વર્ષમાં ૧૨ ને બદલે ૧૩ મહિના હોય છે આ દેશમાં – હજુ ૨૦૧૩માં જીવે છે અહિની પ્રજા
વર્ષ 2020 શરુ થઇ ચુક્યું છે, અને નવા વર્ષ માં લોકો ના મન માં અલગ અલગ જાતનો ઉત્સાહ છે.એક બાજુ ભારત અને બીજી બધી દુનિયા એ વર્ષ ૨૦૨૦ ના આગમન ને જોર શોર થી આવકાર્યું પરંતુ એક એવો દેશ પણ છે કે જ્યાં હજી વર્ષ ૨૦૧૩ જ ચાલી રહ્યું છે.આ દેશ બાકી બધા જ દેશો કરતા ૭ વર્ષ અને ૩ મહિના પાછળ ચાલે છે.આના સિવાય આ દેશ માં ૧૨ મહિના ને નહિ પણ ૧૩ મહિના ને એક વર્ષ ગણવામાં આવે છે.
જાણીને કોઈને પણ આશ્ચર્ય જ થાય કે એવો કયો દેશ છે કે જે બાકી બધા કરતા આટલો પાછળ ચાલી રહ્યો છે અને ત્યાં ૧૨ ને બદલે ૧૩ મહિના ને એક વર્ષ ગણવામાં આવે છે? તો આજે અમે તેના વિશે જ જણાવવાના છીએ.
આ દેશ નું નામ છે ઈથિયોપિયા : આ દેશનું નામ ઈથિયોપિયા છે અને આ દેશ ની રાજધાની નું નામ અદીસ અબાબા છે. આ આફ્રિકા ના સૌથી પ્રાચીન અને પૂર્ણ રૂપ થી સ્વતંત્ર દેશ છે અને આર્મેનિયા પછી દુનિયા નો બીજો સૌથી પ્રાચીન અધિકારિક ઈસાઈ રાષ્ટ્ર છે.
વ્લ્ડોમીટર્સ ઈલોબ્રેસન ઓફ લેટેસ્ટ યુનાઈટેડ નેશન્સ ના આકળા પ્રમાણે આજ ના સમય માં આ દેશ ની જનસંખ્યા ૧૧.૪૦ કરોડ છે.
ઈથિયોપિયા પૂર્વોતર આફ્રીકી ક્ષેત્ર માં છે એને હોર્ન ઓફ આફ્રિકા પણ કહેવાય છે.આ દેશ આફ્રિકા માં બીજા નંબર નો સૌથી વધુ જન સંખ્યા વાળો દેશ છે.ઈથિયોપિયા ના ઉતર માં ઈરિટ્રીયા, ઉતર પૂર્વ માં ઝિબુતી, પૂર્વ માં સોમાલિયા, દક્ષીણ માં કેન્યા અને પશ્ચિમ માં સુદાન છે.
આ ભાષા બોલાય છે અને આ છે મોટા શહેરો :
ઈથિયોપિયા દેશ ની ભાષા અમ્હારિક છે.જોકે ત્યાં અંગ્રેજી, ઇટાલવી, ફ્રેંચ અને અરબી ભાષા ઓ પણ બોલાય છે. આ દેશ ની રાજધાની આફ્રિકા માં શોપિંગ અને વેપાર માટે સૌથી મોટા શહેરો માનું એક માનવા માં આવે છે.આ દેશ માં એડામાં એડિસ ની બાજુમાં એક સૌથી લોકપ્રિય શહેર છે, જેને નાઝારેથ કહેવામાં આવે છે.
દિર દવા ઈથિયોપિયા નું બીજું સૌથી મોટું શહેર છે.હરાર શહેર દિર દવા ની નજીક પ્રાચીન દીવાલ વાળું શહેર છે.મેકેલે શહેરને ટીગ્ર્યા હીલેન્ડસ નું સૌથી લોકપ્રિય શહેર માનવામાં આવે છે.
અહી ઉપયોગ થાય છે ઈથિયોપિયન કેલેન્ડર નો:
દુનિયા માં પહેલા જુલીયન કેલેન્ડર નો ઉપયોગ કરવામાં આવતો હતો. પછી વર્ષ ૧૫૮૨ માં ગ્રેગોરીયન કેલેન્ડર ની શરૂઆત થઇ. લગભગ બધા જ દેશો એ આ કેલેન્ડર નો સ્વીકાર કર્યો પણ કેટલાક દેશો એ આ કેલેન્ડર નો વિરોધ કર્યો.
ઈથિયોપિયા દેશે પણ આ કેલેન્ડર ને સ્વીકાર ન કર્યું.આજે પણ આ દેશ માં ઈથિયોપિયન કેલેન્ડર નો ઉપયોગ થાય છે.આ દેશે પણ જુલીયન કે ગ્રેગોરીયન કેલેન્ડર નો સ્વીકાર ન કર્યો.
ઈથિયોપિયન કેલેન્ડર માં એક વર્ષ ૧૩ મહીને થાય છે.ઈથિયોપિયા નું નવું વર્ષ ૧૦ કે ૧૧ સપ્ટેમ્બરે શરુ થાય છે.આ દેશ માં ૧૨ મહિના ના હર એક મહિના માં ૩૦ જ દિવસ હોય છે.અને બાકી બચેલા દિવસોને જોડીને ૧૩ મો મહિનો ઘાણવામાં આવે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.