હાય રે કળીયુગ : છોકરીએ તેના ભાઈના બાળકને આપ્યો જન્મ, કારણ હતું એકદમ ચોંકાવનાર…

હાલના સમયમાં જયારે સમગ્ર દુનિયામાં સરોગસી ખૂબ જ ચર્ચામાં છે ત્યારે બ્રિટનમાં સરોગસીનો એક જુદો જ કિસ્સો સામે આવ્યો છે. આપણે જાણીએ છીએ ત્યાં સુધી બાળક માતાના પેટમાંથી જન્મ લે છે અને જન્મ પછી તેને પિતા, ફોઈ, કાકા, ભાઈ-બહેન જેવા સંબંધો પ્રાપ્ત થાય છે. જયારે બ્રિટનની 27 વર્ષીય યુવતીએ પોતાના એક ભત્રીજાને જન્મ આપ્યો છે. આ એક જુદા જ પ્રકારનો સંબંધ છે, પણ આ ખબર હમણાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ પવનના વેગે વાયરલ થઇ રહી છે.

બ્રિટનના કુમબરિયાની સ્થિત ૨૭ વર્ષીય મહિલા ચૈપલ કૂપરે પોતાના જ ભાઈ સ્કૉટ સ્ટીફેન્સનની દીકરીને જન્મ આપ્યો છે, તથા આ બધાની વચ્ચે મહત્વની વાત તો એ હતી કે ચૈપલે સામાન્ય ગર્ભધાન નહિ, પણ એક સરોગેટ મધરના અવતરણ ભાઈના બાળકને જન્મ આપ્યો. ચૈપલનો ભાઈ સ્કૉટ સ્ટીફેન્સન ગે હતો અને તેને બાળક જોઈતું હતું. પણ તે ગઈ હોવાને લીધે તેનું બાળક થવું અશક્ય હતું. ત્યારે સ્કૉટ અને તેના બોયફ્રેન્ડે મળીને નક્કી કર્યું કે તેઓ સરોગસી દ્વારા બાળક પ્રાપ્ત કરશે. પણ સરોગસી માટે કોઈ અજાણી યુવતી પર તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા.

આવામાં ચૈપલે એક વાત નક્કી કરી કે એ સ્કોટના સ્પર્મ દ્વારા સરોગસીથી ભાઈના બાળકને જન્મ આપશે. એટલે ચૈપલે ભાઈ સ્કોટના ગે પાર્ટનર માઈકલ સ્મિથના સ્પર્મ દ્વારા બાળકને જન્મ આપ્યો. આ ત્રણેય વ્યક્તિઓની સહેમતી પછી જ હોસ્પિટલમાં ફર્ટિલાઇઝેશન માટે ચૈપલ કૂપરના એગ સેલ અને ભાઈના પાર્ટનરના સ્પર્મનો ઉપયોગ કરવામાં આવ્યો તથા ચૈપલે નવ મહિના સુધી બાળકને પેટમાં રાખ્યું, અને ત્યારપછી એક દીકરીને જન્મ આપ્યો. દીકરીને જન્મ આપતા જ તે દીકરીની બાયોલોજીકલ મા પણ બની ગઈ છે તથા સ્કૉટ અને સ્મિથ એક બાળકીના માતા પિતા બની ગયા છે.

ચૈપલ આગળથી જ એક દીકરીની માતા છે અને તે પોતાના ભાઈને હમેશા ખુશ દેખવા માંગતી હતી. જયારે એને ખબર પડી કે ભાઈ અને તેનો પાર્ટનર સરોગસી માટે એક યુવતીની શોધ કરી રહયા છે ત્યારે એને આના વિશે વાંચ્યું તથા જરૂરી જાણકારી મેળવી કે સરોગસી કે એડોપશન ખૂબ જ ખર્ચો થાય છે જેને ઉઠાવવો એના ભાઈ અને તેના પાર્ટનર માટે ખૂબ જ અઘરું હશે. ત્યારે એને જાતે જ સરોગેટ મધર બનવાનું મનોમન નક્કી કર્યું અને ભાઈની મદદ કરવાનો નિર્ણય કર્યો.

બાળકીના જન્મ થયા પછી હવે ચૈપલ એ બાળકીની માતા પણ છે તથા ફોઈ પણ છે. બાળકીના જન્મથી સ્કૉટ અને તેનો પાર્ટનર એકદમ જ ખુશ જોવા મળે છે. તેઓએ ચૈપલનો ધન્યવાદ કરતા ફેસબૂક પર એક પોસ્ટ લખી છે અને તેઓએ જણાવ્યું છે કે કૂપરની હિંમ્મત તથા દરિયાદિલીએ તેમના જીવનમાં અનેક ખુશીઓ ભરી દીધી છે. તેમને લખેલી આ પોસ્ટના ખૂબ જ વખાણ થઈ રહયા છે.

બાળકીની માતા તથા ફોઈ ચૈપલે કહ્યું કે તે આ બાળકીના જીવનનો એક મોટો હિસ્સો બનીને રહેશે પણ એક માતા તરીકે નહિ. તે આ બાળકી મોટી થયા બાદ તેને સમગ્ર હકીકત પણ જણાવશે, અને તે આ બાળકીને પોતાની ભત્રીજી તરીકે જ ઉછેરશે. તેને કહ્યું હતું કે જો હું બાળકીને ફરી ક્યારેય જોઈ શકવાની ન હોતે તો હું આ કરી શકતે નહિ. પણ હું બાળકીની ફોઈ છું, એ વાતે આ બધી જ પ્રોસેસ મારા માટે સરળ બનાવી દીધી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!