જો પાર્ટનર આ હરકતો કરે તો સમજીને સમયસર થઇ જાવ દુર – ભવિષ્યમાં પછતાવાનો વારો પણ આવી શકે છે

જોડીઓ ઉપરથી બનીને આવે છે એ વાત તો સાચી છે પરંતુ પોતાના સાચા પાર્ટનર સુધી પહોંચવા માટે લોકોને ઘણા ખોટા લોકો સાથે પણ મુલાકાત થતી હોય છે. આપણી જીંદગીમાં ઘણી વખત એવા લોકો પણ આવે છે જેની સાથે મુલાકાત થયા પછી એવું લાગે કે એ વ્યક્તિ મળી ગઈ જેની આપણને જરૂર હતી. પરંતુ પછીથી ખબર પડે કે આપની સાથે દગો થઇ રહ્યો છે. જો કે આવું છોકરા અને છોકરી બંને સાથે થાય છે.પરંતુ અહીં અમે તમને એવા છોકરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સાથે સંબંધ રાખીને તમે તમારો સમય અને જીંદગી બંને બરબાદ કરી રહી છો.

છોકરીયો ઘણીવખત સાછા છોકરાને ઓળખી શકતી નથી.તે પહેલા ઇમ્પ્રેશન પર જ એટલી ખુશ થઇ જાય છે કે બીજી કોઈ વાત પર ખાસ ધ્યાન જ નથી આપતી. છોકરીયો અમુક વખતે એવા ખરાબ છોકરાવ સાથે સંબંધ રાખીને ખરાબ રીતે ફસાય જાય છે અને જ્યારે સચ્ચાઈ તેની સામે આવે છે ત્યારે તે કિસ્મત પર રડી બેસે છે. આજે અમે તમને અમુક એવી વાતો જણાવીશું કે તમે જેની સાથે છો તેની સાથે તમારા ભવિષ્ય વિશે વિચારી શકાય કે નહિ??

ઉત્સાહિત ન હોય :

છોકરાઓ ભલે દરેક સમયે છોકરીયોની જેમ ઉત્સાહિત નથી રહેતા, પરંતુ તેની ગર્લફ્રેન્ડ ને ઈમ્પ્રેસ કરવા માટે તે ઘણા મોકાઓ શોધતા હોય છે. પરંતુ જો તમારો પાર્ટનર તમને ડેટ કરવા માટે ઉત્સાહિત નથી રહેતો અને દરેક વાત પર દુખી જ થઇ જાય છે તો આવા છોકરાઓ થી તરત જ દુર થઇ જાવ. આવા છોકરાઓ માત્ર ટાઈમપાસ કરે છે. તે કોઈ સંબંધને લઈને સીરીયસ નથી હોતા.

બેવકૂફ સમજવું :

જો તમારો પાર્ટનર તમારી કોઈ વેલ્યુ નથી કરતો અને દરેક સમયે તમને ખીજાય છે તો સમજી જાવ કે કે માત્ર તમને નીચા દેખાડવા માંગે છે તમારી ફીલિંગની તેને કોઈ ચિંતા નથી. આવા છોકરાઓ તમને મળવા માટે બોલાવશે અને પોતે નહિ આવે તેનાથી તે સાબિત કરે છે કે તમે તેના પર ભરોસો કરીને બેવકુફી કરો છો.

પ્રાઈવેસીનો ખ્યાલ ન રાખવો :

જો તમારો પાર્ટનર તમારી દરેક અંગત વાતો તેના ફ્રેડ સાથે શેર કરતો હોય તો તેનો મતલબ છે કે તે તમારી સાથે સંબંધમાં વધુ રસ નથી ધરાવતો તમે માત્ર તેના માટે ટાઈમપાસ છો. આવા લોકોથી હંમેશા દુર જ રહેવું. આવા લોકોની નજરમાં તમારા પ્રેમની અને ફીલિંગ્સની કોઈ વેલ્યુ નથી હોતી. તે ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી તમારી સાથે રહેવાનો તેને ફાયદો મળે છે અને ટાઈમપાસ થાય છે.

હંમેશા પૈસા માંગવા :

પાર્ટનરને ક્યારેક ક્યારેક એકબીજાની મદદની જરૂર પડી જાય છે એવામાં પૈસા અને જરૂરી સામાન લેવી કે દેવી એ સામાન્ય વાત છે, પરંતુ જો તમારો પાર્ટનર વારંવાર તમારી પાશે થી પૈસા માંગી રહ્યો છે તો એ સારું નથી. જો તે તેની નાની મોટી જરૂરિયાતો માટે પણ તમારી પાશેથી પૈસા માંગે તો સમજી જાવ કે તે માત્ર તમારો ઉપયોગ કરી રહ્યો છે. આવા છોકરાઓથી દુર જ રહો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!