સાયકલ લઈને ઓચિંતી રેડ પાડે છે આ કલેકટર – ગુનેહગારો માં ફફડાટ અને લોકોમાં હાંશ
આપણે બધા એવું માનતા હોઈએ છીએ કે કલેક્ટર એટલે જે લાલ લાઇટ વાડી ગાડી માં શુટ બુટ પહેરીને આવે અને જેમને બધાજ સલામ કરે. પરંતુ દરરેક કલેક્ટર એવા નથી હોતા એ સાબિત કરી બતાવ્યુ છે, તેલંગણાના નિઝામાબાદના નવા નિમાયેલા કલેક્ટર સી. નારાયણ રેડ્ડી એ.

ચાર જ દિવસ માં દેખાડી દીધો પાવર :
કલેક્ટર સી. નારાયણ રેડ્ડી ૪ દિવસ પહેલા જ નવા નિમાયેલા છે પણ આવ્યા ત્યારથી લોકોમાં હાશ ની લાગણી થઈ છે. એનું કારણ તેમના દ્વારા છૂપી રીતે કરવામાં આવતી અલગ અલગ વિભાગોની તપાસ છે.
સી. નારાયણ રેડ્ડી દરરોજ વહેલી સવારના ૮ વાગ્યે સાઇકલ લઈને ટોપી પહેરીને કોઈને કોઈ વિભાગ ની છૂપી રીતે તપાસ કરવા નિકળી પડે છે. આ દરમિયાન છેલ્લા ૪ દિવસ માં તેઓએ ઘણા કામચોરી કરતાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પકડી અને તેમના વિરુદ્ધ સખત પગલાં લીધા છે.
કામચોર અધિકારીઓએ સામે સખત પગલાં પણ ભર્યા :
હાલમાં જ તેઓએ સરકારી હોસ્પિટલ ના ઓપીડી વિભાગ ની તપાસ કરી હતી ત્યાં તેમણે ગણા દર્દીઓ સાથે વાતો કરી હતી. આના સિવાય આરો ના પાણી ના પ્લાન્ટ અને મેડિસિન સ્ટોર માં રહેલી દવાઓની ચકાસણી કરી હતી. અને હોસ્પિટલના પ્રભારીને એવા કર્મચારીઓને નોટિસ મોકલવાની સૂચના આપી કે જે પોતાના કામમાં લાપરવાહી કરતાં હોય.
તેઓને એક આની સરકારી વિભાગ ની તપાસ કરતાં જણાયું કે ત્યાના કર્મચારીઓ ગેરહાજર છે પણ તેમની હાજરી પુરાયેલ છે. જેને લીધે તેઓએ તે કર્મચારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દીધા.
સી. નારાયણ રેડ્ડી ના આવા સારા કામ થી નિઝામાબાદના લોકો ખુબજ રાજી છે અને તેમના વખાણ કરતાં કહે છે કે તેઓને આવાજ કલેક્ટર ની જરૂર છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.