ATM મશીનમાંથી જયારે ૧૦૦ રુ. ને બદલે ૫૦૦ રુ. વાળી નોટ નીકળી – અને પછી જે થયું…

હવે તો ડીઝીટલ જમાનો થઇ ગયો છે અને ઘણી બધી જગ્યાએ લોકો ઓનલાઈન પૈસા સ્વીકારતા થઇ ગયા છે.આમ છતાં ઘણી એવી જગ્યા પણ છે કે જ્યાં રોકડ રૂપિયા ની જરૂર પડે છે. અને હવે મોટા ભાગની જગ્યાઓ એ એટીએમ ઉપલબ્ધ છે જેમાં થી આપણી જરૂરિયાત અનુસાર પૈસા ઉપાડી શકાય છે.

જોકે કેટલીક વાર એટી એમ મશીન માં પણ ખરાબી હોય શકે છે, જેને લીધે કોઈ સમસ્યા પણ થઇ શકે છે. એવું જ કઈક થયું કર્ણાટક ના એક કેનેડા બેંક ના એટીએમ માં. થયું એવું કે આ એટીએમ માંથી ૧૦૦ રૂપિયા ને બદલે અચાનક ૫૦૦ રૂપિયા ની નોટ નીકળવા લાગી.

લોકો થઇ ગયા આશ્ચર્ય ચકિત :

કર્ણાટક ના કેનેડા બેંક ના એક એટી એમ માં જયારે લોકો એ ૧૦૦ ને બદલે ૫૦૦ રૂપિયા ની નોટ નીકળવા લાગી ત્યારે લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

લોકો દ્વારા ઉપાડવામાં આવ્યા ૧.૭૦ લાખ જેટલા રૂપિયા :

કર્ણાટક ના કોડાગુ ના પોલીસ અધ્યક્ષ સુમન ડી પેન્નેકરે જણાવ્યું હતું કે “એટી એમ માં પૈસા મુકવા માટે જવાબદાર કંપની એ ૧૦૦ ને બદલે ૫૦૦ રૂપિયા ની નોટ મૂકી દીધી હતી.આ પછી લોકોએ ૧.૭૦ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.”

બેન્ગ્લુંરું થી છે ૨૬૮ કિલોમીટર દુર :

કોડાગુ ના પોલીસ અધ્યક્ષ સુમન ડી પેન્નેકરે જણાવ્યું હતું કે કોડાગુ જીલ્લા ના મદીકરી શહેર કે જે બેન્ગ્લુંરું થી છે ૨૬૮ કિલોમીટર દુર છે ત્યાના એક કેનેરા બેંક ના એટી એમની આ ઘટના છે.આ વિશે કોઇકે કેનેરા બેંક ને જાણ કરતા ત્યાના અધિકારીઓ તરતજ સક્રિય થયા હતા.તરતજ પોલીસ ને જાણ કરીને મોટા ભાગના બધા જ પૈસા ને પાછા મેળવી શકવામાં સફળ રહ્યા હતા.

૬૫ હજાર રૂપિયા પરત કરવાની ના પાડી હતી બે લોકો એ :

એટી એમ માંથી પૈસા કાઢનારા લોકો માંથી બે લોકો એ બેંક ની ભૂલ ને કારણે પૈસા પરત કરવાની ના પાડી દીધી હતી, પણ છેલ્લે એટી એમ માં પૈસા જમા  કરવા વાળી એજન્સી ની ભૂલ છે એમ જાણીને તે બંને એ પણ પૈસા પરત કરી દીધા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!