ જાય છે. વજન ઘટાડવાનો સૌથી મોટો ભાગ તો એ જ છે કે તમે પોતાનામાં આત્મવિશ્વાસ રાખો કે તમે કરી શકશો પણ એને કરતા સમય લાગશે, રાતોરાત નહિ થઇ જાય.

તેમનું માનવું છે કે કોઈએ પણ વજન ઓછું કરવા માટે ભૂખ્યા રહેવું ન જોઈએ. ભોજન તો અવશ્ય કરવું જ જોઈએ તો જ સ્વસ્થ રહી શકાશે, અને દર બે કલાકે થોડું થોડું ખાવું પણ અવશ્ય જોઈએ, જે તમારું વજન ઘટાડવા માટે સહાય કરે છે. તમારું શરીર તમારા રસોડામાં બને છે, જીમમાં નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!