મહિન્દ્રા કંપનીના માલિકે જયારે રીક્ષા પર કંપનીનો ઉન્ધો લોગો જોયો અને પછી એ રિક્ષાવાળા સાથે જે થયું….
આપને સૌ કોઈ આનંદ મહિન્દ્રા ને જાણીએ જ છીએ તેઓ મહિન્દ્રા ગ્રુપ ના ચેરમેન છે. તેઓ સોશિયલ મિડિયા માં ઘણા એક્ટીવ હોય છે. ઘણા વિડીયો અને પોસ્ટ પણ શેર કરતા હોય છે. તેમણે શેર કરેલી પોસ્ટ માં ઘણા બધા લોકો કમેન્ટ પણ કરતા હોય છે.

આ સિવાય તે ઘણા લોકો ની અલગ અલગ રીતે મદદ પણ કરતા હોય છે.આવી જ રીતે તેઓએ હમણાં એક રિક્ષા વાળાની મદદ કરવા કહ્યું છે અને તેને એક સારૂ વાહન અપાવશે.
આ છે વાત :
હમણાં જ નીરજ પ્રતાપ સિંહ નામના એક યુઝરે આનંદ મહિન્દ્રા ના એક ટ્વીટ પર કમેન્ટ કરતાની સાથે એક રીક્ષા વાળાની રીક્ષા ની તસ્વીર મૂકી છે. આ રીક્ષા માં મહિન્દ્રા કંપની નો લોગો લગાવેલ છે.આવું તમે ઘણી વખત જોયી હશે પરંતુ આ રિક્ષાવાળા એ આ લોગો ઉંધો લગાવ્યો હતો.
I suppose you found this funny Neeraj & yes it is, especially since the logo has also been applied upside down! But I’m thrilled, because if a rickshaw driver sees our brand as aspirational, then we will provide him new & upgraded forms of mobility as he ‘Rises’ in life… https://t.co/rcVhsVZrwv
— anand mahindra (@anandmahindra) November 28, 2019
આનંદ મહિન્દ્રા એ આપ્યો જવાબ :
આ કમેન્ટ ને જોઇને આનંદ મહિન્દ્રા એ તેનો જવાબ પણ આપ્યો છે અને આ જવાબ તેમણે લખ્યું છે કે “નીરજ મને લાગે છે કે તને આ ફની લાગતું હશે. એમાય ખાસ કરીને તેનો લોગો ઉંધો લગાવ્યો છે ત્યારે.પણ મારા માટે આ અલગ વસ્તુ છે.મને આ જોઇને ઘણી ખુશી થઇ છે, કે એક રિક્ષાચાલક અમારી બ્રાંડ ને આકાંક્ષા ના રૂપ માં જોતો હોય તો અમે તેને નવું અને અપગ્રેડેટ વાહન આપીશું જેથી તે પોતાના જીવન માં આગળ વધે.”
આનંદ મહિન્દ્રા ના આ જવાબ પરથી એવું લાગે છે કે આ રીક્ષા વાળા ના નસીબ ચમકી ગયા અને આનંદ મહિન્દ્રા તેમને એક નવું વાહન આપશે.
If i became rich in future, i want to be like you sir. Down to earth and always ready to help needy people. Salute sir.
— Tommy Shelby (@chai_need) November 28, 2019
આ પહેલા પણ કરી ચુક્યા છે ઘણા લોકો ની મદદ :
જોકે આ રીક્ષા ચાલક પહેલો વ્યક્તિ નથી કે જેની મદદ આનંદ મહિન્દ્રા કરશે. આ પહેલા પણ ઘણા લોકોની મદદ આનંદ મહિન્દ્રા એ કરી હતી.આ લોકો માં ઈડલીવાળા દાદી માં, વડોદરા નો એક યુવક અને પોતાની માતા ને સ્કુટર પર યાત્રા કરાવનારો પુત્ર જેવા ઘણા લોકો સામેલ છે.
Hats off to you sir,u see positivity in evrythng !☺️
— DrKrish ⚕🇮🇳❁ (@krish16maj) November 28, 2019
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.