આ કારણથી તિબેટ પરથી વિમાન ઉડાવવાની મનાઈ કરવામાં આવી છે? એક ક્લિક પર જાણો રહસ્ય

ભારતની જોડે જેની સીમા સંકળાયેલી છે એ તિબેટને ‘દુનિયાનું છાપરું’ કહેવામાં આવે છે! તિબેટ વિશે વિવિધ રહસ્યમયી વાતો અવારનવાર સાંભળવામાં આવે છે. એવું માનવામાં આવે છે, કે ભારત પર થયેલાં મુસ્લીમ આક્રમણોથી આપણા અમૂલ્ય ધરોહર જેવા જૂના ગ્રંથોને સુરક્ષિત રાખવા માટે તિબેટ પહોંચાડી દેવામાં આવ્યા હતા. અલબત્ત, પછી એનું શું થયું એ કોઈ જાણતું નથી!

આજે તિબેટ ચીનના કબજા નીચે છે. એક વખતે વિશ્વની બિલકુલ અલિપ્ત રહીને, પોતાની શાંતિપ્રિય સ્વતંત્રતામાં રમતો દેશ ૧૯૫૧થી ચીનનો ગુલામ છે. તિબેટીયન પ્રજા ઉપર ચીનની સરકાર દ્વારા આચરવામાં આવેલા અમાનુષી જુલમોની લિસ્ટમાં થોથાં ભરાય એટલી છે. પણ ખેર, આપણે અહીં એક નવાઈ પમાડે તેવા પ્રશ્નનો જવાબ મેળવવાનો છે કે ‘શા માટે તિબેટના આકાશ પરથી હવાઈજહાજો ઉડતાં નથી?

પ્લેન ઉડાડવામાં આવતી અડચણો શું છે?

અગાઉ જણાવ્યું તેમ તિબેટને ‘દુનિયાનું છાપરું’ કહેવામાં આવે છે. નાનકડો તિબેટ આખો પઠારી પ્રાંત જ છે. એનું ભૃપુષ્ઠ ઉત્તુંગ પહાડોથી સંકળાયેલું છે. હિમાલયનું અહીં ઘર છે એમ જ કહો! સરેરાશ ૮,૦૦૦ મીટર ઉંચાઈ ધરાવતા શિખરો અહીઁ હજાર છે. કાંચનજંઘા, મકાલૂ, ઓ ચોયૂ જેવાં શિખરો આઠ હજાર મીટરથી ઊંચાં છે. ૮૮૪૮ મીટરનો એવરેસ્ટ તો આમાં શિરમોર છે! (માઉન્ટ એવરેસ્ટ નેપાળ તથા તિબેટ બંને દેશો સાથે જોડાયેલ છે.) આ ઉપરાંત, ૬,૬૦૦ મીટર જેટલી ઉંચાઈ ધરાવતા કૈલાસ પર્વત જેવાં શિખર પર તિબેટમાં હાજર છે. સમુદ્ર સપાટીથી તો તિબેટની ઉંચાઈની વાત જ જવા દો!

આ પહાડોને લાંઘી નથી શકતાં વિમાનો!

આગળના વર્ણન ઉપરથી તમે સમજી જ ગયા હશો કે કોમર્શિયલ વિમાનોનાં હાજાં ગગડાવવા માટે તિબેટનાં આભ સોંસરવા નીકળી જતાં શિખરો જ કારણભૂત છે! પૃથ્વીના ક્ષોભાવરણ(ટ્રોપોસ્ફિયર)માં ઉડાન ભરતાં વિમાનો માટે આટલી ઉંચાઈ પ્રાપ્ત કરવી શક્ય નથી.

એનું બીજું મહત્વનું કારણ એ પણ છે, કે આટલી ઉંચાઈએ પહોઁચ્યા પછી હવામાં ઓક્સિજનની કમી જણાવ લાગે. અને કોમર્શિયલ ફ્લાઇટમાં વધારે માત્રામાં ચાલે તેટલો ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. આથી યાત્રિકો માટે જીવનાં જોખમનો પણ પ્રશ્નો બને છે. જે એક પડકારરૂપ કારણ છે.

વળી, ઉબડખાબડ જમીન ધરાવનાર તિબેટના પઠારમાં ઉડી રહેલા વિમાનમાં કંઈક ખામી ઉત્પન્ન થાય અને પાયલોટને ઓચિંતા જ લેન્ડીંગની જરૂર પડી તો? તો શું? તિબેટમાં ક્યાંય એવું સુરક્ષિત લેન્ડીંગ થઈ શકે એ માટે એરપોર્ટની વ્યવસ્થા છે જ નહી!

ઉપર જણાવેલાં કારણોને લીધે તિબેટ પર ચીનનાં મિલીટ્રી એરક્રાફ્ટો ઉપરાંત કોમર્શિયલ ફ્લાઇટોની ઉડાન થતી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!