આ કારણથી આ દેશમાં છોકરીઓને અન્ડરવેર માં ચમચી રાખવાની સલાહ અપાય છે
જેમ જેમ સારી જમાનો આગળ વધતો જાય છે તેમ તેમ મહિલાઓ અને છોકરીઓ પર થનારા અત્યાચારો વધતા જાય છે.ભારત માં પણ થોડા ને થોડા સમયે કોઈ ને કોઈ છોકરીઓ પર અપરાધ થયા ના ઘણા કેસ સામે આવ્યા છે એ પછી નિર્ભયા નો હોય કે બીજી કોઈ પણ સ્ત્રીઓ નો. અત્યારના સમય ઘણી તો એવી જગ્યાઓ છે કે જ્યાં છોકરીઓને એકલું બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે.
મહિલાઓ પર થતા અપહરણ, દુષ્કર્મ અને હત્યા જેવા કેસો ની સંખ્યા પણ વધતી જાય છે.આ સમસ્યા માત્ર ભારત માં જ નહિ પરંતુ વિશ્વભરના દેશો માં છે.આ સમસ્યાઓ સિવાય ધનવાન દેશો ના શેખ અને શ્રીમંત લોકો ગરીબ દેશો ની છોકરીઓ સાથે લગ્ન કરી લે છે અને તેઓને અરબ દેશો માં લઇ જાય છે.

નજર બંધ પણ રાખવામાં આવે છે :
આરબ દેશો માં લઇ ગયેલી છોકરીઓ ને નજર બંધ પણ રાખવામાં આવે છે કે જેને લીધે તે ક્યાય ભાગી ન જાય. અને તેઓ ને વૈશ્યાવૃત્તિ માં ધકેલી દેવા માં પણ આવે છે, જોકે આવું તો ભારત માં પણ થાય છે.બધાજ દેશો એ પોતાના દેશ ની આ સમસ્યાઓ માટે કઈ ને કઈ કરવું જ જોઈએ.અને ઘણા બધા દેશો આવું કરે પણ છે.
સ્વીડન દેશે આપ્યો એક અનોખો ઉપાય :
મોટા ભાગની છોકરીઓને જે આરબ દેશો માં લઇ જવામાં આવે છે તેનો સૌથી મોટો માર્ગ હવાઈ માર્ગ જ હોય છે.આવું જાણીને સ્વીડન દેશે પોતાના દેશ ની મહિલાઓ ને એક સલાહ આપી છે કે જેને લીધે તેઓ આ અપરાધ નો ભોગ બનતી બચી શકે છે.
આ માટે સ્વીડન દેશે પોતાના દેશ ની મહિલાઓ ને અન્ડરવેર માં ચમચી છુપાવી રાખવાની સલાહ આપી છે. જયારે પણ હવાઈ માર્ગે કોઈ એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેને મેટલ ડીટેક્ટર માંથી પસાર થવું પડે છે.
મેટલ ડિટેકટર માં થઇ જશે ડિટેકટ :
આવા માં જયારે કોઈ પણ સ્વીડન ની મહિલા ને બળજબરી થી લગ્ન કરી ને આરબ દેશો માં લઇ જવામાં આવે ત્યારે જો તેઓ એ પોતાના અંગત ભાગ માં ચમચી છુપાવેલી હશે તો તે મેટલ ડીટેકટર માં ડીટેકટ થઇ જશે અને આવા સંજોગો માં આવી સ્ત્રીઓ ને ચેક કરવા માટે એકલા રૂમમાં બોલાવવામાં આવે છે.
જયારે તેને અલગ રૂમ માં બોલાવવા માં આવે ત્યારે તે ત્યાની મહિલા અધિકારીને પોતાના અપહરણ વિશે જાણ કરી શકે છે. જેને લીધે તેનું અપહરણ થતું અટકી શકે છે અને તેનું જીવન બચી શકે છે.
જોકે આ સલાહ થોડીક વિચિત્ર છે પણ કામ આવે એવી પણ છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.